Marathi literature
ખાડિલકર, કૃ. પ્ર.
ખાડિલકર, કૃ. પ્ર. (જ. 23 નવેમ્બર 1872, સાંગલી; અ. 26 ઑગસ્ટ 1948, સાંગલી) : મરાઠી નાટકકાર. એમણે ગદ્યનાટકો તથા સંગીતનાટકો લખ્યાં છે, જેમાં ઇતિહાસ તથા પુરાણોના સંદર્ભમાં સમકાલીન પ્રશ્નો ગૂંથ્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ લીધો હોવાથી, એમણે લોકમાન્ય ટિળકે જગાવેલી રાષ્ટ્રીય ચેતનાને નાટ્યકૃતિઓમાં શ્યક્ષમ બનાવી છે. ‘સવાઈ માધવરાવ યાંચા મૃત્યુ’…
વધુ વાંચો >ખાંડેકર, વિષ્ણુ સખારામ
ખાંડેકર, વિષ્ણુ સખારામ (જ. 11 જાન્યુઆરી 1898, સાંગલી; અ. 2 સપ્ટેમ્બર 1976, મિરજ) : પ્રસિદ્ધ મરાઠી નવલકથાકાર. એમની નવલકથા ‘યયાતિ’ માટે 1961માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો તથા 1967માં એ જ પુસ્તક માટે ભારતનો સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરેલો. સાંગલીમાં જ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લઈને ઉચ્ચ અભ્યાસ અર્થે પૂણેની ફર્ગ્યુસન કૉલેજમાં…
વધુ વાંચો >ગડ આલા પણ સિંહ ગેલા
ગડ આલા પણ સિંહ ગેલા (1904) : મરાઠી નવલકથાકાર હરિ નારાયણ આપટેની શિવાજીવિષયક ઐતિહાસિક નવલકથા. આ કૃતિએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડેલી અને લોકોને વિદેશી આક્રમણથી દેશનું રક્ષણ કરવાની પ્રેરણા આપેલી. ઉદયભાન નામનો સૈનિક સ્વાર્થી, સુખલોલુપ રજપૂત છે. પોતાનો સ્વાર્થ સાધવા એ ધર્માન્તર કરે છે અને બીજા દેશપ્રેમી, ધર્મભીરુ તથા સાત્વિક…
વધુ વાંચો >ગડકરી, રામ ગણેશ
ગડકરી, રામ ગણેશ (જ. 26 મે 1885, નવસારી, ગુજરાત; અ. 23 જાન્યુઆરી 1919, સાવનેર, વિદર્ભ, મહારાષ્ટ્ર) : વિખ્યાત મરાઠી નાટ્યકાર, હાસ્યલેખક અને કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના જામનગર અને કરજણ ખાતે જ્યારે પ્રથમ વર્ષ સુધીનું ઉચ્ચશિક્ષણ પુણે ખાતે. તે પહેલાં થોડાક સમય માટે કિર્લોસ્કર નાટક મંડળીમાં કલાકારોના તથા અન્ય…
વધુ વાંચો >ગર્ભરેશિમ
ગર્ભરેશિમ : મરાઠી કવયિત્રી ઇન્દિરા સંત(જ. 1914; અ. 2000)ની કાવ્યરચનાઓનો સાહિત્ય અકાદમી દ્વારા 1984માં પુરસ્કૃત કાવ્યસંગ્રહ. આ તેમનો છઠ્ઠો કાવ્યસંગ્રહ છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત આ કાવ્યસંગ્રહને 1984 વર્ષનો ‘અનંત કાણેકર ઍવૉર્ડ’ પણ એનાયત થયો છે. આ કાવ્યસંગ્રહમાં 1970 પછી કવયિત્રી દ્વારા રચાયેલી 109 કાવ્યરચનાઓનો સમાવેશ થયો છે, જે સાલવારી…
વધુ વાંચો >ગવસ, રાજન ગણપતિ
ગવસ, રાજન ગણપતિ (જ. 21 નવેમ્બર 1959, અટયાલ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘તણકટ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., એમ.એડ્. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ હિંદી તથા અંગ્રેજી ભાષાની સારી જાણકારી ધરાવે છે. 1982થી તેમણે લેખનપ્રવૃત્તિ…
વધુ વાંચો >ગાડગીળ, ગંગાધર
ગાડગીળ, ગંગાધર (જ. 25 ઑગસ્ટ 1923, મુંબઈ; અ. 15 સપ્ટેમ્બર 2008) : મરાઠી લેખક. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કરી, સિડનહૅમ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક નિયુક્ત થયા. કૉલેજમાં હતા ત્યારથી જ એમણે વાર્તાઓ લખવા માંડેલી. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘માનસ ચિત્રે’ 1946માં પ્રગટ થયો. એ વાર્તાઓથી નવી દિશામાં વળાંક હતો…
વધુ વાંચો >ગાયકવાડ, લક્ષ્મણ
ગાયકવાડ, લક્ષ્મણ (જ. 23 જુલાઈ 1956, ધનેગાંવ, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યકાર. તેમની કૃતિ ‘ઉચલ્યા’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર અપાયો હતો. વ્યવસાયે તેઓ સામાજિક કાર્યકર અને લેખક છે અને જુદી જુદી સંસ્થાઓ મારફત તેઓ મહારાષ્ટ્રની વિમુક્ત અને વિચરતી જાતિઓમાં સામાજિક જાગૃતિ પ્રગટાવવા કાર્ય કરી રહ્યા છે. 1977માં લખાયેલા એક…
વધુ વાંચો >ગારંબીચા બાપુ
ગારંબીચા બાપુ (1952) : મરાઠી નવલકથા. લેખક શ્રીપાદ નારાયણ પેંડસે. આ નવલકથા કોંકણના એક ગામ ગારંબીના એક તેજસ્વી, સ્વાભિમાની, સમાજની કુરૂઢિ સામે વિદ્રોહ કરનાર, પ્રગતિશીલ યુવકની કથા છે. દરિદ્ર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો બાપુ પિતા અને માસી સિવાય આખા ગામનાં તિરસ્કાર અને ઉપેક્ષાને કારણે વિદ્રોહી સ્વભાવનો બને છે. એ કર્મઠ અને…
વધુ વાંચો >ગોખલે, અરવિંદ
ગોખલે, અરવિંદ (જ. 19 ફેબ્રુઆરી 1919, ઇસ્લામપુર; અ. 24 ઑક્ટોબર 1992, પુણે) : મરાઠી નવલિકાલેખક. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. દિલ્હીના ઇમ્પીરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સાઇકોજેનેટિક્સ વિષય સાથે પ્રથમ વર્ગમાં પાસ થયા પછી એમ.એસસી. માટે ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ મેળવી. એ અમેરિકાની વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં ગયા. અમેરિકાથી આવી પુણેના કૃષિ-વિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા તથા ત્યાં 1943થી…
વધુ વાંચો >