Kashmiri literature
શોભાકર મિત્ર
શોભાકર મિત્ર : ભારતીય અલંકારશાસ્ત્રી. શોભાકર કાશ્મીરી લેખક હતા. તેમના પિતાનું નામ ત્રયીશ્વર હતું અને તેઓ પ્રધાન હતા. એમણે રચેલો ‘અલંકારરત્નાકર’ નામનો ગ્રંથ કાશ્મીરમાં ખૂબ પ્રચલિત થયો હશે, કારણ કે યશસ્કર નામના કવિએ શોભાકરના ગ્રંથ ‘અલંકારરત્નાકર’નાં સૂત્રોનાં ઉદાહરણો ક્રમ મુજબ આપતું ‘દેવીશતક’ નામનું કાવ્ય લખ્યું છે. તેમણે રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ નામના…
વધુ વાંચો >સાકી, મોતીલાલ
સાકી, મોતીલાલ (જ. 1936, શ્રીનગર) : કાશ્મીરી કવિ અને પંડિત. તેમના ‘માનસર’ નામના કાવ્યસંગ્રહને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1964માં તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી વિનયન ઉપરાંત ઉર્દૂમાં ડિગ્રી મેળવી હતી. 1973થી તેઓ જમ્મુ અને કાશ્મીરની કલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા ભાષાઓ અંગેના વિવિધ પ્રોજેક્ટો સાથે અકાદમી સાથે…
વધુ વાંચો >સાત શણગાર (1958)
સાત શણગાર (1958) : કાશ્મીરી લેખક અખ્તર મોહ્યુદ્દીન(જ. 1928)નો વાર્તાસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી 1961ના વર્ષનો પુરસ્કાર અપાયો છે. આ સંગ્રહ ચૌદમી સદીનાં કાશ્મીરી કવયિત્રી લાલ દેદને સમર્પિત કરાયો છે. અખ્તર મોહ્યુદ્દીન કાશ્મીરીમાં પ્રથમ પ્રકાશિત નવલકથા અને વાર્તાસંગ્રહના લેખક તરીકે અનોખું સ્થાન ધરાવે છે. કાશ્મીરી ભાષામાં ટૂંકી વાર્તાના…
વધુ વાંચો >સાધુ શ્યામલાલ
સાધુ, શ્યામલાલ (જ. 17 ઑગસ્ટ, 1917, કાશ્મીર) : કાશ્મીરી લેખક. શાળાશિક્ષણ કાશ્મીરમાં. 1938માં દિલ્હીની યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી સરકારી કૉલેજ, બારામુલ્લાના પ્રાધ્યાપક, પછી પ્રિન્સિપાલ બન્યા અને 1972માં ત્યાંથી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ તેઓ શ્રીનગરની વી. બી. વિમેન્સ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે રહ્યા. એસ. એલ. સાધુ તેઓ તેમના અંગ્રેજી વાર્તાસંગ્રહ ‘ફોક ટેલ્સ…
વધુ વાંચો >સાંઝી ધરતી બખલે માનુ (1976)
સાંઝી ધરતી બખલે માનુ (1976) : ડોગરી નવલકથાકાર નરસિંગદેવ જામવાલ (જ. 1931) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે. ડોગરી ભાષાના આ નામાંકિત નવલકથાકાર અને નાટ્યલેખક 14 વર્ષની વયે જમ્મુ અને કાશ્મીરનાં સ્ટેટ ફૉર્સિઝમાં જોડાયા અને 194850 દરમિયાન યુદ્ધકેદી તરીકે પકડાયા હતા. 1951માં લશ્કરમાંથી છૂટા…
વધુ વાંચો >હમીદી હબીબુલ્લાહ કાશ્મીરી
હમીદી, હબીબુલ્લાહ કાશ્મીરી (જ. 29 જાન્યુઆરી 1932, બહોરી કદલ, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ અને કાશ્મીરી વાર્તાકાર, નવલકથાકાર તથા વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘યથ મિઆની જોએ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ફારસીમાં બી.એ. ઑનર્સ અને અંગ્રેજી તથા ઉર્દૂમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >