Oceanograghy

મૉરી, મેથ્યુ ફૉન્ટેન

મૉરી, મેથ્યુ ફૉન્ટેન (જ. 14 જાન્યુઆરી 1806, સ્પૉટસિલ્વેનિયા, કાઉન્ટી, વર્જિનિયા, અમેરિકા; અ. 1 ફેબ્રુઆરી 1873) : અમેરિકાના સાગર-અભ્યાસી નૌસેના-અધિકારી. સાગરનો સુયોજિત તથા વિસ્તૃત અભ્યાસ કરનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. સાગરવિજ્ઞાન તથા નૌકાસંચાલન વિશેની તેમની ભગીરથ કામગીરીને પરિણામે 1853માં બ્રસેલ્સ ખાતે એક આંતરરાષ્ટ્રીય પરિષદ ભરવામાં આવી અને તેમાં ઇન્ટરનૅશનલ હાઇડ્રૉગ્રાફિક બ્યૂરો…

વધુ વાંચો >

યામામોટો, ઈસોરોકુ

યામામોટો, ઈસોરોકુ (જ. 4 એપ્રિલ 1884, નાગા ઓકા, જાપાન; અ. 18 એપ્રિલ 1943, સૉલોમન આઇલૅન્ડ્ઝ) : જાપાનના અગ્રણી નૌકા-અધિકારી. એટજિમા ખાતેની નેવલ એકૅડેમી ખાતે અભ્યાસ. 1904માં સ્નાતક. રશિયા-જાપાન યુદ્ધ (1905) દરમિયાન પાયદળના અધિકારી તરીકે ફરજ બજાવી. 1934–35 દરમિયાન, લંડન ખાતેની નેવલ કૉન્ફરન્સમાં ઍંગ્લો-અમેરિકન દરખાસ્ત અંગે જાપાનના પ્રતિનિધિ તરીકે સફળ સામનો…

વધુ વાંચો >

લઘુવિસ્તાર નૌનયન

લઘુવિસ્તાર નૌનયન : જુઓ નૌનયન.

વધુ વાંચો >

વાડિયા, અરદેસર (અરદેશર) ખુરશેદજી

વાડિયા, અરદેસર (અરદેશર) ખુરશેદજી (જ. 6 ઑક્ટોબર 1808, મુંબઈ; અ. 1877, રિચમંડ, ઇંગ્લૅન્ડ) : ભારતના પહેલા આધુનિક ઇજનેર, વહાણો બાંધવામાં માહેર એવા સમુદ્રી ઇજનેરીના નિષ્ણાત તથા છેક 1841માં લંડનની રૉયલ સોસાયટીના સભ્ય (Fellow of the Royal Society  FRS) થનાર પહેલા હિંદી અને પહેલા ગુજરાતી. એમના પિતાનું નામ ખુરશેદજી રૂસ્તમજી (1788-1863)…

વધુ વાંચો >

વાસ્કો-દ-ગામા

વાસ્કો-દ-ગામા (જ. 1460 સાઇનીસ, પૉર્ટુગલ, અ. 24 ડિસેમ્બર 1524, કોચિન, ભારત) : પૂર્વયુરોપથી કેપ ઑવ્ ગુડ હોપ થઈને ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધનાર પોર્ટુગીઝ નાવિક. તેણે ખગોળશાસ્ત્ર અને નૌકાવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. 1492માં તે નૌકા-અધિકારી બન્યો અને પૉર્ટુગલના કિનારા પરનાં વહાણો ઉપર હકૂમત ધરાવતો હતો. ઈ. સ. 1488માં બાર્થોલૉમ્યુ ડાયઝ…

વધુ વાંચો >

વિલ્કિન્સ ચાર્લ્સ

વિલ્કિન્સ ચાર્લ્સ (ઈ. સ. 1798, ન્યૂયૉર્ક, યુ. એસ.; અ. 1877) : અમેરિકન નૌકા-અધિકારી અને પ્રસિદ્ધ દરિયાઈ પુરાવિદ. ચાર્લ્સે અભ્યાસ પૂર્ણ કરી અમેરિકાના નૌકાખાતામાં સામાન્ય અધિકારી તરીકે (1818) કારકિર્દીની શરૂઆત કરી. ક્રમશ: બઢતી મેળવતા જતાં ઈ. સ. 1830માં નવી શરૂ કરાયેલ દરિયાઈ વેધશાળાના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા બાદ અમેરિકન સરકાર દ્વારા અપાયેલ…

વધુ વાંચો >

શંખ-છીપલાં (Gastropoda and Bivalvia)

શંખ–છીપલાં (Gastropoda and Bivalvia) : શરીરના આવરણ તરીકે ‘પ્રાવરણ’ (mantle) નામે ઓળખાતા પટલમાં આવેલ ગ્રંથિઓના સ્રાવથી નિર્માણ થતા કૅલ્શિયમના બનેલા કવચ(shell)ને શરીરની ફરતે ધારણ કરતા મૃદુકાય (mollusa) સમુદાયનાં પ્રાણીઓ. શંખ કે શંખલાં જેવાં કવચવાળાં મૃદુકાય પ્રાણીઓનો સમાવેશ ઉદરપદી (gastropoda) વર્ગમાં કરવામાં આવેલો છે. જ્યારે બે છીપલાં વડે બનેલ કવચથી ઢંકાયેલાં…

વધુ વાંચો >

શાર્ક (shark-મુસી)

શાર્ક (shark-મુસી) : શાર્ક કે મુસી નામે ઓળખાતી કાસ્થિમીનો(cartilagenous fishes)નો એક વિશાળ સમૂહ. મોટાભાગની મુસી દરિયાનાં ખુલ્લાં પાણીમાં તીવ્ર ગતિએ તરતી સુવાહી (stream lined) માછલી તરીકે જાણીતી છે. આમ છતાં કેટલીક મુસીઓ દરિયાના નિમ્ન સ્તરે પણ વાસ કરતી જોવા મળે છે. જૂજ મુસીઓ મીઠાં જળાશયોમાં પણ વસે છે. મોટાભાગની મુસી…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સબમરીન

સબમરીન : સામાન્ય રીતે દરિયાના પાણીની સપાટીની નીચે અદૃશ્ય રીતે યુદ્ધના કામે લગાડવામાં આવતી સ્વચાલિત નૌકા. મોટા ભાગની સબમરીનોને મુખ્યત્વે બે પ્રકારની કામગીરી કરવાની હોય છે : (1) શત્રુપક્ષની સબમરીનો તથા અન્ય પ્રકારનાં જહાજો કે વહાણો પર હુમલા કરી તેમને નષ્ટ કરવાની કામગીરી; (2) શત્રુપક્ષના વિસ્તારો પર મિસાઇલ દ્વારા હુમલા…

વધુ વાંચો >