Physics

વર્ણાંક (Colour Index)

વર્ણાંક (Colour Index) : દીપ્તિમાપક અભ્યાસ (photometery) દ્વારા તારાઓનું ભૌતિક સ્વરૂપ તારવવા માટે વપરાતો મહત્વનો અંક. વર્ણાંક, તારાની તેજસ્વિતામાં, વર્ણપટના જુદા જુદા વિસ્તારોમાં તેજસ્વિતામાં જણાતો તફાવત દર્શાવે છે. સપાટીના તાપમાન અનુસાર, વિકિરણોના ઉત્સર્જનનું પ્રમાણ વર્ણપટના વિવિધ વિસ્તારોમાં બદલાતું હોવાથી વર્ણાંક તારાની સપાટીના તાપમાનનો સૂચક છે. વર્ણાંકની વ્યાખ્યા સમજવા માટે પહેલાં…

વધુ વાંચો >

વાઇનબર્ગ, સ્ટીવન

વાઇનબર્ગ, સ્ટીવન (જ. 3 મે 1933, ન્યૂયૉર્ક સિટી) : મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતી વિદ્યુતચુંબકીય અને મંદ (weak) આંતરક્રિયા માટે એકીકૃત (unified) સિદ્ધાંત તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપનાર અમેરિકન વિજ્ઞાની. બીજી બાબત, સાથે મંદ તટસ્થ પ્રવાહની આગાહીનો પણ સમાવેશ થાય છે. આ કાર્ય તેમણે અમેરિકન વિજ્ઞાની ગ્લેશૉવ તથા પાકિસ્તાની વિજ્ઞાની અબ્દુસ…

વધુ વાંચો >

વાઈનલૅન્ડ, ડેવિડ જે. (Wineland, David J.)

વાઈનલૅન્ડ, ડેવિડ જે. (Wineland, David J.) (જ. 24 ફેબ્રુઆરી 1944, મિલ્વૉકી, વિસ્કોન્સિન, યુ.એસ.એ.) : ક્વૉન્ટમ પ્રણાલીના વ્યક્તિગત રીતે માપન અને નિયંત્રણ માટે અભૂતપૂર્વ પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવવા માટે 2012નો ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે ડેવિડ જે. વાઈનલૅન્ડ અને સર્જ હરોચને પ્રાપ્ત થયો હતો. વાઈનલૅન્ડે 1961માં સેક્રેમેન્ટો, કૅલિફૉર્નિયાની એન્સિના…

વધુ વાંચો >

વાઇમૅન કાર્લ એડવિન (Wieman Carl Edvin)

વાઇમૅન કાર્લ એડવિન (Wieman Carl Edvin) (જ. 26 માર્ચ 1951, કૉર્વાલેસ, ઑરેગોન, યુ.એસ.) : આલ્કલી પરમાણુઓવાળા મંદવાયુની અંદર બોઝ-આઇન્સ્ટાઇન સંઘનનનું પ્રાયોગિક પ્રમાણ આપવા તથા સંઘનિત દ્રાવ્ય(condensates)ના ગુણધર્મોનો વિગતવાર અભ્યાસ કરવા બદલ 2001નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. 1973માં તેમણે બી.એસ.ની પદવી એમ.આઇ.ટી.માંથી, 1977માં  પીએચ.ડી. સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાંથી અને 1997માં ડી.એસ.સી. (માનાર્હ)…

વધુ વાંચો >

વાન ડર વાલ બળો (Van der Waals forces)

વાન ડર વાલ બળો (Van der Waals forces) : વાયુઓ, તેમની પ્રવાહીકૃત (liquified) અને ઘનીકૃત (solidified) પ્રાવસ્થાઓ તથા લગભગ બધા કાર્બનિક પ્રવાહી અને ઘન પદાર્થોમાં તટસ્થ અણુઓને એકબીજા સાથે આકર્ષર્તાં, પ્રમાણમાં નબળાં એવાં આકર્ષક વીજબળો. ડચ ભૌતિકવિજ્ઞાની જેહાન્સ વાન ડર વાલે વાસ્તવિક (real) વાયુઓના ગુણધર્મો સમજાવવા માટે 1873માં આ આંતરઆણ્વિક…

વધુ વાંચો >

વાન દર મીર સિમોન

વાન દર મીર સિમોન (જ. 24 નવેમ્બર 1925, હેગ, નેધરલૅન્ડ્ઝ) : મંદ આંતરક્રિયા સાથે સંકળાયેલ ક્ષેત્રીય કણો W અને Zની શોધ બદલ, રૂબિયા કાર્લોની ભાગીદારીમાં 1984નો ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ ભૌતિકવિજ્ઞાની. તેમણે યુનિવર્સિટી ઑવ્ ટેક્નૉલોજી, ડેલ્ફટ ખાતેથી શિક્ષણ મેળવ્યું. તે પછી ફિલિપ્સ ફિઝિકલ લૅબોરેટરી(આઇન્ધોવન)માં 1952થી 1956 સુધી તેમણે…

વધુ વાંચો >

વાન દર વાલ્સ, યોહાનેસ ડિડેરિક

વાન દર વાલ્સ, યોહાનેસ ડિડેરિક [જ. 23 નવેમ્બર 1837, લેડન (Leiden), હોલૅન્ડ; અ. 8 માર્ચ 1923, ઍમ્સ્ટરડૅમ] : વાયુઓ અને પ્રવાહીઓ માટે અવસ્થા-સમીકરણ ઉપર કરેલ કાર્ય બદલ 1910ની સાલનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ વિજ્ઞાની. વાન દર વાલ્સનો પરિવાર અત્યંત ગરીબ હતો; તેથી જાતે જ ઘરે અભ્યાસ કરવો પડ્યો હતો.…

વધુ વાંચો >

વાયુ (gas)

વાયુ (gas) : દ્રવ્ય કે પદાર્થની અવસ્થાઓ (phases) ઘન, પ્રવાહી, વાયુ પૈકીની ત્રીજી અવસ્થા. પ્રાચીન વેદ-પુરાણોમાં સ્થૂળ જગતના જે પાંચ મૂળ તત્ત્વો ગણવામાં આવે છે, તે છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. વાયુસ્વરૂપની આ સૌપ્રથમ સંકલ્પના ગણાય. કોઈ પદાર્થ સામાન્યપણે વાયુ ન હોય પણ તેને જરૂરી ગરમી આપતાં તે…

વધુ વાંચો >

વાયુ-અચળાંક (gas constant)

વાયુ-અચળાંક (gas constant) : આદર્શ વાયુ-સમીકરણમાંનો અનુપાતી અચળાંક (proportionality constant). સંજ્ઞા R. તેને સાર્વત્રિક (universal) મોલર વાયુ-અચળાંક પણ કહે છે. તે એક અન્ય મૂળભૂત અચળાંક, બૉલ્ટ્ઝમૅન અચળાંક (k અથવા kB) સાથે નીચેના સમીકરણ મુજબ સંકળાયેલો છે : R = kL [L = એવોગેડ્રો અચળાંક (સંખ્યા)]     (1) ગેલિલિયો સાથે ફ્લૉરેન્સમાં અભ્યાસ…

વધુ વાંચો >

વાયુ-અવસ્થા

વાયુ-અવસ્થા : પદાર્થની ત્રણ મૂળભૂત ભૌતિક અવસ્થાઓ પૈકીની એક. અન્ય બે છે : ઘન અને પ્રવાહી. આ ત્રણેય સ્વરૂપો જે રીતે તેઓ જગા(space)ને રોકે છે અને પોતાનો આકાર બદલે છે તે દૃષ્ટિએ અલગ પડે છે; દા. ત., પથ્થરનો એક ટુકડો અવકાશનો ચોક્કસ ભાગ રોકે છે અને સ્થાયી (fixed) આકાર ધરાવે…

વધુ વાંચો >