psychology

કૂલે, ચાર્લ્સ હૉર્ટન

કૂલે, ચાર્લ્સ હૉર્ટન (Cooley Charles Horton) (જ. 17 ઑગસ્ટ 1864; અ. 8 મે 1929) : સમાજલક્ષી મનોવિજ્ઞાનના સ્થાપકોમાંના એક. પિતા થૉમસ એમ. ફૂલે આંતરરાજ્ય કૉમર્સ કમિશનના અધ્યક્ષ હતા. ચાર્લ્સ મિશિગન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને મિકૅનિકલ એન્જિનિયરિંગની તાલીમ લીધી. બાલ્યાવસ્થાથી બોલવામાં તેમની જીભ થોડીક થોથવાતી હતી અને કાનમાં થોડી બહેરાશ હતી, તેથી…

વધુ વાંચો >

કેટેલ રેમન્ડ બર્નાર્ડ

કેટેલ, રેમન્ડ બર્નાર્ડ (જ. 20 માર્ચ 1905, સ્ટૅફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 2 ફેબ્રુઆરી 1998) : મનોવિજ્ઞાનના વિષયમાં વ્યક્તિત્વ વિશે સંશોધન કરી તેમાં મહત્ત્વનું પ્રદાન કરનાર આંગ્લ મનોવિજ્ઞાની. તેમના સંશોધનકાર્યમાં તેમણે સંખ્યાત્મક પદ્ધતિ (quantitative methods) તેમજ ઘટક વિશ્લેષણ(factor analysis)નો ઉપયોગ કર્યો છે. લંડન યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં બી.એસસી. મેળવીને 1929માં તેમણે મનોવિજ્ઞાનમાં પીએચ.ડી. મેળવી.…

વધુ વાંચો >

કૉફકા કુર્ત

કૉફકા, કુર્ત (જ. 18 માર્ચ 1886, બર્લિન; અ. 22 નવેમ્બર 1941, નૉર્ધમ્પટન) : મનોવિજ્ઞાનમાં સમષ્ટિવાદી (ગેસ્ટાલ્ટ) સંપ્રદાયના સ્થાપકોમાંના એક. 1892-1903 સુધી ત્યાંની શાળામાં અભ્યાસ કર્યો. એડિનબરોમાં સમકાલીન કાન્ટ અને નિત્શેને કારણે તે તત્વજ્ઞાન અને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત થયા. કૌટુંબિક વ્યવસાય વકીલાતનો હોવા છતાં મનોવિજ્ઞાનક્ષેત્રે કારકિર્દી આરંભી. તેમણે મનોવૈજ્ઞાનિક સ્ટમ્ફના માર્ગદર્શન…

વધુ વાંચો >

કોલર વુલ્ફગૅંગ

કોલર, વુલ્ફગૅંગ (જ. 21 જાન્યુઆરી 1887, રેવેલ, એસ્ટોનીઆ, જર્મની; અ. 1967, ન્યૂ હૅમ્પશાયર, યુ.એસ.) : પ્રસિદ્ધ જર્મન મનોવૈજ્ઞાનિક. પ્રારંભિક શિક્ષણ જિમ્નાશ્યમમાં થયું. કોલરનું લગભગ આખું કુટુંબ વિદ્યાવ્યાસંગી હતું. એમને પિયાનોનો પણ શોખ હતો. એમણે શાળા અને કૉલેજનો અભ્યાસ ટ્યુબિગન બોન અને બર્લિનમાં કર્યો. એમણે 1909માં યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાંથી મનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની…

વધુ વાંચો >

કોહલબર્ગ લૉરેન્સ

કોહલબર્ગ, લૉરેન્સ (જ. 25 ઑક્ટોબર 1927, બ્રોંક્સવિલ, યુ.એસ.; અ. 20 જાન્યુઆરી 1987) : બાળકો નૈતિક નિર્ણય કરવામાં જુદી જુદી છ કક્ષાઓમાંથી પસાર થાય છે તે પ્રતિપાદનથી જાણીતા થયેલ મનોવિજ્ઞાની. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની વેપારી સ્ટીમરોમાં કામ કરતાં પૅલેસ્ટાઇન નાવિક પર બ્રિટને લાદેલા પ્રતિબંધમાંથી પસાર થવામાં યહૂદી વસાહતીઓને મદદ કરતી વખતે…

વધુ વાંચો >

ક્યૂલ્પે ઓસ્વાલ્ટ

ક્યૂલ્પે, ઓસ્વાલ્ટ (જ. 3 ઑગસ્ટ 1862, કૅન્ડૉ-લૅટવિયા; અ. 30 ડિસેમ્બર 1915, મ્યૂનિક) : વિખ્યાત જર્મન માનસશાસ્ત્રી તથા મનોવિજ્ઞાનના વૂર્ટ્ઝબર્ગ સંપ્રદાયના પ્રવર્તક. 1887માં લાઇપઝિગ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી આઠ વર્ષ સુધી વિખ્યાત માનસશાસ્ત્રી તથા વૂર્ટ્ઝબર્ગ સંપ્રદાયના સ્થાપક વૂન્ડીઝના સહાયક તરીકે ત્યાંની પ્રયોગશાળામાં કાર્ય કર્યું. તે પછી લાઇપઝિગ…

વધુ વાંચો >

ક્ષતિપૂર્તિ (માનસશાસ્ત્ર)

ક્ષતિપૂર્તિ (માનસશાસ્ત્ર) : પોતાની એક ક્ષેત્રની ઊણપ દૂર કરવા અન્ય ક્ષેત્રમાં સિદ્ધિ કે કુશળતા મેળવવાનો વ્યક્તિનો પ્રયાસ. ક્ષતિપૂર્તિ, કે પૂરક પ્રવૃત્તિ (compensation) બચાવ-પ્રયુક્તિ છે. બચાવ-પ્રયુક્તિ એટલે અહમને ઠેસ પહોંચાડતી હતાશા સામે પોતાની જાતનું રક્ષણ કરવા અજ્ઞાતપણે પ્રયોજાતી વર્તનરીતિ. લેહનર અને ક્યૂબ ક્ષતિપૂર્તિનો સમાવેશ આક્રમક બચાવ-પ્રયુક્તિઓ(attack mechanisms)માં કરે છે. આક્રમક પ્રયુક્તિઓમાં…

વધુ વાંચો >

ક્ષેત્રસિદ્ધાંત

ક્ષેત્રસિદ્ધાંત : કુર્ત લ્યૂઇન અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યકારણ સંબંધોનું પૃથક્કરણ કરવા અપનાવવામાં આવેલી પદ્ધતિ. કે. કોફકા અને ડબ્લ્યૂ. કોહલરે વિકસાવેલી સમષ્ટિવાદની વિભાવના કુર્ત લ્યૂઇને (1890-1947) અપનાવી અને તેમાં ફેરફાર કર્યો. ક્ષેત્રસિદ્ધાંત મુજબ પ્રત્યેક વર્તન ક્ષેત્રવર્તન છે. ક્ષેત્રસિદ્ધાંત મુજબ, વર્તન જે સંજોગોમાં થતું હોય તે સંજોગોની તપાસ દ્વારા વર્તનનું પ્રત્યેક…

વધુ વાંચો >

ખિન્નતા

ખિન્નતા : ખિન્ન મનોદશા (depressed mood), આસપાસની વસ્તુઓમાં ઘટેલો રસ અથવા આનંદ(pleasure)માં ઘટાડો થાય એવો માનસિક વિકાર. વ્યક્તિની લાગણીઓની સ્થિતિને મનોદશા (mood) કહે છે જ્યારે તેની બાહ્ય જગતમાં વ્યક્ત થવાની ક્રિયાને અભિવ્યક્તિ (affect) કહે છે, મનોદશાના વિકારોમાં વ્યક્તિ મનોદશાની અસ્થિરતા, તેને નિયંત્રણ કરી શકવાની ભાવનાનો અભાવ તથા મહાદુ:ખ(great distress)નો અનુભવ…

વધુ વાંચો >

ગઝેલ, આનૉર્લ્ડ

ગઝેલ, આનૉર્લ્ડ (જ. 21 જૂન 1880, આલ્મા, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 29 મે 1961, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : નવજાત શિશુના માનસિક વિકાસના આદ્ય સંશોધક. બાળમનોવિજ્ઞાનના સ્થાપક સ્ટેનલી હૉલના વિદ્યાર્થી ગઝેલે અમેરિકાની ક્લાર્ક યુનિવર્સિટીમાંથી 1906માં મનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1915માં તેમણે યેલ યુનિવર્સિટીમાંથી તબીબી ડિગ્રી પણ મેળવી હતી. તેમણે યેલ…

વધુ વાંચો >