Physics
બૅબકૉક, હૅરોલ્ડ
બૅબકૉક, હૅરોલ્ડ (ડિલૉસ) (જ. 1882, ઍડગર્ટન, વિસ્કૉન્સિન; અ. 1968) : અમેરિકાના પદાર્થવિજ્ઞાની. તેઓ કૅલિફૉર્નિયા ખાતે આવેલી માઉન્ટ વિલ્સન ઑબ્ઝર્વેટરીમાં કામગીરી બજાવતા હતા; ત્યાં તેમણે 78 વર્જિનિસ નામના તારાના ચુંબકીય ક્ષેત્રનું માપન કર્યું, જેના પરિણામે વીજચુંબકીય (electromagnetic) તથા સાપેક્ષતાના સિદ્ધાંતો વચ્ચેની કડીરૂપ બાબતો શોધી શકાઈ. તેમના પુત્ર બૉરેક વેલકમ બૅબકૉકના સહયોગમાં…
વધુ વાંચો >બૅરિયૉન
બૅરિયૉન : ભારે પેટા પારમાણ્વિક કણો. ન્યૂક્લિયૉન, ફર્મિયૉન અને હાઇપેરૉનને સામૂહિક રીતે બૅરિયૉન તરીકે ઓળખવામાં આવે છે. તે મેસૉનનું ઉત્સર્જન કરીને ક્ષય (decay) પામે છે. ન્યૂક્લિયૉન એટલે પરમાણુની ન્યૂક્લિયસમાં રહેલા પ્રોટૉન અને ન્યૂટ્રૉન કણો. ફર્મિયૉન એટલે કણોનો એવો સમૂહ જે અર્ધપૂર્ણાંક પ્રચક્રણ (half integer spin) ધરાવે છે. આ સમૂહ ફર્મિ–ડિરાક…
વધુ વાંચો >બૅસોવ, નિકોલાઈ
બૅસોવ, નિકોલાઈ (જ. 1922, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : રશિયાના વિખ્યાત પદાર્થવિજ્ઞાની. મેઝર અને લેઝરની શોધથી તેઓ ભારે નામના પામ્યા. 1958થી ’73 દરમિયાન મૉસ્કોના લૅબેડેવ ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેમણે નાયબ નિયામક તરીકે કામગીરી બજાવી. 1973માં તેઓ એ સંસ્થાના નિયામક નિમાયા. તેમના સંશોધનકાર્યના પરિપાકરૂપે 1955માં મેઝર જેવું મહત્વનું સાધન વિકસાવવાની ભૂમિકા મળી…
વધુ વાંચો >બૉઇલનો નિયમ
બૉઇલનો નિયમ (Boyle’s law) : અચળ તાપમાને વાયુના કદ અને દબાણનો સંબંધ. બૉઈલ (1627–1691) આયરિશ વિજ્ઞાની હતા અને આધુનિક રસાયણશાસ્ત્રના સ્થાપક ગણાય છે. રાસાયણિક અને ભૌતિકવિજ્ઞાનમાં કેટલીક પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવતાં હાથ લાગેલો આ નિયમ છે. બૉઈલે વાયુઓ ઉપરના વિવિધ પ્રયોગો કર્યા હતા. તે બધા પ્રયોગોમાં બૉઈલનો નિયમ આજે પણ અણીશુદ્ધ…
વધુ વાંચો >બૉઈલ, વિલાર્ડ એસ. (Boyel, Willard S.)
બૉઈલ, વિલાર્ડ એસ. (Boyel, Willard S.) (જ. 19 ઑગસ્ટ 1924 ઍમહર્સ્ટ, કૅનેડા અ. 7 મે 2011, વૉલેસ, કૅનેડા) : પ્રતિબિંબન અર્ધવાહક પરિપથ અર્થાત્ વિદ્યુતભાર–યુગ્મિત ઉપકરણ(CCD સેન્સર– સંવેદનમાપક)ની શોધ માટે 2009નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ શોધ માટે પુરસ્કારનો અર્ધભાગ વિલાર્ડ બૉઈલ તથા જ્યૉર્જ સ્મિથને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.…
વધુ વાંચો >બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર
બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…
વધુ વાંચો >બોઝ, જગદીશચંદ્ર (સર)
બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) : બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…
વધુ વાંચો >બોઝ, સત્યેન્દ્રનાથ (2)
બોઝ, સત્યેન્દ્રનાથ (2) (જ. 1 જાન્યુઆરી 1894, કૉલકાતા; અ. 2 ફેબ્રુઆરી 1974, કૉલકાતા) : ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ભૌતિકવિજ્ઞાની. પિતા સુરેન્દ્રનાથ રેલવેમાં ઉચ્ચ અધિકારી હતા. આથી તેમનું બાળપણ અને અભ્યાસકાળ સુવિધાપૂર્ણ રહ્યાં. કૉલકાતાની હિન્દુ કૉલેજ જ્યાં એમણે શિક્ષણ લીધું હતું ત્યાં એમના શિક્ષકે તે મહાન ગણિતજ્ઞ બનશે તેવી આગાહી કરી હતી. આ…
વધુ વાંચો >બોઝૉન
બોઝૉન : પૂર્ણાંક પ્રચક્રણ ધરાવતો મૂળભૂત કણ. આવા કણો ના પૂર્ણાંકમાં પ્રચક્રણ ધરાવે છે. એટલે કે , 2, 3, ….. જેટલું પ્રચક્રણ ધરાવે છે. અહીં પ્લાંકનો અચળાંક છે, જેનું મૂલ્ય 6.6 x 10–34 જૂલ સેકન્ડ જેટલું હોય છે. બોઝૉન કણો બોઝ–આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્રને અનુસરે છે. ભારતીય ભૌતિકવિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝની યાદગીરીમાં પૂર્ણાંક…
વધુ વાંચો >