Physics

ક્રોનિન જેમ્સ વૉટસન

ક્રોનિન, જેમ્સ વૉટસન (Cronin, James Watson) (જ. 29 સપ્ટેમ્બર 1931, શિકાગો, ઇલિનૉઇ, અ. 25 ઑગસ્ટ 2016, સેન્ટપૉલ, મિનેસોટા, યુ. એસ. એ.) : અમેરિકન ભૌતિકશાસ્ત્રી. નિષ્ક્રિય (neutral) k-મેસોનના ક્ષયમાં મૂળભૂત સમમિતિના સિદ્ધાંતોના ઉલ્લંઘન(violation)ની શોધ કરવા બદલ ફિચ વાલ લૉગ્સ્ડન સાથે 1980માં ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ક્રોનિન ટૅક્સાસના ડલાસની સધર્ન મેથડિસ્ટ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

ક્રોમર, હર્બર્ટ

ક્રોમર, હર્બર્ટ (Kroemer Herbert) (જ. 25 ઑગસ્ટ 1928, વાઇમન, જર્મની; અ. 8 માર્ચ 2024) : ઉચ્ચ ત્વરિત (high speed) ઑપ્ટો ઇલેક્ટ્રૉનિક્સમાં વપરાતી અર્ધવાહક વિષમ સંરચના (heterostructure) વિકસાવવા બદલ 2000ની સાલનો નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. 1952માં ગોટિંગેન યુનિવર્સિટી(જર્મની)માંથી ક્રોમરે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. અર્ધવાહકો અને અર્ધવાહક પ્રયુક્તિઓનું ભૌતિકવિજ્ઞાન અને ટૅક્નૉલૉજી…

વધુ વાંચો >

ક્લાઉઝિયસ, રૂડૉલ્ફ જુલિયસ ઇમૅન્યુઅલ

ક્લાઉઝિયસ, રૂડૉલ્ફ જુલિયસ ઇમૅન્યુઅલ (જ. 2 જાન્યુઆરી 1822, પોલેન્ડ; અ. 24 ઑગસ્ટ 1888, બોન, જર્મની) : ઉષ્માગતિશાસ્ત્ર(thermo-dynamics)ના સર્જક તરીકે ખ્યાતિ મેળવનાર ભૌતિકશાસ્ત્રી. હૉલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવીને, 1850માં ઉષ્માના સિદ્ધાંત ઉપર એક વિસ્તૃત સંશોધનલેખ પ્રસિદ્ધ કર્યો, તેમાં તત્કાલીન બહોળી સ્વીકૃતિ પામેલ ઉષ્માના કૅલરિક સિદ્ધાંત (caloric theory of heat) અનુસાર વિશ્વમાં…

વધુ વાંચો >

કલાઉડે કોહેન-તેનોડ્જી

કલાઉડે કોહેન-તેનોડ્જી (Claude Cohen-Tannoudgi) (જ. 1 એપ્રિલ 1933, કૉન્સ્ટેન્ટાઇન, અલ્જિરિયા) : પરમાણુઓને લેસર-પ્રકાશ વડે ઠંડા પાડી પાશબદ્ધ (‘ટ્રૅપ’) કરવાની પદ્ધતિ વિકસાવવા બદલ, 1997ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર, ફ્રેન્ચ નાગરિકત્વ ધરાવનાર ભૌતિક વિજ્ઞાની. પૅરિસની ઇકોલે નૉર્મેલ સુપીરિયર (Ecole Normale Superioure) ખાતેથી ડૉક્ટરલ પદવી મેળવી. 1973માં તેઓ કૉલેજ-દ-ફ્રાન્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા.…

વધુ વાંચો >

ક્લિત્ઝિંગ, ક્લાઉસ વૉન

ક્લિત્ઝિંગ, ક્લાઉસ વૉન (જ. 28 જૂન 1943, શ્રોડા, પોલૅન્ડ) : ક્વૉન્ટિત હૉલ ઘટનાના શોધક અને 1985માં નોબેલ પુરસ્કાર મેળવનારા જર્મન ભૌતિકશાસ્ત્રી. તેમણે ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state physics)માં મહત્ત્વનું સંશોધન કર્યું છે. બ્રુન્સવિકની ટૅકનિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ 1980માં મ્યૂનિકની ટૅક્નિકલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા. પુરસ્કાર મળ્યો ત્યારે તેઓ પશ્ચિમ જર્મનીમાં…

વધુ વાંચો >

ક્વાર્ક

ક્વાર્ક : અપૂર્ણાંક ધન કે ઋણ વિદ્યુતભાર ધરાવતો, દ્રવ્યનો સૂક્ષ્મતમ મૂળભૂત કણ. તેનો સમાવેશ કણભૌતિકી(particle physics)માં કરવામાં આવ્યો છે. કણભૌતિકી ભૌતિકશાસ્ત્રની એક શાખા છે, જેમાં મૂળભૂત કે પ્રાથમિક કણો (fundamental particles) તથા તેમની વચ્ચે પ્રવર્તતા બળનો અભ્યાસ કરવામાં આવે છે. 1898માં જે. જે. થૉમસન દ્વારા ઇલેક્ટ્રૉન અને 1914માં રુધરફોર્ડ દ્વારા…

વધુ વાંચો >

ક્વૉન્ટમ

ક્વૉન્ટમ : ગરમ પદાર્થ અને ઉષ્મા-વિકિરણ વચ્ચેની આંતરક્રિયામાં ઊર્જાની થતી આપલેનો વિશિષ્ટ એકમ. મૅક્સ પ્લાંક નામના વિજ્ઞાનીએ આ એકમને 1900માં પ્રસ્થાપિત કર્યો હતો. આમ ‘ક્વૉન્ટમ’ શબ્દનો ઉદય વીસમી સદીના પ્રારંભે થયો. ત્યાર બાદ ફોટો-ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપતાં વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને પ્રતિપાદિત કર્યું કે વિકિરણ-તરંગની ઊર્જા, આ વિશિષ્ટ એકમના ગુણાંકમાં જ…

વધુ વાંચો >

ક્વૉન્ટમ આંક

ક્વૉન્ટમ આંક (quantum number) : ક્વૉન્ટમવાદ અનુસાર સૂક્ષ્મકણની સ્થિતિ તેમજ ગતિ દર્શાવતી ભૌતિક રાશિનું મૂલ્ય દર્શાવતા વિશિષ્ટ એકમના પૂર્ણ ગુણાંક(integral multiple). સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion, SHM) કરતા કણની ઊર્જા અહીં ħω વિશિષ્ટ એકમ છે અને n ઊર્જા સાથે સંકળાયેલો ક્વૉન્ટમ આંક છે. અવકાશમાં ઘૂમી રહેલા કણોનું કોણીય વેગમાન…

વધુ વાંચો >

ક્વૉન્ટમ ઉષ્માયાંત્રિકી

ક્વૉન્ટમ ઉષ્માયાંત્રિકી (quantum thermodynamics) : લૅટિસ કંપનોનું ક્વૉન્ટીકરણ. બિંદુઓની આવર્તક (periodic) ગોઠવણીને લૅટિસ કહે છે અને તે એક ગણિતીય વિભાવના છે. આવર્તક ગોઠવણી ધરાવતાં બિંદુઓ ઉપર પરમાણુઓ, અણુઓ કે આયનો (વીજભારિત પરમાણુઓ કે અણુઓ) સ્થાન ગ્રહણ કરે છે ત્યારે તે લૅટિસ સ્ફટિક બને છે. આવી કણો સહિતની લૅટિસ રચના ભૌતિક…

વધુ વાંચો >

ક્વૉન્ટમ ક્રમાંકો

ક્વૉન્ટમ ક્રમાંકો : કોઈ પણ પરમાણુ અથવા અવપરમાણુ (subatomic) કણની ભૌતિક પ્રણાલીનું લક્ષણ નક્કી કરવા માટે જરૂરી પૂર્ણાંક અથવા અર્ધપૂર્ણાંક કિંમત દર્શાવતી પૃથક (discrete) સંખ્યાઓ. ક્વૉન્ટમ ક્રમાંક સામાન્યપણે ઊર્જા, દ્રવ્યવેગ, વિદ્યુતભાર, બેરિયૉન સંખ્યા, લૅપ્ટૉન સંખ્યા જેવા પૃથક ક્વૉન્ટિત (quantized) અને સંરક્ષિત (conserved) ગુણધર્મોનો નિર્દેશ કરે છે. પરમાણુઓમાં ઇલેક્ટ્રૉન નાભિ(કેન્દ્ર)થી જુદા…

વધુ વાંચો >