Physics

ટ્રાન્ઝિટ ઉપગ્રહો

ટ્રાન્ઝિટ ઉપગ્રહો : અમેરિકાની નૌનયન (navigation) ઉપગ્રહ નામની શ્રેણીનો ઉપગ્રહ. પ્રથમ ટ્રાન્ઝિટ ઉપગ્રહ 13 એપ્રિલ, 1960ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો. ત્યારપછી બીજા ઘણા ટ્રાન્ઝિટ ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મૂકવામાં આવ્યા. આ શ્રેણીના બધા ઉપગ્રહ લગભગ 1100 કિમી.ની ઊંચાઈએ ધ્રુવીય વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હતા. દરેક ટ્રાન્ઝિટ ઉપગ્રહ દ્વારા દર બે…

વધુ વાંચો >

ટ્રાન્ઝિસ્ટર

ટ્રાન્ઝિસ્ટર : ઘન અવસ્થા ઇલેક્ટ્રૉનિક્સ(soild state electronics)નું એક ઉપકરણ જેના દ્વારા ઇલેક્ટ્રૉનિક્સની બધી જ પ્રક્રિયાઓ શક્ય  બને છે. ટ્રાન્ઝિસ્ટરના અમુક ભાગમાં અવરોધ (resistance) ઘટી જતો હોઈ અને બીજા ભાગમાં વધી જતો હોવાથી અવરોધના મૂલ્યનું પરિવર્તન થાય છે. તેથી તેનું નામ ‘transfer + resistor’ ઉપરથી ‘transistor’ આપવામાં આવેલું છે. અવરોધના મૂલ્યમાં…

વધુ વાંચો >

ટ્રાન્સફૉર્મર

ટ્રાન્સફૉર્મર : ચુંબકીય યુગ્મન(coupling) દ્વારા એકથી બીજા પ્રત્યાવર્તી વિદ્યુતપ્રવાહપરિપથમાં વિદ્યુત-ઊર્જા સ્થાનાંતરિત કરવા માટે વિદ્યુતસ્થિર ઘટક. સામાન્ય રીતે તેમાં વિદ્યુતરોધક(insulated) વાહક દ્રવ્યનાં બે કે વધુ આંટાના ગૂંચળાનો સમાવેશ થાય છે. તેમાં એવી ગોઠવણ કરવામાં આવે છે કે એક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય અભિવાહ (flux) બીજા આંટાઓ સાથે પણ સંકળાય છે. એટલે…

વધુ વાંચો >

ટ્રાયાએક

ટ્રાયાએક (triac) : અર્ધવાહક ઇલેક્ટ્રૉનિક્સમાં થાઇરિસ્ટર જૂથની (થાઇરિસ્ટર = થાયરેટ્રૉન ટ્યૂબ જેવી લાક્ષણિકતાવાળી અર્ધવાહક રચનાઓનું જૂથ) ટ્રાન્ઝિસ્ટરને સમતુલ્ય એક રચના. Tri = Transistor અને A. C. = એ.સી. પરિપથના સંયોજન ઉપરથી Triac (ટ્રાયાએક અથવા ટ્રાયેક) શબ્દ રચાયો છે. આકૃતિ 1(a)માં દર્શાવ્યા પ્રમાણે ટ્રાયાએકની રચનામાં અર્ધવાહકના ચાર સ્તરો (P1 – N2…

વધુ વાંચો >

ટ્રેસર–પ્રવિધિ

ટ્રેસર–પ્રવિધિ : સહેલાઈથી પારખી શકાય તેવા સ્થિર (stable) અથવા વિકિરણધર્મી (radioactive) સમસ્થાનિકોને તત્વ કે સંયોજન રૂપે રાસાયણિક, જૈવવૈજ્ઞાનિક, ભૌતિક, ભૂસ્તરશાસ્ત્રીય કે અન્ય પ્રણાલીમાં કોઈ કસોટી કે પ્રયોગ માટે દાખલ કરી તે સમસ્થાનિકને પારખીને તે પ્રણાલીનો અભ્યાસ કરવાની પ્રવિધિ. સમસ્થાનિકોનો ટ્રેસરપ્રવિધિમાં અભ્યાસ 1930 પછી શરૂ થયો. ટ્રેસર તરીકે વપરાતા સમસ્થાનિક પદાર્થના…

વધુ વાંચો >

ટ્રોજન લઘુગ્રહો

ટ્રોજન લઘુગ્રહો (trojan asteroids) : ગુરુની કક્ષામાં આવેલા, લઘુગ્રહો. તેનાં બે જૂથ છે. આ પૈકીનું એક જૂથ ગુરુની આગળ અને બીજું એટલા જ અંતરે, એટલે કે 60o, પાછળ રહીને ગુરુની સાથે સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. લઘુગ્રહનાં આ બંને જૂથ જે સ્થાન પર આવેલાં છે તેમને ‘લગ્રાન્જ બિંદુઓ’ કહે છે.…

વધુ વાંચો >

ઠારણ પદ્ધતિઓ

ઠારણ પદ્ધતિઓ : નીચા તાપમાનવાળી સપાટીની સાથે સંતૃપ્ત વરાળ સંપર્કમાં આવે ત્યારે ઠારણ ઉદ્ભવે છે. ઠારક એક અગત્યનું અને બહોળા વપરાશવાળું ઉષ્મા-વિનિમાયક (exchanger) છે. તેમાં અનન્ય લક્ષણવાળી ઉષ્મા-પારેષણની યંત્રરચના અસ્તિત્વ ધરાવે છે. વરાળના સંતૃપ્ત તાપમાન કરતાં ઓછા તાપમાનવાળી સપાટી ઉપર જો વરાળ અથડાય તો તેનું તાત્કાલિક ઠારણ થાય છે. બે…

વધુ વાંચો >

ઠારબિંદુ

ઠારબિંદુ (freezing point) : જે તાપમાને પ્રવાહીનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે તાપમાન. શુદ્ધ પ્રવાહી માટે તેનું મૂલ્ય ગલનબિંદુ (melting point) જેટલું હોય છે. પાણીમાં અશુદ્ધિ ભેળવતાં ઠારબિંદુ નીચું ઊતરે છે. આ જ કારણે શિયાળામાં રસ્તા ઉપર જામેલો બરફ દૂર કરવા માટે રસ્તા ઉપર મીઠું છાંટવામાં આવે છે. એરચ…

વધુ વાંચો >

‘ડબલ્યૂ’ કણ

‘ડબલ્યૂ’ કણ : નિર્બળ ન્યૂક્લિય બળોનું સંચરણ કરતા માનવામાં આવેલા એટલે કે અમુક પ્રકારના પારમાણ્વિકન્યૂક્લિયસમાં રેડિયોઍક્ટિવ ક્ષય(decay)નું સંચાલન કરતાં વિચારવામાં આવેલા અવપારમાણ્વિક (subatomic) કણોના વર્ગમાંનો એક કણ. તેને ન્યૂક્લિયસમાં રેડિયોઍક્ટિવ ક્ષયનું સંચાલન કરતો ગણવામાં આવેલ છે. તેને  મંદ બોઝૉન કે W મેસૉન પણ કહે છે. બોઝૉન એટલે શૂન્ય કે પૂર્ણાંક…

વધુ વાંચો >

ડબાય, પીટર જોસેફ વિલિયમ

ડબાય, પીટર જોસેફ વિલિયમ (ડચ નામ : પેત્રોસ જૉસેફ્સ વિલહેલમસ ડે બીયે) (જ. 24 માર્ચ 1884, મૅસેટ્રીચ્ટ, નેધરલૅન્ડ્ઝ; અ. 2 નવેમ્બર 1966, ઇથાકા, ન્યૂયૉર્ક) : ભૌતિકરસાયણશાસ્ત્રી (physical-chemist), જેમને ‘ડાયપોલ મોમેન્ટ’, X–કિરણો તથા વાયુમાં પ્રકાશના પ્રકીર્ણન(scattering)ના સંશોધન માટે 1936માં રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. માસ્ટ્રીખ્ટ (હોલૅન્ડ)ની સ્થાનિક પ્રાથમિક…

વધુ વાંચો >