મરડ (Torque) : બળ અને પરિવૃત્તિબિંદુ(point of turning)થી તેના લંબ અંતરનો ગુણાકાર અથવા પદાર્થમાં ચાકગતિ ઉત્પન્ન કરનાર ભૌતિક રાશિ મરડને બળની ચાકમાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે.

મરડ મરડ-બળ (torsion) પેદા કરે છે અને ભ્રમણનું વલણ ધરાવે છે. નળાકારને સ્પર્શીય (tangential) બળ કે બળો લગાડતાં મરડ ઉદભવે છે. બિંદુ આગળ બળ કે બળતંત્ર લાગુ પડે ત્યારે પણ મરડ પેદા થાય છે; સમાન, સમાંતર અને વિરુદ્ધ દિશા ધરાવતાં બળોનું યુગ્મ મધ્યબિંદુ આગળ મરડ અથવા ચાકમાત્રા પેદા કરે છે. ટર્બાઇન જેવો મૂળ ચાલક (prime mover) તેના નિર્ગત દંડ (shaft) ઉપર વળ ચઢાવે છે, જે મરડમાં મપાય છે. સંરચનાઓમાં જ્યારે દંડ કે પાટડા(beam)ના લંબ આડછેદ ઉપર મરડ લાગે છે, ત્યારે મરડ-બળથી થતું વિરૂપણ બળની ચાકમાત્રાઓના સરવાળા તરીકે જોવા મળે છે.

મરડ(torque)ને સૂત્રાત્મક સ્વરૂપે આકૃતિ પ્રમાણે રજૂ કરી શકાય.

જ્યાં  આગળ રહેલા કણનો સ્થાનસદિશ, કણ ઉપર લાગતું બળ અને θ બળ અને સ્થાન સદિશ વચ્ચેનો કોણ છે.

મરડની દિશા, સદિશ ગુણાકાર માટે જમણા હાથના નિયમ પ્રમાણે, બળ અને સ્થાનસદિશ  ના સમતલને લંબરૂપે હોય છે.

  અશૂન્ય હોય,  અશૂન્ય હોય તોપણ મરડ શૂન્ય થઈ શકે છે; કારણ કે θ = 0 (એટલે sin θ = 0) થતાં, આમ બને છે. આથી મરડની વ્યાખ્યા અને સમજૂતીમાં સંદર્ભબિંદુનો ઉલ્લેખ અનિવાર્ય બને છે.

મરડ (torque)

ર્દઢ પદાર્થ અથવા કણોના તંત્રની બાબતે પણ મરડ સૂત્ર વડે જ અપાય છે.

બળ નો સ્થાનસદિશ ને લંબઘટક (F sin θ) ચાકગતિ પેદા કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે; જ્યારે તેનો સમાંતર ઘટક Feos θ ઘટક ચાકગતિ બિલકુલ પેદા કરતો નથી.

મરડને કોણીય વેગમાન Lના ફેરફારના દર વડે પણ વ્યક્ત કરી શકાય છે :

એટલે કે કોણીય વેગમાનના ફેરફારનો દર મરડ (ટૉર્ક) બરાબર થાય છે અને આ ચાકગતિ માટે ન્યૂટનનો બીજો નિયમ દર્શાવે છે. સુરેખ ગતિમાં બળ જે ભાગ ભજવે છે તેવો જ ભાગ મરડ ચાકગતિમાં ભજવે છે.

કોણીય વેગમાન વડે પણ અપાય છે; જ્યાં I, જડત્વની ચાકમાત્રા અને કોણીય વેગ છે.

આથી કોણીય પ્રવેગ છે.

આથી મરડ તરીકે મળે છે.

આશા પ્ર. પટેલ