Painting
મૉરેન્ડી, જ્યૉર્જિયો
મૉરેન્ડી, જ્યૉર્જિયો (જ. 20 જુલાઈ 1890, બૉલૉન્જ, ઇટાલી; અ. 18 જૂન 1964, બૉલૉન્જ, ઇટાલી) : પદાર્થચિત્રોના જાણીતા ઇટાલિયન ચિત્રકાર. તેમણે બૉલૉન્જની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યો અને પાછળથી 1930થી 1956 સુધી ત્યાં જ કલાશિક્ષક તરીકે કામગીરી સંભાળી. મૉરેન્ડીનાં પદાર્થચિત્રો પદાર્થોની સાદી, ભૌમિતિક ગોઠવણીને કારણે વીસમી સદીના ઔપચારિકતાવાદ(formalism)ના વિકાસમાં મહત્વનું…
વધુ વાંચો >મૉરો, ગુસ્તાવ
મૉરો, ગુસ્તાવ (જ. 6 એપ્રિલ, 1826, પૅરિસ; અ. 18 એપ્રિલ, 1898 પૅરિસ) : ફ્રેન્ચ પ્રતીકવાદી ચિત્રકાર. તેમણે ´ઇમૅલ દે બ્યૉં આર્ટ્ઝ´માં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યાં જ તે 1892માં ચિત્રકલાના પ્રોફેસર નિમાયા. આ કલાસંસ્થાને રાજા લૂઈ ચૌદમાએ રાજકીય માન્યતા આપી હતી. બહુધા તે પ્રાચીન પુરાણપ્રસંગો તથા બાઇબલમાંથી મોટેભાગે દુષ્ટ ભાવો પ્રેરનારાં…
વધુ વાંચો >મૉરૉનૉબુ, હિશિકાવા
મૉરૉનૉબુ, હિશિકાવા (જ. 1618, આવા, જાપાન; અ. 25 જુલાઈ, 1694, જાપાન) : જાપાની ચિત્રકાર અને કાષ્ઠછાપકલાના ચિત્રકાર. જાપાનની પ્રસિદ્ધ ´યુકિયો-ઈ´ કાષ્ઠછાપકલાના વિકાસમાં મૉરૉનૉબુએ મૂળગામી પ્રદાન કર્યું છે. મૉરૉનૉબુએ કારકિર્દીનો પ્રારંભ તે સમયે એડૉ નામે ઓળખાતા આજના ટોકિયો નગરમાં ટેક્સ્ટાઇલ ડિઝાઇનર, ભરતગૂંથણની ડિઝાઇનના કલાકાર તેમજ પુસ્તકોનાં ચિત્રનિદર્શનોના આલેખક તરીકે કરી. ´માકુરા…
વધુ વાંચો >મૉર્ગનર, વિલ્હેમ
મૉર્ગનર, વિલ્હેમ (જ. 27 જાન્યુઆરી, 1891, સોએસ્ટ; અ. 16 ઑગસ્ટ, 1917, લેન્જમાર્ક, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1908થી 1909 સુધી ચિત્રકાર જ્યૉર્જ ટેપર્ટ પાસે તાલીમ લીધી. ટેપર્ટની ચિત્રશૈલીની રેખાઓની લયબદ્ધતા મૉર્ગનરે એટલે સુધી આત્મસાત્ કરી કે તેમનાં ચિત્રોમાં તે છેક સુધી જળવાઈ રહી. આરંભકાળનાં ચિત્રોમાં ખેતીકામમાં વ્યસ્ત ખેડૂતો એ મુખ્ય…
વધુ વાંચો >મોલારામ
મોલારામ (જ. આશરે 1740, ગઢવાલ; અ. આશરે 1804 પછી, ગઢવાલ) : પહાડી લઘુચિત્રકલાની ગઢવાલ-શાખાના પ્રસિદ્ધ ચિત્રકાર. મોલારામના બાપદાદાઓ મુઘલ રાજદરબારના કુશળ ચિત્રકારો હતા. તેઓ સત્તરમી સદીની મધ્યમાં ગઢવાલમાં આવી વસ્યા. ગઢવાલની અલકનંદા નદીને કાંઠે આવેલ શ્રીનગરના રાજાઓ પ્રદીપ શાહ (1717–1772), લલાટ શાહ (1772–1780); જયકૃત શાહ (1780–1785) અને પ્રદ્યુમ્ન શાહે (1785–1803)…
વધુ વાંચો >મૉસ્કોવિટ્ઝ, રૉબર્ટ
મૉસ્કોવિટ્ઝ, રૉબર્ટ (Moscowitz, Robert) (જ. 1935, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : પિતાનું નામ લુઈસ અને માતાનું નામ લીલી મોસ્કોવીટ્ંઝ. 1950 પછી તેમણે ‘એબ્સ્ટ્રેક્ટ એક્સ્પ્રેશનીઝમ’ શૈલીથી આલેખેલા અમૂર્ત ચિત્રો તેમની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ ગણાય છે. 1965 પછી તેમણે પોપ આર્ટના પ્રયોગો કર્યા. ન્યૂયૉર્કનું ફ્લૅટિરોન બિલ્ડિંગ પ્રસિદ્ધ શિલ્પી રોદાંનું જાણીતું શિલ્પ ‘થિંકર’ જેવા…
વધુ વાંચો >મૉસ્કો શૈલીની કલા
મૉસ્કો શૈલીની કલા (1400થી 1600) : ખ્રિસ્તી ધાર્મિક દેવદેવીનાં શિલ્પ અને ભીંતચિત્રનાં નિરૂપણની મૉસ્કોકેન્દ્રિત રશિયન શૈલી. પૂર્વ યુરોપ અને રશિયામાં પ્રચલિત બિઝેન્ટાઇન શૈલીમાંથી ઊતરી આવેલી પરંપરા છે. ઑર્થડૉક્સ રશિયન ચર્ચ આશ્રિત (patronised) આ શૈલીમાં મોહક આછા રંગો દ્વારા ખ્રિસ્તી કથાપ્રસંગોના નિરૂપણ વડે આધ્યાત્મિક અભિવ્યક્તિ કરાઈ છે. કૉન્સ્ટન્ટિનોપલમાં જન્મેલા ગ્રીક કલાકાર…
વધુ વાંચો >મૉહૉઈ-નૉદ્ય લાસ્લો
મૉહૉઈ-નૉદ્ય લાસ્લો (જ. 1895, બાસ્બૉર્સોદ, હંગેરી; અ. 1946) : હંગેરિયન શિલ્પી અને ડિઝાઇનર, ફોટોગ્રાફર તથા વિખ્યાત કલાશાળા બાઉહાઉસના પ્રસિદ્ધ અધ્યાપક. તેમણે બુડાપેસ્ટમાં કાયદાના વિષયનો અભ્યાસ કર્યો. 1919થી 1923 સુધી તેમણે દાદા શૈલી તથા ‘કન્સ્ટ્રક્શનિસ્ટ’ જૂથ સાથે વિયેના અને બર્લિનમાં રહી ચિત્રો કર્યાં અને પોતાના સર્વપ્રથમ ‘ફોટોગ્રામ’ એટલે કે કૅમેરાની સહાય…
વધુ વાંચો >મ્યૂલર, ઑટો
મ્યૂલર, ઑટો (જ. 16 ઑક્ટોબર 1874, લીબો, જર્મની; અ. 24 સપ્ટેમ્બર 1930, બ્રેસ્લાવ, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1890થી 1894 સુધી ગૉર્લિટ્ઝમાં લિથોગ્રાફર તરીકે તાલીમ લીધી, પણ અહીંના જડ અને નિયમપરસ્ત અભ્યાસમાળખાથી તેઓ કંટાળી ગયા. 1894થી 1896 સુધી ડ્રેસ્ડન એકૅડેમી ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1896માં તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીના પ્રવાસો…
વધુ વાંચો >યથાર્થવાદ (realism)
યથાર્થવાદ (realism) : ઓગણીસમી સદીના મધ્યમાં ફ્રાંસમાં પ્રકટેલ કલાપ્રવાહ. આ કલાપ્રવાહનો પ્રણેતા ચિત્રકાર ગુસ્તાફ કૉર્બે (Gustave Corbet, 1819–1877) સમકાલીન બે મુખ્ય કલાપ્રવાહો – રંગદર્શિતાવાદ (romanticism) અને નવપ્રશિષ્ટતાવાદ-(neoclassicism)થી કંટાળ્યો હતો. રંગદર્શિતાવાદના માનવમનને બહેકાવતી લાગણીઓના સ્વપ્નિલ વિહાર તેમજ નવપ્રશિષ્ટતાવાદમાં અંકિત થતાં ગ્રેકોરોમન વીરનાયકો, નાયિકાઓ અને દેવદેવીઓનાં ચિત્રો અને શિલ્પો નિહાળી-નિહાળીને તે થાક્યો…
વધુ વાંચો >