Physics
એક્ઝોસ્ફિયર
એક્ઝોસ્ફિયર (exosphere) : આયનમંડળના F2 સ્તરની ઉપર અને પૃથ્વીની સપાટીથી આશરે 600થી 1,000 કિમી. ઊંચાઈ વચ્ચે સમાન તાપમાને તટસ્થ વાયુઓ ધરાવતો આવરણનો વિસ્તાર. તેમાં હવાનું ઘનત્વ એટલું બધું ઘટી જાય છે કે તેના વાયુકણોનો સરેરાશ મુક્ત-પથ (mean-free-path), તે વિસ્તારની સ્કેલઊંચાઈ H = 100 કિમી. જેટલો થઈ જાય છે. સ્તરની સ્કેલઊંચાઈ…
વધુ વાંચો >ઍક્ટિનૉમિટર
ઍક્ટિનૉમિટર (actinometer) : સૂર્યમાંથી કે કૃત્રિમ પ્રકાશસ્રોતમાંથી આવી રહેલાં વિદ્યુતચુંબકીય વિકિરણની રાસાયણિક ફેરફાર પેદા કરવાની શક્તિ માપવા માટેનું એક સાધન. આવી શક્તિને પ્રકાશરસોત્ક્રિય ગુણધર્મ (actinic property) કહે છે. પ્રકાશરસોત્ક્રિય વિકિરણની મર્યાદા અલ્ટ્રાવાયોલેટથી ઇન્ફ્રારેડ સુધીની છે. ઍક્ટિનૉમિટરનો મુખ્ય ઉપયોગ ફોટોગ્રાફીમાં પ્રકાશની તીવ્રતા માપવા માટે કરવામાં આવે છે. તેથી તેને લાઇટમિટર કે…
વધુ વાંચો >એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો
એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો (X and γ-ray bursters) : અવકાશીય સંશોધનની ફલશ્રુતિરૂપ 1971ની આસપાસ શોધાયેલા વિસ્ફોટ કરતા અવકાશી પદાર્થો. અવારનવાર થોડીક ક્ષણો માટે તેમનો વિસ્ફોટ થતાં એક્સ તથા ગૅમા-કિરણો રૂપે પ્રચંડ ઊર્જાનું ઉત્સર્જન થતું હોય છે. તે ઉત્સર્જન સૂર્યમાંથી મળતા આ પ્રકારના ઉત્સર્જન કરતાં લાખોગણું પ્રબળ હોય છે. જોડિયા તારાની…
વધુ વાંચો >એક્સ-કિરણચિત્રણ
એક્સ-કિરણચિત્રણ (radiography) : X-તેમજ γ-કિરણો વડે પદાર્થની છાયાકૃતિ (photo-shadowgraph) મેળવવાની રીત. 1855માં વિજ્ઞાની રૉંટગને X-કિરણોની શોધ કરી ત્યારથી વૈજ્ઞાનિક, વૈદકીય અને ઔદ્યોગિક ક્ષેત્રે તેના વિવિધ ઉપયોગ પ્રચલિત બન્યા છે. પિસ્તોલ તથા પોતાની પત્નીના હાથનો સૌપ્રથમ રેડિયોગ્રાફ મેળવવાનું શ્રેય રૉંટગનને પોતાને ફાળે જાય છે. X-કિરણોના ઉત્પાદન માટે કૂલીજનળી તથા પ્રબળ X-કિરણ…
વધુ વાંચો >એક્સ-રે સ્પેક્ટ્રૉસ્કોપી
એક્સ-રે સ્પેક્ટ્રૉસ્કોપી : સ્ફટિકના સમતલના પરમાણુઓ વડે એક્સ-કિરણોનું વિવર્તન (diffraction) થતાં, સ્ફટિકની આંતરરચના વિશે માહિતી આપતું શાસ્ત્ર. તેની મદદથી સ્ફટિક પદાર્થો, પ્રવાહીઓ, અસ્ફટિકમય પદાર્થો તથા મોટા પરમાણુઓની પરમાણુરચના તેમજ સ્થિતિ વિશે પણ જાણકારી પ્રાપ્ત થાય છે. સ્ફટિકનું બંધારણ એક લાખ ભાગમાં એક ભાગ જેટલી ચોકસાઈ સુધી આંતરઆણ્વીય પરિમાણમાં જાણી શકાય…
વધુ વાંચો >ઍગોસ્ટિની, પિયર
ઍગોસ્ટિની, પિયર (Agostini, Pierre) (જ. 23 જુલાઈ 1941, ટ્યુનિસ, ટ્યુનિશિયા) : પદાર્થ(દ્રવ્ય)માં ઇલેક્ટ્રૉનની ગતિક્રિયાના અભ્યાસ માટે પ્રાયોગિક રીતે પ્રકાશના ઍટોસેકન્ડ કંપનો ઉત્પન્ન કરવા માટે 2023નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર આન લુઈલિયે તથા ફેરેન્ક ક્રાઉઝ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. પિયર ઍગોસ્ટિનીએ 1959માં ફ્રાન્સમાં આવેલા લા ફ્લેશમાં…
વધુ વાંચો >એઝાઇડ સંયોજનો
એઝાઇડ સંયોજનો (azides) : હાઇડ્રેઝોઇક ઍસિડ(HN3)ના ક્ષારો જેવા કે સોડિયમ એઝાઇડ NaN3, લેડ એઝાઇડ Pb(N3)2. ગરમ સોડામાઇડ ઉપર નાઇટ્રસ ઑક્સાઇડ પસાર કરવાથી સોડિયમ એઝાઇડ મળે છે. 2NaNH2 + N2O → NaN3 + NH3 + NaOH તેને ગરમ કરતાં તેનું સરળતાથી વિઘટન થાય છે. 2NaN3 = 2Na + 3N2 આલ્કલી એઝાઇડ…
વધુ વાંચો >ઍટમિક એનર્જી કમિશન
ઍટમિક એનર્જી કમિશન (AEC) : ભારતનો પરમાણુ ઊર્જા આયોગ. 15 એપ્રિલ 1948ના રોજ ભારતની લોકસભામાં પરમાણુ ઊર્જા ધારો પસાર કરવામાં આવ્યો તેના અનુસંધાનમાં 10 ઑગસ્ટ 1948ના રોજ અસ્તિત્વમાં આવેલ. આઝાદી મળ્યાના એક વર્ષમાં જ આ આયોગની સ્થાપના પરમાણુ-ઊર્જાની અગત્ય સંબંધી રાષ્ટ્રની જાગૃતિની સાબિતી છે. તેના પ્રથમ અધ્યક્ષ તરીકે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક…
વધુ વાંચો >