Physics

કાસ્ટલેર, આલ્ફ્રેડ

કાસ્ટલેર, આલ્ફ્રેડ (જ. 3 મે 1902, ગ્લુબવિલે; અ. 7 જાન્યુઆરી 1984, બાંડોલ, ફ્રાંસ) : પરમાણુમાં હર્ટ્ઝ પ્રકારના અનુનાદ(Hertzian resonance)ની શોધ તથા તેના અભ્યાસ માટેની પ્રકાશીય રીતો (optical methods) વિકસાવવા માટે 1966માં ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી. તેમની આ શોધે પરમાણુ બંધારણ ઉપર નવો પ્રકાશ પાડ્યો. તેમના સંશોધનકાર્યનાં…

વધુ વાંચો >

કાળનિર્ધારણ : જુઓ રેડિયો-ઍક્ટિવ કાલગણના

કાળનિર્ધારણ : જુઓ રેડિયો-ઍક્ટિવ કાલગણના.

વધુ વાંચો >

કાળા પદાર્થનાં વિકિરણો

કાળા પદાર્થનાં વિકિરણો (black body radiations) : આપાત થતા સમગ્ર ઉષ્મીય વિકિરણને શોષીને સંપૂર્ણ ઉત્સર્જિત કરનાર અને ભૌતિકશાસ્ત્રમાં કાળા પદાર્થ તરીકે ઓળખાતા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતું ઉષ્મીય વિકિરણ. સંપૂર્ણ કાળા પદાર્થ વડે ઉત્સર્જાતું વિકિરણ, એ કોઈ પણ પદાર્થ વડે તાપમાનને કારણે, તાપમાન પર આધારિત ઉત્સર્જાતા ઉષ્મીય વિકિરણના અભ્યાસના સાર્વત્રિક કિસ્સાનું…

વધુ વાંચો >

કિરણન

કિરણન (irradiation) : ભૌતિક વિજ્ઞાન તથા વૈદકમાં અવરક્ત (infra-red), પારજાંબલી (ultra-violet), એક્સ-કિરણો અથવા રેડિયો-ઍક્ટિવ પદાર્થમાંથી ઉત્સર્જાતાં આલ્ફા, બીટા કે ગૅમા કિરણો પ્રત્યે થતું ઉદભાસન (exposure). ઇલેક્ટ્રૉન, પ્રોટૉન અને ન્યૂટ્રૉન જેવા પરમાણ્વીય કણના પ્રચંડ પ્રતાડન(bombardment)ને પણ તે આવરી લે છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં આ વિકિરણો, સામૂહિક રીતે આયનકારક વિકિરણો (ionising radiations)…

વધુ વાંચો >

કિર્કહૉફ ગુસ્તાવ રૉબર્ટ

કિર્કહૉફ, ગુસ્તાવ રૉબર્ટ (જ. 12 માર્ચ 1824, કોનિસબર્ગ, જર્મની; અ. 17 ઑક્ટોબર 1887, બર્લિન) : જર્મન ભૌતિકશાસ્ત્રી. કોનિસબર્ગની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, પ્રથમ અવૈતનિક માનાર્હ પ્રાધ્યાપક (privat dozent) તરીકે અને ત્યારબાદ બ્રેસલાઉમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1854માં હાઇડલબર્ગની યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. અહીં 1859માં તાપદીપ્ત (incandescent) વાયુઓ ઉપર સંશોધન કરતાં,…

વધુ વાંચો >

કિર્કહૉફના નિયમો

કિર્કહૉફના નિયમો (Kirchhoff’s laws) : જટિલ રીતે જોડાયેલ વૈદ્યુત પરિપથ-‘નેટવર્ક’-નું પૃથક્કરણ કરવા માટે વપરાતા વ્યાવહારિક નિયમો પૈકીના બે નિયમો. વ્યવહારમાં, જુદા જુદા હેતુ માટે વપરાતા પરિપથમાં અવરોધ, કૅપેસિટર, ઇન્ડક્ટર વગેરે એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલાં હોય છે. તેમને માત્ર શ્રેણીનું કે સમાંતર જોડાણ ગણી શકાય નહિ અને આવા પરિપથના વિશ્લેષણ…

વધુ વાંચો >

કિલ્બી જૅક એસ.

કિલ્બી, જૅક એસ. (જ. 8 નવેમ્બર 1923, જેફરસન, યુ.એસ.; અ. 20 જૂન 2005, ડલાસ) : સંકલિત પરિપથ (integrated circuits-IC) ચિપની શોધ કરવા બદલ 2000નું નૉબેલ પારિતોષિક મેળવનાર ભૌતિકવિજ્ઞાની અને ઇલેક્ટ્રૉનિક ઇજનેર. 1950માં તેમણે પરિપથોની રચના કરવાના કાર્યની શરૂઆત કરી તે દરમિયાન એમ. એસ. ઇલેક્ટ્રિકલ ઇજનેરીની ઉપાધિ મેળવી. કિલ્બીનો ઉછેર ગ્રેટબૅન્ડ,…

વધુ વાંચો >

કુલોમેટ્રિક વિશ્લેષણ

કુલોમેટ્રિક વિશ્લેષણ : કોઈએક વિદ્યુતવિભાજ્ય પદાર્થને તેના દ્રાવણમાંથી મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો (કુલોંબમાં) માપીને પદાર્થનો જથ્થો નક્કી કરવાની વીજરાસાયણિક પદ્ધતિ. ફેરાડેના નિયમ પ્રમાણે પદાર્થના દ્રાવણમાંથી તેનો એક તુલ્યભાર મેળવવા માટે 96,487 કુલોમ્બ અથવા એક ફેરાડે વિદ્યુતભારની જરૂર પડે છે. પ્રક્રિયા માટે જરૂરી કુલોમ્બ માપી તે પરથી અનુમાપ્યનું તુલ્યપ્રમાણ…

વધુ વાંચો >

કુલોમ્બ

કુલોમ્બ : 0.001118 ગ્રામ ચાંદી અથવા 0.00014 ગ્રામ હાઇડ્રોજન મુક્ત કરવા માટે અથવા એક સેકંડ માટે એક એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવા વપરાતો વિદ્યુતનો જથ્થો અથવા 6.24 × 1018 ઇલેક્ટ્રૉન પરનો વિદ્યુતભાર. તેથી, એમ્પિયર ×  સેકંડ = કુલોમ્બ મેટ્રિક પદ્ધતિમાં વિદ્યુતના જથ્થાને સ્ટેટ કુલોમ્બ (stat coulomb) પણ કહે છે. કુલોમ્બના દશમા ભાગને…

વધુ વાંચો >

કુલોમ્બ ચાર્લ્સ ઑગસ્તિન દ

કુલોમ્બ ચાર્લ્સ ઑગસ્તિન દ (જ. 14 જૂન 1736, ફ્રાન્સ; અ. 23 ઑગસ્ટ 1806, પૅરિસ) : ચુંબકત્વ તથા વિદ્યુતક્ષેત્રના સંશોધન માટે ખૂબ જાણીતા ફ્રેંચ વિજ્ઞાની. મેઝિયરની શિક્ષણસંસ્થા ‘એકોલ દ ઝેની’માંથી 1761માં સ્નાતક થયા પછી લશ્કરી ઇજનેર તરીકે વેસ્ટ ઇન્ડિઝ તથા અન્ય ફ્રેંચ મથકોમાં 1781 સુધી સેવા આપી. સંશોધનકાર્ય માટે તે વધુ…

વધુ વાંચો >