Industry Business and Management
એક્ઝિમ બૅન્ક
એક્ઝિમ બૅન્ક (Exim Bank Export Import Bank of India) : ભારતની આયાત-નિર્યાત બૅન્ક. તે રાષ્ટ્રના આયાત-નિર્યાત વ્યાપારની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડતી, નિર્યાત-સંસ્થાઓની પ્રવૃત્તિઓનું સંકલન કરનારી અને નિર્યાતપ્રોત્સાહક શાખ-સગવડો પૂરી પાડનારી ભારતની અગ્રિમ નાણાકીય સંસ્થા છે. ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારની નાણાકીય સંકલનની કાર્યવહી માટે લોકસભાએ પસાર કરેલા વિશિષ્ટ કાયદાની રૂએ એક્ઝિમ બૅન્ક…
વધુ વાંચો >એન્ડૉર્સમેન્ટ (શેરો)
એન્ડૉર્સમેન્ટ (શેરો) : હૂંડી અથવા ચેકના માલિકીહકો તેના અંતિમ ધારક અથવા તેમાં દર્શાવેલી નામજોગ વ્યક્તિને મળે તે હેતુથી પરક્રામ્ય દસ્તાવેજ પર ઠરેલો શેરો. ભારતમાં આ પ્રકારનો શેરો પરક્રામ્ય દસ્તાવેજ અધિનિયમ 1881ની જોગવાઈને અધીન હોય છે અને આવો શેરો દસ્તાવેજના પાછળના ભાગ પર અથવા તેની સાથે જોડેલા કાગળ પર કરવામાં આવે…
વધુ વાંચો >એફ.આઇ.સી.સી.આઇ.
એફ.આઇ.સી.સી.આઇ. (Federation of Indian Chambers of Commerce and Industries) (1927) : ભારતીય વ્યાપાર તથા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી કેન્દ્રીય સંસ્થા. તેની સ્થાપના થતાં ‘ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઍન્ડ કૉમર્સ કૉંગ્રેસ’ નામની અગાઉની સંસ્થાનું સ્થાન તેણે લીધું. પ્રવર્તમાન આર્થિક વલણો તથા સમસ્યાઓ અંગે ભારતનાં વ્યાપાર તથા વાણિજ્યનાં સંગઠનોનાં મંતવ્યોને મૂર્ત સ્વરૂપ આપી સરકાર તથા…
વધુ વાંચો >એમ.આર.ટી.પી.
એમ.આર.ટી.પી. : જુઓ ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો.
વધુ વાંચો >એર ઇન્ડિયા
એર ઇન્ડિયા : આંતરરાષ્ટ્રીય વાયુપરિવહન સેવા આપતી ભારતની રાષ્ટ્રીય વાયુસેવા સંસ્થા. તા. 15-10-1932ના દિવસે તાતા જૂથે તેની સ્થાપના મુંબઈમાં કરી. સ્થાપના દિન પ્રસંગે તાતા જૂથના અગ્રણી જહાંગીર રતનજી તાતાએ આ દિવસે ‘પુસ મોથ’ નામના એકયાત્રી વિમાનમાં કરાંચીથી મુંબઈ સુધી એકલયાત્રા કરી. વચ્ચે તેમણે અમદાવાદમાં ઉતરાણ કર્યું. સંસ્થાનું નામ તાતા એરલાઇન્સ…
વધુ વાંચો >એરણ (anvil)
એરણ (anvil) : લોખંડનું વિશિષ્ટ આકારનું ગચિયું (block) જેના ઉપર ધાતુને મૂકીને હથોડાની મદદથી ટીપીને જરૂરી આકાર આપવામાં આવે છે. લુહારની એરણ સામાન્યત: ઘડતર લોખંડની બનેલી હોય છે. ક્વચિત્ તે ઢાળેલા લોખંડની પણ બનાવાય છે અને તેની કાર્ય કરવાની સપાટી ર્દઢીભૂત (hardened) સ્ટીલની રાખવામાં આવે છે. પ્રક્ષિપ્ત (projecting) શંકુ આકારના…
વધુ વાંચો >ઍલ્યુમિનિયમ-ઉદ્યોગ
ઍલ્યુમિનિયમ-ઉદ્યોગ : એક રૂપેરી, વજનમાં હલકી, પ્રબળ, બિનચુંબકીય, ઊંચી વિદ્યુતવાહકતા, તાપીય સંવાહકતા તથા ઉત્સર્જિતતા ધરાવતી તન્ય ધાતુ. ઍલ્યુમિનિયમને તાંબું, ઝિંક, મૅગ્નેશિયમ વગેરે ધાતુ સાથે મિશ્ર કરી તેની તાપમાન ક્ષમતા, ઘર્ષણપ્રતિરોધકતા વગેરે ગુણોમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરી શકાય છે. બૉક્સાઇટ તરીકે પ્રચલિત ઍલ્યુમિનિયમ અયસ્કમાંથી અશુદ્ધિઓ દૂર કરી પ્રથમ ચરણમાં ઍલ્યુમિના (Alumina) અને…
વધુ વાંચો >એશિયન ડેવલપમેન્ટ બૅંક
એશિયન ડેવલપમેન્ટ બૅંક (ADB) : સંયુક્ત રાષ્ટ્રસંઘના વિકાસ કાર્યક્રમો અમલમાં મૂકતી, એશિયા તથા પૅસિફિક વિસ્તારની પરિયોજનાઓની દેખરેખ રાખતી અને તે માટે જરૂરી વહીવટી સત્તા ધરાવતી સંસ્થા. સંયુક્ત રાષ્ટ્રસંઘના એશિયા તથા પૅસિફિક વિસ્તારના આર્થિક તથા સામાજિક કમિશન(United Nations Economic and Social Commission for Asia and the Pacific – UNESCAP)ને ઉપક્રમે ડિસેમ્બર,…
વધુ વાંચો >ઍંડિયન ગ્રૂપ
ઍંડિયન ગ્રૂપ : દક્ષિણ અમેરિકાના દેશોનું પ્રાદેશિક આર્થિક સંગઠન. કાર્ટેજેના કરાર હેઠળ 1969માં તેની સ્થાપના. બોલિવિયા, કોલંબિયા, પેજુ, ઇક્વેડોર તથા ચિલી – આ પાંચ સ્થાપક સભ્ય દેશો. 1973માં વેનેઝુએલા જોડાયું. 1976માં ચિલીએ પોતાનું સભ્યપદ પાછું ખેંચી લીધેલું. 1997માં પેરુએ પછીનાં પાંચ વર્ષ માટે પોતાનું સભ્યપદ મોકૂફ રખાવ્યું હતું. તે જ…
વધુ વાંચો >ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC)
ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC) : હાઇડ્રૉકાર્બન પદાર્થોના અન્વેષણ (exploration) અને વિનિયોજન (exploitation) માટે ભારત સરકારે 1956માં સ્થાપેલ નિગમ. ઔદ્યોગિક વિકાસ દ્વારા ભારતના જનસમૂહના જીવનધોરણનો ઉત્કર્ષ સાધવા માટે ગણનાપાત્ર જથ્થામાં ઊર્જાની આવશ્યકતા અવગણી શકાય નહિ. કુદરતી વાયુ તેમજ ખનિજતેલ ઊર્જાના મુખ્ય સ્રોતો છે. તેની ઉપલબ્ધિ માટે 1956માં ભારત સરકારે…
વધુ વાંચો >