Physics

ભ્રમિલ

ભ્રમિલ (vortex) : પ્રવાહીમાં ઉદભવતી ગતિનો એક પ્રકાર. ધારારેખીય ગતિ કરતાં પ્રવાહી કે વાયુમાં જ્યારે અણી વિનાનો પદાર્થ અવરોધક તરીકે રાખવામાં આવે ત્યારે આવો અવરોધક પદાર્થ પસાર કર્યા બાદ પ્રવાહીમાં ભ્રમિલ આકારો જોવા મળે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યા છે : જ્યારે પ્રવાહ-ધારા કોઈ અવરોધક દ્વારા અવરોધાય ત્યારે તેની બહારની…

વધુ વાંચો >

મનાબે સુકુરો (Manabe Syukuro)

મનાબે, સુકુરો (Manabe, Syukuro) (જ. 21 સપ્ટેમ્બર 1931, શિંગુ, જાપાન) : પૃથ્વીના હવામાનના ભૌતિક પ્રતિરૂપ (model) માટે, હવામાનના બદલાવ(પરિવર્તન)ને પ્રમાત્રીકૃત કરવા માટે તથા વધતા જતા વૈશ્વિક  ઉષ્ણતામાનનું વિશ્વસનીય અનુમાન કરવા માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ સ્યુકુરો મનાબે તથા સ હૅસલમૅનને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય…

વધુ વાંચો >

મરડ

મરડ (Torque) : બળ અને પરિવૃત્તિબિંદુ(point of turning)થી તેના લંબ અંતરનો ગુણાકાર અથવા પદાર્થમાં ચાકગતિ ઉત્પન્ન કરનાર ભૌતિક રાશિ મરડને બળની ચાકમાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. મરડ મરડ-બળ (torsion) પેદા કરે છે અને ભ્રમણનું વલણ ધરાવે છે. નળાકારને સ્પર્શીય (tangential) બળ કે બળો લગાડતાં મરડ ઉદભવે છે. બિંદુ આગળ…

વધુ વાંચો >

મરડ-બળ

મરડ-બળ (Torsion) : કોઈ પણ ઘટકની અક્ષને લંબ રૂપે લાગતા બળયુગ્મને કારણે પેદા થતી વિકૃતિ (strain). મરડ-બળને વળ-વિકૃતિ (twisting deformation) તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં, મરડ-બળ અવારનવાર વલન (વળાંક) અથવા અક્ષીય પ્રણોદ (thrust) સાથે સંકળાયેલ હોય છે. દંડ (shaft) ચલાવતા દંતચક્ર (gears) અથવા ગરગડી અથવા વહાણ માટેના નોદક(propellor)માં આવું…

વધુ વાંચો >

મસ્કાવા તોશીહિડે

મસ્કાવા તોશીહિડે (જ. 7 ફેબ્રુઆરી 1940, જાપાન) : જાપાની સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2008ના નોબેલ પુરસ્કારના વિજેતા. ભૌતિકવિજ્ઞાનનો આ પુરસ્કાર તેમને મકોટો કોબાયાશી અને યોઇચિરો નાન્બુની ભાગીદારીમાં મળ્યો છે. તેઓ આઇચી પ્રિફેક્ચર(Aichi Prefecture)ના વતની છે. 1962માં તેઓ નગોયા (Nagoya) યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1967માં તે જ સંસ્થામાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે…

વધુ વાંચો >

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર

મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર (જ. 29 જૂન 1893, કલકત્તા; અ. 29 જૂન 1972) : ભારતના ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને ખ્યાતનામ આંકડાશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ કલકત્તામાં લીધું. 1912માં કલકત્તા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના વિષયો સાથે સ્નાતક (ઑનર્સ) થયા. 1915માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયા. તેમણે શૈક્ષણિક કારકિર્દીનો આરંભ કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કર્યો. અહીં…

વધુ વાંચો >

મંક, વૉલ્ટર

મંક, વૉલ્ટર (જ. 17 ઑક્ટોબર 1917, વિયેના) :  અમેરિકાના અત્યંત સન્માનપ્રાપ્ત ભૂભૌતિકવિજ્ઞાની અને સમુદ્રવિજ્ઞાની. તેમણે થર્મોક્લાઇના બંધારણ, પવનપ્રેરિત સાગર-પ્રવાહો, સાગર-મોજાંનો ઉદભવ અને ફેલાવો જેવા વિષયો અંગે સિદ્ધાંતો તથા નિરીક્ષણ-તારણોની મૂલ્યવાન અભ્યાસ-સામગ્રી રજૂ કરી છે. ભરતીની આગાહી પણ તેમનું મૂલ્યવાન પ્રદાન છે. આ ઉપરાંત ઍટલાન્ટિક મહાસાગરમાં યોજાયેલ ‘મિડ-ઓશન ડાઇનૅમિક્સ એક્સપેરિમેન્ટ્સ’ (MODE)…

વધુ વાંચો >

માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ

માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ (જ. 1852, સ્ટ્રજેલ્નો (strezelno), પોલૅન્ડ: અ. 1931, યુ.એસ.) : વિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ અમેરિકન નાગરિક. અત્યંત ચોકસાઈપૂર્વકનાં માપન કરવા માટે તૈયાર કરેલા પ્રકાશીય (optical) ઉપકરણ માટે તેમને 1907માં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જન્મ સમયે તેમનું કુટુંબ પ્રશિયાના આધિપત્ય નીચે આવેલા પોલૅન્ડમાં સ્થાયી…

વધુ વાંચો >

માઇકલ્સન-મૉર્લી પ્રયોગ

માઇકલ્સન-મૉર્લી પ્રયોગ : પૃથ્વી એક પ્રકારના ઈથર માધ્યમમાં ગતિ કરતી હોય ત્યારે તેનો વેગ માપવા માટે 1887માં કરવામાં આવેલ પ્રયોગ. તે સમયે એવું માનવામાં આવતું હતું કે અવકાશ ઈથર નામના પ્રવાહીથી ભરેલું છે. આ પ્રવાહી પારદર્શક અને હલકું હોવાનું મનાતું હતું. જેમ ધ્વનિના તરંગોને પ્રસરવા માટે માધ્યમ આવશ્યક છે તેમ…

વધુ વાંચો >

માઇક્રોફોન

માઇક્રોફોન (Microphone) : વીજધ્વનિક (electro-acoustic) ઉપકરણ (device). તેમાં ધ્વનિના તરંગોને તેને અનુરૂપ વીજતરંગોમાં રૂપાંતરિત કરવા ટ્રાન્સડ્યૂસર(transducer)નો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક માઇક્રોફોનોનું વર્ગીકરણ દબાણ ઉપર, પ્રચલન (gradient) ઉપર, દબાણ તથા પ્રચલન બંને ઉપર અને તરંગ પર આધારિત એમ ચાર પ્રકારે કરવામાં આવે છે. દબાણ-પ્રકારના માઇક્રોફોનમાં દબાણમાં ફેરફારને અનુરૂપ વીજતરંગો ઉત્પન્ન…

વધુ વાંચો >