Physics
તુલા
તુલા (balance) : પદાર્થનું વજન કરવા અથવા બે પદાર્થોનાં દ્રવ્યમાન સરખાવવા માટે વપરાતું સાધન. સરખી દાંડીવાળી તુલાનો પ્રથમ ઉપયોગ ઈ. સ. પૂર્વે 5000માં ઇજિપ્તના લોકોએ કરેલો. જૂના વખતની તુલામાં દાંડીની મધ્યમાં આધારબિંદુ (fulcrum) રાખવામાં આવતું જ્યારે બન્ને છેડે પદાર્થ તથા વજન મૂકવા માટેનાં સરખા વજનનાં પલ્લાં દોરીથી લટકાવવામાં આવતાં. જિસસ…
વધુ વાંચો >તુંગુસ્કા ઘટના
તુંગુસ્કા ઘટના (Tunguska event) : 1908ના જૂન મહિનાની 30મી તારીખે સવારે લગભગ 7-40 વાગ્યે (સ્થાનિક સમય) હવામાં થયેલા પ્રચંડ વિસ્ફોટને લીધે રશિયાના મધ્ય સાઈબીરિયા (60° 55´ ઉત્તર, 101° 57´ પૂર્વ)માં પોડકામેન્નાયા તુંગુસ્કા નદીની નજીકનાં આશરે 2,000 ચોકિમી. વિસ્તારમાં ચીડ વૃક્ષોનું વન જમીનદોસ્ત થઈ ગયું તે ઘટના. આ વિસ્ફોટની શક્તિ લગભગ…
વધુ વાંચો >તેજકવચ
તેજકવચ (photosphere) : સૂર્યની ફરતે ર્દશ્યમાન સપાટી. વાસ્તવમાં તેજકવચ કોઈ નક્કર સપાટી નથી, પરંતુ 300 કિ. મી. જાડાઈનો ઘટ્ટ વાયુનો સ્તર છે, જેના તળિયાનું તાપમાન 9000° સે. છે અને ટોચનું તાપમાન 4,300° સે. છે, જ્યાં એ રંગકવચ (chromosphere) સાથે ભળી જાય છે. પૃથ્વી પર મળતો સૂર્યનો લગભગ બધો જ પ્રકાશ…
વધુ વાંચો >તેજમંડળ
તેજમંડળ (halo) : પદાર્થની ફરતે પ્રકાશ વડે રચાતું પ્રદીપ્ત વલય કે તકતી. કોઈક વખત ચંદ્ર કે સૂર્યની ફરતે, ફિક્કા પ્રકાશના વલય રૂપે જોવા મળતી આ એક કુદરતી ઘટના છે. આવું તેજમંડળ સામાન્ય રીતે શિયાળામાં જોવા મળે છે. પૃથ્વીના વાતાવરણમાં રહેલા બરફના સૂક્ષ્મ સ્ફટિકો દ્વારા પ્રકાશનું વક્રીભવન થવાથી આવું વલય કે…
વધુ વાંચો >તેજાવરણ
તેજાવરણ (corona) : સૂર્યનું સૌથી બહારનું વાતાવરણ. તેજાવરણ ગરમ આયનિત વાયુ અથવા પ્લાઝ્માનું બનેલું હોય છે, જેનું તાપમાન લગભગ 2000,000 (વીસ લાખ) કૅલ્વિન હોય છે, જ્યારે ઘનતા અત્યંત ઓછી હોય છે. તેજાવરણનો વિસ્તાર સૂર્યની સપાટી–તેજકવચથી 13 લાખ કિમી. અથવા તેથી પણ વધારે હોય છે. તેજાવરણની કોઈ સ્પષ્ટ સીમાઓ નથી હોતી,…
વધુ વાંચો >ત્રિકબિન્દુ
ત્રિકબિન્દુ (triple point) : પદાર્થના દબાણ (P) વિરુદ્ધ તાપમાન(T)ના આલેખ ઉપર આવેલું એવું બિન્દુ, જ્યાં પદાર્થનાં ત્રણેય સ્વરૂપો — ઘન, પ્રવાહી અને વાયુ — એકબીજા સાથે સમતોલનમાં હોય. પદાર્થની અવસ્થા તાપમાન અને દબાણ ઉપર આધારિત હોય છે. અમુક દબાણ અને તાપમાને જે પદાર્થ ઘન અવસ્થામાં હોય છે, તે જ પદાર્થ…
વધુ વાંચો >ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર
ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર (prismatic compass) : ભૂસ્તરીય તેમજ ભૌગોલિક સર્વેક્ષણ – ક્ષેત્રીય અભ્યાસકાર્ય માટે ઉપયોગમાં લેવાતું સાધન. આ સાધનથી દિશા અને દિશાકોણ જાણી શકાય છે. ક્ષેત્રમાં પોતાના સ્થાનનું બિંદુ નકશામાં મૂકી આપવા માટે દિશાકોણનો વિશેષે કરીને ઉપયોગ થાય છે. એ રીતે જોતાં તે સાદા હોકાયંત્રનું સુધારા-વધારાવાળું સ્વરૂપ ગણાય. આ સાધન…
વધુ વાંચો >ત્સુઈ ડેનિયલ ચી.
ત્સુઈ, ડેનિયલ ચી. (Tsui, Daniel C.) (જ. 28 ફેબ્રુઆરી 1939, ફૅન વિલેજ, હેનાન, ચાઈના) : અપૂર્ણાંક વિદ્યુતભારિત ઉત્તેજનો ધરાવતા ક્વૉન્ટમ પ્રવાહીના નવા સ્વરૂપની શોધ માટે 1998નો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કાર સંયુક્ત રીતે ડેનિયલ ચી. ત્સુઈ, રૉબર્ટ લાફલિન તથા હોર્સ્ટ સ્ટ્રોમરને એનાયત થયો હતો. ત્સુઈનો જન્મ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હેનાન(ચાઇના)ના…
વધુ વાંચો >થરમૉમીટર
થરમૉમીટર : વાયુ, પ્રવાહી કે ઘન પદાર્થનું તાપમાન માપવાનું ઉપકરણ. પદાર્થનું તાપમાન બદલાતાં તે પદાર્થના માપી શકાય તેવા કોઈ ભૌતિક ગુણધર્મ(characteristics)માં ફેરફાર થાય છે એ હકીકત પર થરમૉમીટર કાર્ય કરે છે. પ્રવાહીનું કદ, ઘન પદાર્થની લંબાઈ, પદાર્થનો અવરોધ વગેરે તાપમાન સાથે બદલાતા ગુણધર્મો છે. તાપમાનનું માપન ખૂબ જ લાંબી અવધિ(range)માં…
વધુ વાંચો >થરમૉસ
થરમૉસ : લાંબા સમય સુધી પ્રવાહીને ગરમ કે ઠંડું રાખનાર પાત્ર. તેને ડ્યૂઅર પાત્ર અથવા નિર્વાતપાત્ર (vacuum flask) પણ કહે છે. તેની શોધ અંગ્રેજ રસાયણવિજ્ઞાની સર જેમ્સ ડ્યૂઅરે 1892માં કરી હતી. સામાન્ય રીતે થરમૉસ ફ્લાસ્ક સાંકડા કે પહોળા નળાકાર સ્વરૂપમાં હોય છે. ફ્લાસ્કના બહારના ખોખાની અંદરના ભાગમાં એકની અંદર બીજી…
વધુ વાંચો >