તારાસમુદાય 1 અને 2 : વય અને સ્થાન પ્રમાણે પાડવામાં આવેલા તારાના, બે વિભાગો, તારાઓને તેમનાં વય અન સ્થાન પ્રમાણે જુદા જુદા સમુદાયમાં વહેંચવામાં આવે છે. તારાઓના બે મુખ્ય સમુદાય છે :

સમુદાય 1 : આમાં મુખ્યત્વે નવા તારાઓ જે તારાવિશ્વના તળમાં આવેલા છે તેમનો સમાવેશ થાય છે.

સમુદાય 2 : આમાં જૂના તારાઓ જે સમગ્ર તારાવિશ્વમાં ફેલાયેલા છે તેમનો સમાવેશ થાય છે. આ તારાઓ તારાવિશ્વની નાભિ આગળ તેમ જ દૂરના પ્રભામંડળ સુધી ફેલાયેલા છે.

ખગોળશાસ્ત્રી વૉલ્ટર બાડે તારાવિશ્વની જુદી જુદી છબીની મદદથી તારા સમુદાયનો સૌપ્રથમ ખ્યાલ આપ્યો હતો. 1957માં એલાન સાન્ડેજે વિશ્વની ઉત્ક્રાંતિના સંદર્ભમાં તારાસમુદાયોની વહેંચણીનું સમર્થન કર્યું.

તારાસમુદાય 1માં ધાતુતત્વનું પ્રમાણ તારાસમુદાય 2 કરતાં વધારે જોવા મળે છે.

દીપક ભદ્રશંકર વૈદ્ય