Physics
ઓપિક, અર્નેસ્ટ જૂલિયસ
ઓપિક, અર્નેસ્ટ જૂલિયસ (જ. 23 ઑક્ટોબર 1893, કુન્દા અસ્તોનિયા, રશિયા; અ. 10 સપ્ટેમ્બર 1985, આયર્લેન્ડ, યુ. કે.) : અસ્તોનિયન આઇરિશ ખગોળશાસ્ત્રી. રશિયાની વાયવ્ય દિશાએ બાલ્ટિક સમુદ્ર તરફ આવેલું અસ્તોનિયા, જે ‘અસ્તોનિયન સોવિયેટ સોશ્યલિસ્ટ રિપબ્લિક’ (અસ્તોનિયન એસ.એસ.આર.) તરીકે ઓળખાતું હતું, તે હવે સોવિયેત સોશ્યલિસ્ટ રિપબ્લિકમાંથી છૂટું પડી સ્વતંત્ર રાષ્ટ્ર બનેલ છે.…
વધુ વાંચો >ઓપિક-ઊર્ત-વાદળ
ઓપિક-ઊર્ત-વાદળ (‘O’ Pik-Oort Cloud) : અર્નેસ્ટ જૂલિયસ ઓપિક (એસ્તોનિયન આઇરિશ ખગોળશાસ્ત્રી – 1893થી 1985) અને જાન હેન્રિક ઊર્ત (ડચ ખગોળશાસ્ત્રી, 1900) બંનેએ સંયુક્ત રીતે સ્થાપેલો ધૂમકેતુમેઘનો વાદ. આ વાદ અનુસાર સમગ્ર સૂર્યમંડળ કેન્દ્રસ્થાને હોવાનું અને તેની ફરતે આવેલા એક ગોળામાં અબજો ધૂમકેતુઓ આવેલા હોવાનું ધારવામાં આવે છે. ધૂમકેતુઓના વિશાળ સંગ્રહસ્થાન…
વધુ વાંચો >ઑપ્ટિકલ પમ્પિંગ
ઑપ્ટિકલ પમ્પિંગ : પ્રકાશ ઊર્જા વડે પરમાણુનું એક ઊર્જાસ્તરમાંથી બીજામાં સ્થાપન. પ્રકાશીય વિકિરણ (ર્દશ્ય વર્ણપટ કે તેની નજીકની પ્રકાશીય તરંગલંબાઈ) વડે, અણુ કે પરમાણુમાં જુદી જુદી ઊર્જા ધરાવતી, અમુક ક્વૉન્ટમ સ્થિતિના ઉષ્મીય સમતોલન(thermal equilibrium)માં પ્રબળ વિચલન ઉત્પન્ન કરવાની પ્રક્રિયા. ઉષ્મીય સમતોલનના T K (કેલ્વિન) તાપમાને E2 અને E1 ઊર્જાના ક્વૉન્ટમ…
વધુ વાંચો >ઑપ્ટોફોન
ઑપ્ટોફોન : અંધ વ્યક્તિ માટે, પુસ્તકો અથવા સમાચારપત્ર જેવી સામાન્ય છાપકામવાળી માહિતી અંગેની જાણકારી ધ્વનિ દ્વારા મેળવવાની સુવિધાવાળું સાધન. છાપકામની હારમાળા પરથી આ સાધનને પસાર કરતાં, ભિન્ન ભિન્ન અક્ષરોને અનુરૂપ ચોક્કસ પ્રકારની સંગીતમય સૂરાવલીની રચના (જેના એકમને સંગીતમય પ્રધાનસૂર કહે છે.) ટેલિફોનના રિસીવરમાં ઉત્પન્ન થાય છે. આમ ર્દષ્ટિ અનુભૂતિનું શ્રવણ…
વધુ વાંચો >ઓબર્થ હર્મન
ઓબર્થ હર્મન (જૂલિયસ) (જ. 25 જૂન 1894, નાગ્યસ્ઝબેન ઑસ્ટ્રિયા, હંગેરી; અ. 28 ડિસેમ્બર 1990 પશ્ચિમ જર્મની) : અર્વાચીન અંતરીક્ષયાનવિદ્યા-(astronautics)ના સ્થાપકોમાંના એક જર્મન વૈજ્ઞાનિક. સુખી તબીબના પુત્ર. ઓબર્થે ન્યૂનિકમાં આયુર્વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો, પણ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે સૈન્યમાં જોડાવાને કારણે તેમાં વિક્ષેપ પડ્યો. યુદ્ધમાં ઘાયલ થવાને કારણે અંતરીક્ષયાનવિદ્યા અંગેના સંશોધન માટેનો…
વધુ વાંચો >ઑલ-સ્કાય કૅમેરા
ઑલ-સ્કાય કૅમેરા (all-sky camera) : આકાશીય ગુંબજ અને ક્ષિતિજવર્તુળને એક જ છબીમાં આવરી લેતો કૅમેરા. આકાશ અને પૃથ્વી જ્યાં મળતાં દેખાય એ હદરેખાને આપણે ક્ષિતિજ કહીએ છીએ. ઉત્તર તરફ મોં રાખીને જમણી તરફ ઘૂમતા જઈએ તો અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને છેલ્લે ઉત્તર દિશા આવે. આ રીતે બધી જ દિશાઓને…
વધુ વાંચો >ઓલિફિન
ઓલિફિન (olefin) : આલ્કીન (alkene) સંયોજનો માટે વપરાતું જૂનું નામ. તે કાર્બન-કાર્બન દ્વિબંધયુક્ત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. આલ્કીન વર્ગનાં સંયોજનોનું સામાન્ય સૂત્ર CnH2n છે. તેમાં આવેલો દ્વિબંધ ઓલિફિનિક બંધ (olefinic bond) અથવા ઇથિલીનિક બંધ (ethylenic bond) તરીકે ઓળખાય છે. ઇથિલીન આ વર્ગનો સૌથી સાદો સભ્ય છે, તે olefiant gas (oil…
વધુ વાંચો >ઑલ્બર્સનો વિરોધાભાસ
ઑલ્બર્સનો વિરોધાભાસ (Olbers’ paradox) : રાત્રે આકાશ તેજસ્વી ન દેખાતાં અંધકારમય કેમ દેખાય છે, તે અંગે બ્રહ્માંડ-વિજ્ઞાન(cosmos)નો એક વિરોધાભાસી કોયડો. બ્રહ્માંડ અસીમ હોય અને તેમાં પ્રકાશિત તારાઓ એકસરખા અંતરે આવેલા હોય તો પ્રત્યેક ર્દષ્ટિરેખા(line of sight)નો અંત છેવટે તો તારાની સપાટીએ આવે. એટલે કે કોઈ પણ દિશામાં નજર કરીએ કે…
વધુ વાંચો >ઓવન (વિદ્યુત)
ઓવન (વિદ્યુત) : વિદ્યુતપ્રવાહની ઉષ્માજનક અસરથી કાર્ય કરતું સાધન. ઓવન બે પ્રકારની હોય છે, એક સાદી અને બીજી સ્વયંસંચાલિત. સાદી ઓવનમાં એક અથવા બે ઉષ્માજનક એલિમેન્ટ, કૉઇલના રૂપમાં ગોઠવેલી હોય છે. આ એલિમેન્ટ નાઇક્રોમ તારમાંથી ગૂંચળાના રૂપમાં બનાવેલ હોય છે. એક કૉઇલવાળી ઓવનમાં રોટરી સ્વિચની મદદથી બંને કૉઇલનું શ્રેણીમાં જોડાણ…
વધુ વાંચો >ઓર્સ્ટેડ હેન્સ ક્રિશ્ચિયન
ઓર્સ્ટેડ હેન્સ ક્રિશ્ચિયન (જ. 14 ઑગસ્ટ 1777, રુડકોલિંગ, ડેન્માર્ક; અ. 9 માર્ચ 1851, કૉપનહેગન) : ડેનિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી. તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ચુંબકીય સોયનું વિચલન (deflection) કરી શકે છે એની શોધ તેમણે કરી. આ ઘટનાનું મહત્વ ઝડપથી સ્વીકૃતિ પામ્યું, જેથી વીજચુંબકીયવાદ(electro-magnetic theory)ના વિકાસને પ્રેરણા મળી. 1806માં ઓર્સ્ટેડ કૉપનહેગન યુનિવર્સિટીમાં પ્રૉફેસર…
વધુ વાંચો >