Painting
અજંતાની ગુફાઓ
અજંતાની ગુફાઓ પ્રાચીન ભારતની જગવિખ્યાત બૌદ્ધ ગુફાઓ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી 103 કિમી. અને જલગાંવ રેલવે સ્ટેશનથી 55 કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતા નામનું ગામ સમીપમાં હોઈને ગુફાઓ એ નામે ઓળખાઈ છે. બાઘોરા નદીની ઉપલી ખીણની શૈલમાળાના એક પડખાને કોતરીને અર્ધચંદ્રાકારે 30 જેટલી ગુફાઓ તેના સ્થાપત્ય અને શિલ્પભંડાર…
વધુ વાંચો >અનુઆધુનિકતાવાદ
અનુઆધુનિકતાવાદ : જુઓ આધુનિકતા,અનુઆધુનિકતા અને અનુઆધુનિકતાવાદ
વધુ વાંચો >અપારદર્શક રંગચિત્ર
અપારદર્શક રંગચિત્ર (gouache) : જલરંગો(water-colours)માં સફેદ રંગ તથા ગુંદર જેવા બંધક (binder) ઉમેરીને ચિત્રને અપારદર્શક બનાવવાની તરકીબ. પાણી પારદર્શક છે અને તેમાં મિશ્રિત કરેલ જલરંગો પણ પારદર્શક રંગો કહેવાય છે, કારણ કે તે ચિત્રકામ માટેના કાગળનાં સૂક્ષ્મ છિદ્રોમાં ફેલાય છે અને તેથી મૂળ રંગની અસર ઓછી થાય છે. જલરંગમાં સફેદ…
વધુ વાંચો >અમિત અંબાલાલ
અમિત અંબાલાલ (જ. 26 જુલાઈ 1943, ભાવનગર) : આધુનિક ગુજરાતના અગ્રણી ચિત્રકાર. અમદાવાદસ્થિત અંબાલાલ શેઠના ધનાઢ્ય કુટુંબમાં અમિતનો જન્મ થયો હતો. વિનયન, વાણિજ્ય અને કાયદામાં સ્નાતકની પદવીઓ હાંસલ કર્યા પછી કૌટુંબિક ધંધા-વ્યવસાયમાં જોડાઈ ગયા; પરંતુ આ વરસો દરમિયાન છગનલાલ જાદવ પાસે અવૈધિક રીતે ચિત્રકળાની તાલીમ લેવી શરૂ કરી. અમદાવાદમાં રવિશંકર…
વધુ વાંચો >અમેરિકા
અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…
વધુ વાંચો >અર્ન્સ્ટ મૅક્સ
અર્ન્સ્ટ, મૅક્સ (જ. 2 એપ્રિલ 1891; અ. 1 એપ્રિલ 1976, પેરિસ, ફ્રાન્સ) : દાદા ચિત્રશૈલીના જર્મન ચિત્રકાર. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમણે સૈનિક તરીકે જર્મન લશ્કરમાં સેવા આપી હતી. યુદ્ધના અંતે તેઓ ઝ્યૂરિખ નગરની દાદા ચળવળ સાથે નિકટના સંપર્કમાં આવ્યા તથા તેમને દ કિરિકૉ અને પોલ ક્લૅનાં ચિત્રો તરફ પણ આકર્ષણ થયું.…
વધુ વાંચો >અલ ગ્રેકો
અલ ગ્રેકો (El Greco) (જ. 1541, ક્રીટ; અ. 1641, સ્પેન) : સોળમી અને સત્તરમી સદી દરમિયાનના સ્પેનના સૌથી વધુ મહત્ત્વના ચિત્રકાર તથા સ્પેનમાં મૅનરિઝમ શૈલીના પ્રખર પુરસ્કર્તા. મૂળ નામ ડૉમેનિકોસ થિયૉટોકોપુલી. ગ્રીસની દક્ષિણે આવેલા ક્રીટ ટાપુ પર તેમણે બાયઝેન્ટાઇન પરંપરામાં ચિત્રકળાની તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ ઇટાલીના વેનિસ નગરમાં…
વધુ વાંચો >અહિવાસી, જગન્નાથ મુરલીધર
અહિવાસી, જગન્નાથ મુરલીધર (જ. 6 જુલાઈ 1901, વ્રજમંડળ, ગોકુળ, ઉત્તરપ્રદેશ; અ. 29 ડિસેમ્બર 1974, વારાણસી, ઉત્તરપ્રદેશ) : ભિત્તિચિત્રવિશેષજ્ઞ કળાકાર. પ્રાથમિક શિક્ષણ વારાસણીમાં. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ચિત્રકળાનો ડિપ્લોમા, મેયો સુવર્ણચંદ્રક અને ડૉલી ખુરશેદજી પુરસ્કાર સહિત મેળવ્યો. ભીંતચિત્રોના ગહન અધ્યયન માટે સરકારી શિષ્યવૃત્તિ મળેલી. 1931થી 1935 સુધી ફેલો અને…
વધુ વાંચો >આકાશીય પરિપ્રેક્ષ્ય (ચિત્રકલા)
આકાશીય પરિપ્રેક્ષ્ય (aerial perspective) (ચિત્રકલા) : ચિત્રકલાની દૃષ્ટિએ આકાશમાંથી વિહંગાવલોકન કરવું ઊંચે ઊડતા વિમાનમાંથી નીચેની ધરતીનું ઊડતા પક્ષીની જેમ અવલોકન અને આલેખન કરવું તે. ખૂબ ઊંચા બહુમાળી મકાનની અગાશી પરથી કે વિમાનમાંથી જોઈએ ત્યારે આપણી સમક્ષ વિસ્તરેલી ક્ષિતિજોવાળું વિશાળ દૃશ્ય દેખાય છે. શેરીમાં આવેલા મકાનની બારીમાંથી આપણે આકાશ તરફ જોઈએ…
વધુ વાંચો >