Physics
ધ્રુવીકરણ
ધ્રુવીકરણ (વૈદ્યુત) (polarisation-electric) : પરાવૈદ્યુત (અવાહક) (dielectric) પદાર્થના દ્વિધ્રુવની વિદ્યુતક્ષેત્રને સમાંતર બનવાની ઘટના. માઇકલ ફૅરેડેએ પ્રાયોગિક રીતે સિદ્ધ કર્યું કે સમાંતર પ્લેટ-સંગ્રાહકની બે પ્લેટ વચ્ચેના અવકાશમાં જ્યારે પરાવૈદ્યુત પદાર્થ મૂકવામાં આવે છે ત્યારે તેના વિદ્યુત-ધ્રુવીકરણને કારણે સંગ્રાહકની ધારિતામાં ઘણો વધારો થાય છે. સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રૉન હોવાને કારણે વિદ્યુતક્ષેત્રની હાજરીમાં વિદ્યુતપ્રવાહવહનની…
વધુ વાંચો >ધ્વનિ
ધ્વનિ (sound) : સામાન્ય રીતે કાન દ્વારા સાંભળી શકાય તે આવૃત્તિ અને તીવ્રતાથી સ્થિતિસ્થાપક દ્રવ્ય (material) માધ્યમમાં થતું કંપન; વ્યાપક અર્થમાં સ્થિતિસ્થાપક માધ્યમની સંતુલિત અવસ્થામાં થતો યાંત્રિક વિક્ષોભ. ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થને સ્પર્શ કરવાથી પદાર્થની આ દોલનસ્થિતિનો અનુભવ કરી શકાય છે. પદાર્થનાં દોલન મંદ પડતાં ધ્વનિની તીવ્રતા પણ મંદ પડે…
વધુ વાંચો >નર્ન્સ્ટ, વાલ્થેર હૅરમાન
નર્ન્સ્ટ, વાલ્થેર હૅરમાન (જ. 25 જૂન 1864, બ્રિસેન, જર્મની; અ. 18 નવેમ્બર 1941, મસ્કાઉ, જર્મની) : ભૌતિક રસાયણશાસ્ત્રના સ્થાપકો પૈકીના એક વૈજ્ઞાનિક. સનદી અધિકારીના પુત્ર. ઝુરિક, ગ્રાઝ (ઑસ્ટ્રિયા), વુર્ઝબર્ગ અને બર્લિન ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ 1887માં તેઓ ઓસ્વાલ્ડના સહાયક તરીકે જોડાયા. 1895માં ગોટિન્જન અને 1905માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિક રસાયણના…
વધુ વાંચો >નાકામુરા, શૂજી
નાકામુરા, શૂજી (Nakamura, Shuji) (જ. 22 મે 1954, ઈકાતા, એહિમ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા ડાયૉડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઈસામુ આકાસાકી તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. નાકામુરાએ જાપાનમાં આવેલી યુનિવર્સિટી ઑવ્ ટોકુશિમામાંથી 1977માં ઇલેક્ટ્રૉનિક ઇજનેરીમાં સ્નાતકની પદવી પ્રાપ્ત…
વધુ વાંચો >નામ્બુ, યોઇચિરો
નામ્બુ, યોઇચિરો (Nambu, Yoichiro) [જ. 18 જાન્યુઆરી 1921, ફુકુઈ પ્રિફેક્ચર (Fukui Prefecture); અ. 5 જુલાઈ 2015, ઓસાકા] : જન્મે જાપાની અને અમેરિકન નાગરિકત્વ ધરાવતા સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2008ના નોબેલ પુરસ્કારના વિજેતા. ફુકુઈ શહેરનાં ફુજિશિમા (Fujishima) હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ટોકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં દાખલ થઈને ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1942માં બી.એસ.…
વધુ વાંચો >નાયક (ડૉ.) યશવંતરાય ગુલાબરાય
નાયક, (ડૉ.) યશવંતરાય ગુલાબરાય (જ. 6 જુલાઈ 1906, દાંડી, જિ. નવસારી; અ. 29 મે 1976, સૂરત) : ગુજરાતના અગ્રણી ભૌતિકશાસ્ત્રી તથા ભૌતિકશાસ્ત્રના અગ્રગણ્ય પ્રાધ્યાપક, સંશોધનકાર. પિતાશ્રી ગુલાબરાય પ્રાથમિક શિક્ષક હતા. વતન વલસાડ તાલુકાનું વેગામ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નવસારીમાં. 1925માં વડોદરાની સાયન્સ કૉલેજમાં જોડાઈ, ભૌતિકશાસ્ત્રના મુખ્ય વિષય સાથે, 1929માં પ્રથમ…
વધુ વાંચો >નિકોલ પ્રિઝમ
નિકોલ પ્રિઝમ : કૅલ્શાઈટ(CaCo3)ના દ્વિવક્રીકારક સ્ફટિકમાં ઉદ્ભવતાં બે વક્રીભૂત તથા ધ્રુવીભૂત કિરણોમાંથી 1 સામાન્ય અને 2 અસામાન્ય કિરણમાંથી, સામાન્ય કિરણનો લોપ કરીને તૈયાર કરવામાં આવતો એક વિશિષ્ટ પ્રકારનો સ્ફટિક. આને માટેની રીતનું સૂચન વિલિયમ નિકોલ નામના વૈજ્ઞાનિકે 1828માં કર્યું હતું; તેથી સુધારા-વધારા સાથેના આવા વિશિષ્ટ સ્ફટિકને, તેના નામ ઉપરથી, નિકોલ…
વધુ વાંચો >નિક્સી ટ્યૂબ
નિક્સી ટ્યૂબ : અંકદર્શક તરીકે ઉપયોગ કરી શકાય તે માટે બનાવવામાં આવેલી ખાસ પ્રકારની નિર્વાત નળી (vacuum tube). પારદર્શક કાચની નળીમાં એક ધનાગ્ર (anode) અને શૂન્યથી નવ અંક દર્શાવતા જુદા જુદા દસ ઋણાગ્રો (cathodes) હોય છે. ઋણાગ્રો પાતળા તારમાંથી અંગ્રેજી આંકડા (1,2,……….. વગેરે) અને અક્ષરો(A,B,C,………… વગેરે)ના આકારમાં બનાવેલા હોય છે.…
વધુ વાંચો >નિમ્ન તાપમાન
નિમ્ન તાપમાન : જુઓ, નિમ્નતાપિકી
વધુ વાંચો >નિમ્નતાપિકી
નિમ્નતાપિકી નિમ્નતાપિકી (Cryogenics) (ગ્રીક Kryos = અત્યંત ઠંડું) : અત્યંત નીચાં તાપમાનો મેળવવાનું, તેમને જાળવી રાખવાનું અને આ તાપમાનોએ દ્રવ્યના ગુણધર્મોના અભ્યાસ અંગેનું વિજ્ઞાન. સામાન્ય રીતે 120 K(કૅલ્વિન)થી લગભગ નિરપેક્ષ શૂન્ય (0K = –273.15° સે.) સુધીના તાપમાનની સીમાને નિમ્નતાપિકી વિસ્તાર તરીકે ગણવામાં આવે છે; કારણ કે આ સીમામાં મિથેન, ઑક્સિજન,…
વધુ વાંચો >