Malayalam literature

મલયાળમ ભાષા અને સાહિત્ય

મલયાળમ ભાષા અને સાહિત્ય ભારતના કેરળ પ્રદેશમાં બોલાતી ભાષા અને તેનું સાહિત્ય. ભારતના પશ્ચિમ તટનો ઉત્તર ભાગ જો ગુજરાતનો છે તો તે તટનો દક્ષિણ ભાગ કેરળનો. ગુજરાતે ગુર્જરો, પારસીઓ વગેરેને તેમ કેરળે ઈસાઇઓ-યહૂદીઓ વગેરેને આશ્રય આપેલો. આ કેરળ પુરાણ-પ્રસિદ્ધ છે. કાલયવનથી ભાગેલા ભૃગુઓને પરશુરામે કેરળમાં વસાવેલા અને તેઓ પૂર્વજો લેખાય…

વધુ વાંચો >

મારાર, કુટ્ટીકૃષ્ણ

મારાર, કુટ્ટીકૃષ્ણ (જ. 1900; અ. 1973) : કેરળના સાહિત્યવિવેચક. પિટ્ટમ્પી ખાતેની સંસ્કૃત કૉલેજમાંથી 1923માં ‘સાહિત્યશિરોમણિ’ની પદવી મેળવી. કારકિર્દીના આરંભકાળે તેઓ મલયાળમ કવિ વલ્લથોલના પ્રભાવ હેઠળ આવ્યા; આ ઉપરાંત નલપટ્ટુ નારાયણ મેનન નામના બીજા કવિ અને થિયૉસૉફિસ્ટનો નિકટનો સંપર્ક પણ કેળવાયો અને તેનાથી જીવન તથા સાહિત્ય પરત્વે તેમનો ર્દષ્ટિકોણ બદલાઈ ગયો.…

વધુ વાંચો >

મુંદસરી, જૉસેફ

મુંદસરી, જૉસેફ (જ. 1904, કંડાસ્સાન્કાદેવુ, ત્રિચુર, કેરળ; અ. 1977) : મલયાળમ ભાષાના સાહિત્યિક વિવેચક, નવલકથાકાર, કેળવણીકાર અને રાજકારણી. સ્થાનિક હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ. ઉચ્ચ શિક્ષણ ત્રિચુરની સેંટ ટૉમસ કૉલેજ તથા તિરુચિરાપલ્લીની સેંટ જૉસેફ કૉલેજમાં મેળવી, પદાર્થવિજ્ઞાનમાં બી.એ. થયા. પછી સંસ્કૃત તથા મલયાળમ વિષય સાથે એમ.એ. થયા. ડેમૉન્સ્ટ્રેટર તરીકે કારકિર્દીનો પ્રારંભ, 1928–1952…

વધુ વાંચો >

મેનન, કૃષ્ણ ટી. કે.

મેનન, કૃષ્ણ ટી. કે. (જ. 1869; અ. 1949) : જાણીતા મલયાળમ લેખક અને અનુવાદક. વિખ્યાત નાયર પરિવારમાં જન્મ. તેમણે વિવિધ વિદ્વાનો પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. એર્નાકુલમ્, કાલિકટ અને મદ્રાસમાં ઉચ્ચ શિક્ષણ લીધું. 1894માં બી.એ. થયા. કાયદાના સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો, પરંતુ પદવી લઈ ન શક્યા છતાં કેટલીક જિલ્લા અદાલતોમાં તેમને…

વધુ વાંચો >

મેનન, કેશવ કે. પી.

મેનન, કેશવ કે. પી. (જ. 1 સપ્ટેમ્બર 1886, તરુર, પાલઘાટ; અ. 9 નવેમ્બર 1978) : કેરળના સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી, મુત્સદ્દી, તંત્રી અને લેખક. તેમના પિતા પાલઘાટ રાજવી પરિવારના ભીમચ્ચન રાજવી હતા. તેમની સમગ્ર કારકિર્દીમાં અનેક મહત્વની ઘટનાઓ વણાયેલી છે અને કેરળનાં અનેકવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં તેમનો ચિરસ્થાયી પ્રભાવ પડ્યો છે. તેઓ બૅરિસ્ટર થયા…

વધુ વાંચો >

મેનન, વ્યલોપિલ્લાઈ શ્રીધર

મેનન, વ્યલોપિલ્લાઈ શ્રીધર (જ. 11 મે 1911, ત્રિપ્પુનીથુરા, ભૂતપૂર્વ કોચીન રાજ્ય; અ. 22 ડિસેમ્બર, 1985) : મલયાળમ કવિ અને નાટ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિદા’ (‘ફેરવેલ’) માટે 1971ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેઓ વ્યલોપિલ્લાઈ શ્રીધર મેનન અથવા વ્યલોપિલ્લાઈ તરીકે ઓળખાતા. 1931માં તેઓ પ્રાકૃતિક વિજ્ઞાનના વિષયમાં સ્નાતક બન્યા. ત્યારબાદ…

વધુ વાંચો >

રાજશેખરન્, સી. પી.

રાજશેખરન્, સી. પી. (જ. 9 સપ્ટેમ્બર 1949, ઉત્તર પેરુર, જિ. એર્નાકુલમ્, કેરળ) : મલયાળમ નાટ્યલેખક. એમ.એ., બી.એડ.ની પદવી મેળવ્યા પછી તેઓ ત્રિસુર ખાતે દૂરદર્શન કેન્દ્રના મદદનીશ કેન્દ્ર-નિર્દેશક તરીકે જોડાયા અને સાથે સાથે લેખનકાર્ય કર્યું. 1991-92 દરમિયાન તેઓ કેરળ સ્ટેટ પ્રોફેશનલ ડ્રામા ઍવૉર્ડ કમિટીના સભ્ય રહ્યા. 1994-95 દરમિયાન તેમણે સ્ટેટ યૂથ…

વધુ વાંચો >

રાજા કૃષ્ણન વી.

રાજા કૃષ્ણન વી. (જ. 23 ડિસેમ્બર 1948, પાલઘાટ, કેરળ) : મલયાળમ લેખક અને ફિલ્મવિવેચક. તેમણે અંગ્રેજીમાં એમ.એ.ની અને અમેરિકન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે કેરળ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. 1989માં તેઓ નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ્ઝ જૂરીના સભ્ય થયા હતા. તે પછી તેમણે ફિલ્મ-વિવેચક અને ફિલ્મનિર્માણ કરનાર…

વધુ વાંચો >

રાધાકૃષ્ણન, સી.

રાધાકૃષ્ણન, સી. (જ. 15 ફેબ્રુઆરી 1939, ચમરાવટ્ટમ, માલાપ્પુરમ્, જિ. કેરળ) : મલયાળમ સાહિત્યકાર અને ફિલ્મકાર. તેમણે કાલિકટ તથા પાલઘાટ ખાતે યુનિવર્સિટી-શિક્ષણ લીધું હતું. પાલઘાટ ખાતેની વિક્ટૉરિયા કૉલેજમાં પ્રયુક્ત વિજ્ઞાનના વિષયમાં તેમણે અનુસ્નાતક વિદ્યાર્થી તરીકે નોંધણી કરાવી હતી, પરંતુ અભ્યાસક્રમ પૂરો કરતા અગાઉ 1961માં તેમણે કોડઈકેનલ ખાતેની ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરીમાં વૈજ્ઞાનિક મદદનીશ…

વધુ વાંચો >

રામ પાણિવાદ

રામ પાણિવાદ (જ. 1707 આ., કિળ્ળિકુરિશિ, કેરળ; અ.?) : કેરળના પ્રસિદ્ધ સંસ્કૃત-પ્રાકૃત-મલયાળમ ભાષાઓના કવિ. પાણિવાદ્ય એટલે ઢોલક (હાથથી વગાડવાનું વાદ્ય). તે વગાડનાર જાતિ તે પાણિવાદ કે પાણિઘ કે નમ્બીઆર. એમનો પરમ્પરાગત ધંધો નટો-ચક્કિપોરોને સંસ્કૃત નાટકો ભજવવામાં મદદ કરવાનો. તેમની સ્ત્રીઓ સ્ત્રીપાત્રો ભજવતી. પિતા મધ્ય ત્રાવણકોરમાંના કુમારનલ્લૂરના નમ્પૂદિરિ બ્રાહ્મણ, કિળ્ળિકુરિશિમંગલમ્ મંદિરના…

વધુ વાંચો >