Industry Business and Management
સરચાર્જ (અધિભાર)
સરચાર્જ (અધિભાર) : ભારતની કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતા કેટલાક કરવેરા ઉપર લેવામાં આવતો વધારાનો કર-અધિભાર. ભારતના બંધારણના અનુચ્છેદ (articles) 269થી 271 હેઠળ વિવિધ પ્રકારના કર નાખવાનો અને/અથવા વસૂલ કરવાનો અધિકાર કેન્દ્ર સરકારને આપેલો છે. તેમાંથી અનુચ્છેદ 269 હેઠળ રાજ્ય સરકારોને સોંપેલા (assigned) કરવેરા જેવા કે આંતરરાજ્ય ક્રય અને…
વધુ વાંચો >સરભર વિશ્લેષણ (break even analysis)
સરભર વિશ્લેષણ (break even analysis) : ઉત્પાદક કંપનીના ઉત્પાદનનો વકરો, ઉત્પાદનની પડતર-કિંમતને જે સુનિશ્ચિત બિંદુએ સાદ્યંત વસૂલ કરી શકે તેવા બિંદુનું પૃથક્કરણ. સરભર વિશ્લેષણ સમતૂટ બિંદુ વિશ્લેષણ તરીકે પણ ઓળખાય છે. ઉત્પાદન કરતા એકમો, કેટલા જથ્થામાં પોતાનો માલ પેદા કરીને વેચે તો તે, ‘ન નફો ન નુકસાન’ની પરિસ્થિતિમાં મુકાય તે…
વધુ વાંચો >સર્ટિફિકેટ ઑવ્ ઓરિજિન (ઉત્પત્તિ સ્થળનું પ્રમાણપત્ર)
સર્ટિફિકેટ ઑવ્ ઓરિજિન (ઉત્પત્તિ સ્થળનું પ્રમાણપત્ર) : આયાત- પસંદગીનો કરાર કરનારા બે દેશો પૈકી એક દેશનો નિકાસકાર બીજા દેશના આયાતકારને માલ નિકાસ કરે ત્યારે માલ નિકાસ કરનારના દેશમાં જ બનેલો છે તેવું નિકાસકારે આયાતકારને આપવું પડતું પ્રમાણપત્ર. વિશ્વ વ્યાપારી સંગઠનની શરતો અમલમાં આવવા માંડી છે તેથી વૈશ્વિક વ્યાપાર મુક્ત થવાની…
વધુ વાંચો >સહભાગીદારી (copartnership)
સહભાગીદારી (copartnership) : ભાગીદારીમાં ધંધો કરવા માટે ટૂંકા સમય માટે સ્થાપવામાં આવેલી પેઢી. નફો વહેંચી લેવાના ઉદ્દેશથી સામાન્યત: ભાગીદારી પેઢીઓ શરૂ થાય છે અને કોઈ એક ધંધાને સતત ચાલુ રાખીને સતત નફો મેળવવાના ઉદ્દેશથી પણ ભાગીદારી પેઢીઓ ચાલતી હોય છે. આર્થિક ક્ષેત્રે એવા કેટલાક બનાવો બને છે કે જેનો લાભ…
વધુ વાંચો >સંકલન
સંકલન : સંસ્થાનાં લક્ષ્યો અને વિવિધ વિભાગોનાં કાર્યો વચ્ચેની સંગઠન-વ્યવસ્થા. ઔદ્યોગિક સંગઠનો લક્ષ્ય સાધવા માટે કાર્યોનું વિવિધ વિભાગોમાં (દા.ત., ઉત્પાદનલક્ષી, નાણાકીય, માર્કેટિંગલક્ષી, માનવીય સંપત્તિલક્ષી, વહીવટી વગેરે) વિભાજન પસંદ કરે છે. દરેક વિભાગ પોતાની અલગ કાર્યપદ્ધતિ અપનાવે છે; પરંતુ સંગઠનનો હેતુ સાધવા માટે પરસ્પર સંકલનનો પણ અવકાશ રાખે છે. સંકલન-વ્યવસ્થાનું આયોજન…
વધુ વાંચો >સંકલિત ગ્રામવિકાસ યોજના
સંકલિત ગ્રામવિકાસ યોજના : ગ્રામીણ ગરીબોની આવકવૃદ્ધિ માટેનો એક કાર્યક્રમ. સ્વાતંત્ર્ય પછી પંચવર્ષીય યોજનાઓને કારણે એકંદર વિકાસનો દર વધ્યો છે, પરંતુ ગરીબમાં ગરીબ વર્ગો સુધી એના લાભ પહોંચ્યા નથી. આ ગરીબ પ્રજાનો મોટો ભાગ ગામડાંઓમાં વસે છે. આ ગ્રામીણ ગરીબોની આવક સુધારવા માટે સમગ્રલક્ષી વિકાસ યોજના ઉપરાંત બીજા બે પ્રકારના…
વધુ વાંચો >સંકલિત હિસાબી પ્રથા (integrated accounting system)
સંકલિત હિસાબી પ્રથા (integrated accounting system) : ઉત્પાદનના પ્રત્યેક નાણાકીય ખર્ચનું ઉત્પાદનની પડતરકિંમત સુસંગત રીતે નક્કી કરવા માટે વર્ગીકરણ કરી શકાય તે પ્રકારે નાણાકીય હિસાબી અને પડતર હિસાબી પ્રથાઓનું અંતર્ગ્રથન (interlocking). નાણાકીય હિસાબી ચોપડા અને પડતરકિંમતના હિસાબી ચોપડા જુદા જુદા સેટમાં રાખવાને બદલે નાણાકીય ખર્ચ અને પડતરકિંમતને એક સેટમાં જ…
વધુ વાંચો >સંક્રામી મૂલ્ય (હસ્તાંતર કિંમત – transfer price)
સંક્રામી મૂલ્ય (હસ્તાંતર કિંમત – transfer price) : વિશાળ ઉત્પાદક પેઢીના જુદા જુદા અર્ધ-સ્વાયત્ત વિભાગોમાં એકબીજા સાથેના વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતી બજારકિંમતથી ભિન્ન આંતરિક કિંમત. ઔદ્યોગિક ક્ષેત્રે એકબીજાને પૂરક એવો માલ કે સેવા તૈયાર કરતી કંપનીઓનાં જૂથો હોય છે. આ બધી કંપનીઓ પરસ્પર માટે સાથી કંપનીઓથી ઓળખાય છે. કોઈ એક કંપનીની…
વધુ વાંચો >સંગઠિત બજારો (Organised Markets)
સંગઠિત બજારો (Organised Markets) : ઠરાવેલા નિયમો અને વિધિ અનુસાર ખરીદ અને વેચાણ કરવા માટે જ્યાં એકઠા થઈ શકાય તેવાં સોના-ચાંદી બજાર; રૂ બજાર અને ખનિજ તેલ બજાર (commodity exchange); શૅરબજાર (share and stock exchange), નાણાં બજાર વગેરે કાયદેસરની માન્યતાપ્રાપ્ત સ્થળો. આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે (1) ઉત્પાદન; (2) વિનિમય; (3) વિતરણ…
વધુ વાંચો >સંગોવન ઉદ્યોગ
સંગોવન ઉદ્યોગ : ઊર્ધ્વ પ્લાયસ્ટોસીન કાળગાળા દરમિયાનનો એક્યુલિયન સંસ્કૃતિમૂળ ધરાવતો ઉપ-સહરાનો આફ્રિકી પાષાણ-ઓજાર ઉદ્યોગ. તેને દક્ષિણ આફ્રિકાના ફાઉઅર-સ્મિથ ઉદ્યોગનો સમકાલીન ગણાવી શકાય. સંગોવન ઉદ્યોગની જાણકારી 1920માં યુગાન્ડાના ‘સંગો બે’ ખાતેથી મળેલી. આ ઉપરાંત આ ઉદ્યોગ એંગોલા, કાગો, કેન્યા અને ઝાંબિયા ખાતે પણ અસ્તિત્વ ધરાવે છે. આ ઉદ્યોગનાં પાષાણ-ઓજારોમાં તિકમ, કાષ્ઠકોતરણી…
વધુ વાંચો >