Physics
પંડ્યા, સુધીરભાઈ
પંડ્યા, સુધીરભાઈ (પંડ્યા, એસ. પી.) (જ. 11 જુલાઈ 1928, નડિયાદ; અ. 30 જૂન 2019) : ભારતના પ્રથમ પંક્તિના ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની. તેમના પિતા પ્રદ્યુમ્ન આણંદજી પંડ્યા ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ સૂરતમાં અને અનુસ્નાતક શિક્ષણ દિલ્હી યુનિવર્સિટીમાં લીધું. પીએચ.ડી.ની ઉપાધિ ન્યૂયૉર્કની રૉચેસ્ટર યુનિવર્સિટીમાંથી મેળવી. પરમાણુ-ઊર્જા વિભાગના સંશોધન-ફેલો (1950-53), રૉચેસ્ટર…
વધુ વાંચો >પાઉલીનો અપવર્જનનો નિયમ (Pauli’s exclusion principle)
પાઉલીનો અપવર્જનનો નિયમ (Pauli’s exclusion principle) : ‘એક જ ક્વૉન્ટમ-અવસ્થા(state)માં બે ઇલેક્ટ્રૉન અસ્તિત્વ ધરાવી શકે નહિ’, – એવું દર્શાવતો પાઉલી નામના વિજ્ઞાનીએ આપેલો નિયમ. આમ પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રૉનના બધા જ ક્વૉન્ટમ-અંક (number) – n, l, ml અને ms – એકસરખા હોઈ શકે નહિ. અર્થાત્ કોઈ પણ બે ઇલેક્ટ્રૉન…
વધુ વાંચો >પાઉલી વુલ્ફગૅંગ (Pauli Wolfgang)
પાઉલી, વુલ્ફગૅંગ (Pauli Wolfgang) (જ. 25 એપ્રિલ 1900, વિયેના; અ. 15 ડિસેમ્બર 1958, ઝુરિચ) : પાઉલી અપવર્જન (બાકાતી) સિદ્ધાંત(Pauli Exclusion Principle)ની શોધ માટે 1945ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા. 20 વર્ષની નાની વયે વિશ્વકોશ માટે સાપેક્ષવાદના સિદ્ધાંત (theory of relativity) ઉપર 200 પાનનો વ્યાપ્તિલેખ લખ્યો હતો. 1923માં હૅમબર્ગની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા…
વધુ વાંચો >પાઠક પી. ડી.; ડૉ. પાઠક તારો (પાઠક પુષ્કરરાય દલપતરાય)
પાઠક, પી. ડી.; ડૉ. પાઠક તારો (પાઠક, પુષ્કરરાય દલપતરાય) (જ. 16 એપ્રિલ 1916, ભરૂચ) : ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભૌતિકવિજ્ઞાની. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વડોદરા ખાતે લીધેલું. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી સંશોધન દ્વારા એમ. એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1937થી 1946 સુધી મ. સ. યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં શૈક્ષણિક સેવાઓ આપી.…
વધુ વાંચો >પાતળું સ્તર (પડ) (thin film)
પાતળું સ્તર (પડ) (thin film) : કાચ, સિરામિક, અર્ધવાહક કે અન્ય યોગ્ય પદાર્થના આધાર (substrate) ઉપર નિર્વાત-બાષ્પીભવન (vacuum evaporation), કણક્ષેપન (sputtering) કે અન્ય પદ્ધતિ દ્વારા કોઈ યોગ્ય પદાર્થના અણુઓ કે પરમાણુઓનું સૂક્ષ્મ જાડાઈ ધરાવતું પડ. આ પાતળા સ્તરની જાડાઈ આણ્વિક અથવા પારમાણ્વિક ક્રમની હોય છે અને તે સામાન્ય રીતે ઍંગસ્ટ્રૉમ…
વધુ વાંચો >પારગમ્ય અને અર્ધપારગમ્ય પડદા
પારગમ્ય અને અર્ધપારગમ્ય પડદા : દ્રાવણમાં રહેલા ઘન કણો સિવાયના પ્રવાહીને પસાર થવા દે તે પારગમ્ય અને પરાસરણ (osmosis) વિધિમાં દ્રાવક જેવા બારીક અણુઓને પસાર થવા દે, પણ મોટા દ્રાવ્ય અણુઓને પસાર ન થવા દે તે અર્ધપારગમ્ય પડદા. અર્ધપારગમ્ય પડદા છિદ્રાળુ પાત્ર કે તારની જાળી ઉપર સેલ્યુલોઝ જેવા પદાર્થની ફિલ્મ…
વધુ વાંચો >પારિસી જ્યૉર્જ્યો (Parisi, Giorgio)
પારિસી જ્યૉર્જ્યો (Parisi, Giorgio) (જ. 4 ઑગસ્ટ 1948, રોમ, ઇટાલી) : પરમાણુઓથી ગ્રહો સુધીના પરિમાણની ભૌતિક પ્રણાલીઓમાં અવ્યવસ્થા અને ઉચ્ચાવચ(વધઘટ)ની પરસ્પર ક્રિયાની શોધ માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ સ્યુકુશે માનાબે તથા ક્લૉસ હૅસલમૅનને પૃથ્વીના હવામાન તથા વધતા જતા ઉષ્ણતામાનને લગતી…
વધુ વાંચો >પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence)
પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence) : પૃથ્વી સિવાય અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિનું સંભવત: અસ્તિત્વ. પૃથ્વી ઉપર માણસ, પશુ-પંખીઓ, વનસ્પતિ સહિતની જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, પણ અન્ય ગ્રહ ઉપર આવી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હોય એવી કોઈ પ્રતીતિ થઈ નથી કે કોઈ ચોક્કસ પ્રમાણ મળ્યું નથી. તે છતાં, કોઈ અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિની…
વધુ વાંચો >પાશ્ચન-બેક અસર
પાશ્ચન-બેક અસર : ઇલેક્ટ્રૉનના કોણીય અને પ્રચક્રણ વડે વેગમાનના સદિશોની પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, ચુંબકીય ક્ષેત્રની દિશાને અનુલક્ષીને શક્ય એવી જુદી જુદી દિશાઓ ધારણ કરવાની ઘટના. પાશ્ચન અને બેક નામના વૈજ્ઞાનિકોએ 1912માં પ્રાયોગિક રીતે દર્શાવ્યું કે નબળા ચુંબકીય ક્ષેત્રમાં ઝીમન વર્ણપટની ગમે તે બહુમુખી ભાત (multiplet pattern) હોય, પરંતુ ચુંબકીય…
વધુ વાંચો >પાસ્કલનો નિયમ (Pascal’s Law)
પાસ્કલનો નિયમ (Pascal’s Law) : ભૌતિકવિજ્ઞાનનો એક નિયમ, જે દર્શાવે છે કે કોઈ બંધ પાત્રમાં રહેલ પ્રવાહી (confined fluid) ઉપર બાહ્ય દબાણ લગાડવામાં આવે તો બધી દિશાઓમાં એકસમાન રીતે દબાણનું પ્રેષણ (transmit) થાય છે. આમ બંધ પાત્રમાં રહેલા પ્રવાહી ઉપર લગાડવામાં આવેલું બાહ્ય દબાણ એકસરખી તીવ્રતાથી પ્રવાહીમાં પ્રસારિત થાય છે…
વધુ વાંચો >