psychology
અચેતન મન
અચેતન મન : માનવમનના ત્રિવિધ સ્તરમાંનું એક. સમગ્ર માનવજાતના ઇતિહાસના વિવિધ તબક્કે અનેક કવિઓ અને ચિંતકો દ્વારા અચેતન મન અંગે વિચારણા હંમેશાં થતી આવી છે. પરંતુ મનોવિજ્ઞાનના વિજ્ઞાન તરીકેના વિકાસના ઇતિહાસમાં અચેતન મન અંગેના ખ્યાલની સૌપ્રથમ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રજૂઆત કરવાનો યશ મનોવિશ્ર્લેષણવાદના પ્રસ્થાપક ડૉ. સિગમંડ ફ્રૉઇડ(ઈ. સ. 1856–1939)ને ફાળે…
વધુ વાંચો >અતીન્દ્રિયબોધન
અતીન્દ્રિયબોધન : જુઓ, પરામનોવિજ્ઞાન.
વધુ વાંચો >અધિઅહમ્
અધિઅહમ્ : જુઓ, મનોવિશ્લેષણ.
વધુ વાંચો >અનુકરણ (સામાજિક મનોવિજ્ઞાન)
અનુકરણ (સામાજિક મનોવિજ્ઞાન) (imitation) : એક એવી પ્રક્રિયા કે જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને અમુક વર્તન કરતી જોઈને તેના જેવું જ વર્તન કરવાનો પ્રયત્ન કરે. માતાના પોતાની સાથેના વર્તન જેવું જ વર્તન પોતાની ઢીંગલી સાથે કરવા પ્રયત્ન કરતું બાળક તેમજ માબાપ જેવું બોલે તેવું જ બોલવાનો પ્રયત્ન કરીને ભાષાનો પ્રયોગ…
વધુ વાંચો >અનુકૂલન (માનસશાસ્ત્ર)
અનુકૂલન (માનસશાસ્ત્ર) (adjustment) : પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે અને અન્ય લોકો સાથે સંતોષકારક રીતે તે સંબંધો જાળવવા માટે વ્યક્તિ દ્વારા પોતાનામાં, અન્ય લોકોમાં કે પરિસ્થિતિમાં કરવામાં આવતા ફેરફારોની પ્રક્રિયા. સામાન્ય મનુષ્યને જીવનમાં ભાતભાતના ‘મુશ્કેલ’ લોકો સાથે પનારો પડતો હોય છે. ક્રોધી પિતા, રોદણાં રડતી માતા, ઈર્ષાળુ સગાંસંબંધીઓ, વઢકણી સાસુ, નાની…
વધુ વાંચો >અનુવંશ અને પર્યાવરણ
અનુવંશ અને પર્યાવરણ : મનુષ્યનાં વ્યક્તિત્વ અને વર્તનનાં નિર્ણાયક પરિબળો. મનુષ્યના વર્તનનાં નિર્માણકર્તા પરિબળો તરીકે તેનાં માબાપ તથા પૂર્વજો પાસેથી મળેલાં આનુવંશિક તત્વો અને પર્યાવરણને ગણવામાં આવે છે. મેન્ડેલના વનસ્પતિ પરના પ્રયોગો દ્વારા આનુવંશિકતાના જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે નિયમો મનુષ્યને પણ લાગુ પડે છે. પરંતુ મનુષ્યનું વર્તન…
વધુ વાંચો >અપરાધભાવ
અપરાધભાવ (guilt-feeling) : પોતે જ અપરાધ કર્યો હોય તેવી લાગણી. સર્વ પ્રાણીઓમાં માનવી જ એક એવું પ્રાણી છે, જે અપરાધભાવ અનુભવવા અને તેનું પ્રત્યક્ષીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. પોતાની માન્યતા મુજબ કે સામાજિક ધારાધોરણો મુજબ વ્યવહાર ન કરી શકે તો વ્યક્તિ અપરાધભાવનો અનુભવ કરે છે. ફ્રૉઇડના મંતવ્ય મુજબ માનવ-વ્યક્તિત્વ ત્રણ…
વધુ વાંચો >અપહરણ (hijacking)
અપહરણ (hijacking) : રાજકીય કે ગુનાખોરીના હેતુથી કોઈ વાહનને આંતરીને બળજબરીથી ગેરકાયદેસર રીતે કબજો લેવામાં આવે તે આ કૃત્યને ‘હાઇજૅકિંગ’, અપહરણ કે ચાંચિયાગીરી કહેવાય છે. અન્ય વાહનોની તુલનામાં વિમાનોના હાઇજૅકિંગથી વધારે સનસનાટી સર્જાય છે. 1960ના દસકા પછી વિમાની અપહરણોની ઘટનાઓ વિશ્વભરમાં વધતી જાય છે. ભારતમાં 1971ની 30મી જાન્યુઆરીએ વિમાની અપહરણની…
વધુ વાંચો >અફવા
અફવા : જેમાં સત્યાંશનું પ્રમાણ ઘણું ઓછું હોય એવી કોઈ પણ વાત કે સમાચારનું કર્ણોપકર્ણ વાયુવેગે પ્રસરણ. અફવામાં વાતનું વતેસર થાય છે. અફવા વિશેનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકન મનોવૈજ્ઞાનિક ગૉર્ડન ઑલપૉર્ટ અને લિયો પોસ્ટમૅને કર્યો છે. તેમણે ‘સાયકૉલોજી ઑવ્ રૂયુમર’ (1947) નામનું પુસ્તક લખ્યું છે. અફવાનો ફેલાવો કેવી રીતે થાય…
વધુ વાંચો >અભિપ્રેરણ
અભિપ્રેરણ (motivation) : કોઈ પણ વ્યક્તિની યા સજીવ પ્રાણીની કોઈક નિર્દિષ્ટ લક્ષ્ય પાછળ મંડી પડવાની તત્પરતા. તે વર્તન માટે આંતરિક પ્રેરકબળ પૂરું પાડતી ઇચ્છા, આશા, ગરજ કે એવો જ કોઈ આવેગ છે. તે વ્યક્તિને કાર્યશીલ થવા અંદરથી પ્રેરણા પૂરી પાડતી પ્રબળ ઇચ્છા છે. તે નિશ્ચિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અનુભવાતું માનસિક…
વધુ વાંચો >