ઠારબિંદુ (freezing point) : જે તાપમાને પ્રવાહીનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે તાપમાન. શુદ્ધ પ્રવાહી માટે તેનું મૂલ્ય ગલનબિંદુ (melting point) જેટલું હોય છે. પાણીમાં અશુદ્ધિ ભેળવતાં ઠારબિંદુ નીચું ઊતરે છે. આ જ કારણે શિયાળામાં રસ્તા ઉપર જામેલો બરફ દૂર કરવા માટે રસ્તા ઉપર મીઠું છાંટવામાં આવે છે.

એરચ મા. બલસારા