Physics

સ્ટાર્ક જોહાન્નિસ

સ્ટાર્ક, જોહાન્નિસ [જ. 15 એપ્રિલ 1874, શુકનહૉફ (Schickenhof), બેવેરિયા, જર્મની; અ. 21 જૂન 1957, ટ્રૉએનસ્ટેઇન (Trauenstein)] : કેનાલ-કિરણોની અંદર ડૉપ્લર ઘટનાની તથા વિદ્યુતક્ષેત્રમાં વર્ણપટીય (spectral) રેખાઓના વિપાટન-(splitting)ની શોધ બદલ 1919ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. જોહાન્નિસ સ્ટાર્ક તેમણે શરૂઆતમાં શાલેય શિક્ષણ બેરૂથ(Bayreuth)ની જિમ્નેસિયમ(ગ્રામર સ્કૂલ)માં અને પછીથી રૅગન્સબર્ગ(Regens-burg)માં લીધું.…

વધુ વાંચો >

સ્ટિફન-બૉલ્ટ્ઝમૅન નિયમ

સ્ટિફન-બૉલ્ટ્ઝમૅન નિયમ : તાપમાન T હોય તેવા કોઈ ક્ષેત્રફળ A વડે એકમ સમયમાં ઉત્સર્જિત ઉષ્મીય ઊર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ. અથવા કાળા પદાર્થ વડે એકમ ક્ષેત્રફળદીઠ ઉત્સર્જિત વિકિરણી અભિવાહ (radiant flux) અને તાપમાન વચ્ચેનો સંબંધ વ્યક્ત કરતું સૂત્ર. કોઈ નિશ્ચિત તાપમાન T (≠ Ok) એ કોઈ પદાર્થ વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય ઊર્જાને…

વધુ વાંચો >

સ્ટીરિયોસ્કોપી

સ્ટીરિયોસ્કોપી : બે આંખોથી એકસાથે જોવાની ઘટના કે જે ત્રિપરિમાણમાં દૃશ્યનો અનુભવ કરાવે. અવકાશમાં વસ્તુઓના સાપેક્ષ અંતર તાદૃશ અવગમન (perception) કરાવે છે. આ અનુભવમાં અવલોકનકાર આંખોથી જુદા જુદા અંતરે સ્થિત વસ્તુઓ વચ્ચેની જગ્યાને જોતો જણાય છે. સ્ટીરિયોસ્કોપીની એક એવી વિશિષ્ટ અસર છે કે જેને તેની ક્ષમતા ન હોય તેને સમજાવી…

વધુ વાંચો >

સ્ટેઇનબર્જર જૅક

સ્ટેઇનબર્જર, જૅક (જ. 25 મે 1921, બેડ કિસ્સિન્જન, જર્મની; અ. 12 ડિસેમ્બર 2020 જિનીવા) : 1988માં ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના લીઓન એમ લેન્ડરમાન અને મૅલ્વિન શ્વાટર્ઝ સાથે ન્યૂટ્રિનોને લગતાં સંશોધન માટેના સહવિજેતા અમેરિકન ભૌતિક વિજ્ઞાની. આ સંશોધનના લીધે દ્રવ્યની સૌથી ઊંડી સંરચના અને તેના ગતિવિજ્ઞાન પર સંશોધન કરવા નવી તકો ઊભી…

વધુ વાંચો >

સ્ટેનોનો નિયમ

સ્ટેનોનો નિયમ : જુઓ સ્તરવિદ્યા.

વધુ વાંચો >

સ્ટૉક્સ રેખાઓ

સ્ટૉક્સ રેખાઓ : માધ્યમ વડે એકરંગી (monochromatic) પ્રકાશના પ્રકીર્ણનથી મળતી રેખાઓ. ભારતીય વિજ્ઞાની સી. વી. રામનને તેમણે કરેલા સંશોધન ‘રામન અસર’ માટે 1930માં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. એમણે શોધ્યું હતું કે જ્યારે એકરંગી પ્રકાશને પારદર્શક ઘન, પ્રવાહી અથવા વાયુમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેમાંથી પ્રકીર્ણન પામતા પ્રકાશમાં, આપાત…

વધુ વાંચો >

સ્ટૉર્મર હૉર્સ્ટ એલ.

સ્ટૉર્મર, હૉર્સ્ટ એલ. (જ. 6 એપ્રિલ 1949, ફ્રાન્કફર્ટ એમ મેઈન, પશ્ચિમ જર્મની) : જર્મનીમાં જન્મેલ અમેરિકન ભૌતિકવિજ્ઞાની કે જે ડેનિયલ સી. ત્સુઈ અને રોબર્ટ બી. લાફ્લિન સાથે અપૂર્ણાંક વીજભારિત ઉત્તેજનો સાથેના ક્વૉન્ટમ તરલના નવા સ્વરૂપની શોધ માટે 1998ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સહવિજેતા. આ ત્રણેય સંશોધકોએ શોધી કાઢ્યું કે પ્રબળ ચુંબકીય…

વધુ વાંચો >

સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna)

સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna) (જ. 27 મે, 1959, ગ્વેલ્ફ, ઑન્ટારિયો, કૅનેડા) : ઉચ્ચ-તીવ્રતા તથા અતિલઘુ પ્રકાશીય સ્પન્દનો ઉત્પન્ન કરવાની કાર્યપદ્ધતિ માટે 2018નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ જેરાર્ડ મોરો તથા આર્થર ઍશ્કિનને પ્રાપ્ત થયો હતો. મૅકમાસ્ટર યુનિવર્સિટી ઑવ્ હૅમિલ્ટન, ઑન્ટારિયોમાં…

વધુ વાંચો >

સ્ટ્રોબોસ્કોપ

સ્ટ્રોબોસ્કોપ : તીવ્ર સ્ફુર-પ્રકાશ (flashing light) આપી તેની આવૃત્તિને ભ્રમણ કે કંપન ગતિ કરતા પદાર્થની કોઈ ગુણક આવૃત્તિ સાથે અથવા કોઈક બીજી આવર્તક ઘટના સાથે સમક્રમિત (synchronise) કરીને સ્થિરતાનું શ્ય ખડું કરે એવું ઉપકરણ. ઘણી વસ્તુઓની ગતિનું ફરીફરીને પુનરાવર્તન થાય છે; દા. ત., ઘરમાં વપરાતા પંખાનાં પાંખિયાંની ગતિ. સીવવાના સંચાની…

વધુ વાંચો >

સ્તરીય પ્રવાહ

સ્તરીય પ્રવાહ : સમાંતર સ્તરો રૂપે ગતિ કરતા તરલ(fluid)નો સ્થિર (steady) પ્રવાહ. નિશ્ચિત જાડાઈના સ્તરો એકબીજામાં ખાસ સંમિશ્રિત થયા સિવાય એકબીજાની સાપેક્ષ ગતિ કરે છે. અહીં દરેક સ્તરમાં રહેલા પ્રત્યેક તરલ કણનો વેગ એકસરખો હોય તેવું જરૂરી નથી. સીધી સમક્ષિતિજ નળીમાં તરલની ગતિમાં પ્રત્યેક સ્તરમાં કણોનો વેગ જ્યાં સુધી ક્રાંતિક…

વધુ વાંચો >