Industry Business and Management
નિવાસી કરદાતા
નિવાસી કરદાતા : આવકવેરાનો વ્યાપ નિશ્ચિત કરવા માટે ભારતમાં કરેલા વસવાટના આધારે વર્ગીકૃત કરેલા કરદાતાઓમાંનો એક વર્ગ. જે વ્યક્તિ કોઈ પણ નાણાકીય વર્ષમાં 182 દિવસ અથવા વધારે ભારતમાં રહી હોય તો તે નિવાસી (resident) બને છે, અથવા ચાલુ વર્ષમાં 60 દિવસ અથવા વધારે અને ચાલુ વર્ષની પહેલાંનાં ચાર વર્ષના 365…
વધુ વાંચો >નૈમિત્તિક અનામતો (contingency reserves)
નૈમિત્તિક અનામતો (contingency reserves) : વેપારધંધામાં સંભવિત ઘટના ઘટે તો તેના ખર્ચ કે નુકસાનને પહોંચી વળવા માટે સરવૈયામાં કરેલી જોગવાઈ. દરેક વર્ષના નફામાંથી કંપની કેટલોક હિસ્સો સામાન્ય અનામતો (general reserves) ખાતે તબદીલ કરે છે અને આ અનામતોનો ઉપયોગ ભવિષ્યમાં ધંધામાં થતા નુકસાન, આર્થિક સંકડામણ અને સંભવિત ઘટના ખરેખર બને તો…
વધુ વાંચો >નૌચાલન
નૌચાલન : માલસામાન અને પ્રવાસીઓની હેરફેર માટે જળમાર્ગો ઉપર વાહન ચલાવવાની પ્રવૃત્તિ. આવાં વાહન તરીકે હોડી, જહાજ, સ્ટીમર જેવાં સાધનોનો ઉપયોગ થાય છે. નૌચાલનની મૂળ શરૂઆત યુરોપની ફિનિશિયન અને મીનોશ પ્રજાએ સૌપ્રથમ વખત ઈ. સ. પૂ. 1200થી 600 ના સમયગાળા દરમિયાન ઉત્તર આટલાન્ટિકમાં કરી હતી એવો ઐતિહાસિક ઉલ્લેખ પ્રાપ્ત થાય…
વધુ વાંચો >પટેલ, એચ. એમ.
પટેલ, એચ. એમ. (જ. 27 ઑગસ્ટ 1904, મુંબઈ; અ. 30 નવેમ્બર 1993, વલ્લભવિદ્યાનગર) : દક્ષ વહીવટકર્તા, સમાજસેવક અને રાજકીય નેતા. તેમનું આખું નામ હીરુભાઈ મૂળજીભાઈ પટેલ. વતન ખેડા જિલ્લામાં ધર્મજ. પિતા મૂળજીભાઈ પ્રાથમિક શાળાના શિક્ષક અને પછી મુંબઈમાં એસ્ટેટ બ્રોકર. કાકા ભૂલાભાઈએ વિદ્યાવ્યાસંગના સંસ્કાર આપ્યા. ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષક કરુણાશંકર માસ્તરથી…
વધુ વાંચો >પટેલ, કરશનભાઈ ખોડીદાસ
પટેલ, કરશનભાઈ ખોડીદાસ (જ. 7 જાન્યુઆરી 1944, રૂપપુર, જિ. પાટણ) : માર્કેટિંગના ક્ષેત્રે અસાધારણ સૂઝ ધરાવનાર, કાબેલ વહીવટદાર તેમજ સાહસિક ઉદ્યોગપતિ. ખેડૂત પરિવારમાં જન્મ. માતા જેઠીબહેન. શાન્તાબહેન સાથે લગ્ન, 1956માં. પ્રાથમિક શિક્ષણ વતનમાં, માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં અને સાયન્સ ગ્રૅજ્યુએશન (બી. એસસી.) સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અમદાવાદમાં કર્યું. ગુજરાત સરકારના જિયૉલૉજી અને…
વધુ વાંચો >પટેલ, દિનેશ છોટુભાઈ
પટેલ, દિનેશ છોટુભાઈ (જ. 6 સપ્ટેમ્બર 1950, કાબ્વે, ઝામ્બિયા) : સાહસિક ઉદ્યોગપતિ અને દાનવીર. 1973માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. ફાર્મ.ની પદવી મેળવ્યા બાદ, 1975માં અમેરિકાના પેન્સિલવેનિયા ખાતેની ફિલાડેલ્ફિયા કૉલેજ ઑવ્ ફાર્મસી ઍન્ડ સાયન્સમાંથી એમ. એસ.(ફાર્માસ્યૂટિક્સ)ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1978માં મિશિગન યુનિવર્સિટીમાંથી ભૌતિકીય ઔષધનિર્માણ(physical pharmacy)ના વિષય સાથે પીએચ.ડી. થયા. 1975થી 1978ના ગાળામાં…
વધુ વાંચો >પડતર (costing)
પડતર (costing) : ઉત્પાદિત માલ કે સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિ. કોઈ પણ વસ્તુ અથવા સેવાના ઉત્પાદન માટે અનેક પ્રકારનાં સાધનો પર ખર્ચ કરવો પડે છે. ઉત્પાદન કરવા માટે થયેલા કુલ ખર્ચને ઉત્પાદિત થયેલા એકમો વડે ભાગવાથી એકમદીઠ અથવા સરેરાશ પડતર કિંમત નક્કી કરી શકાય છે. માલ કે…
વધુ વાંચો >પડતર-અન્વેષણ (cost-audit)
પડતર–અન્વેષણ (cost-audit) : પડતર-કિંમત નક્કી કરવા માટે રાખવામાં આવેલા હિસાબકિતાબોની સચ્ચાઈની તથા નિશ્ચિત કરેલી યોજનાને અનુરૂપ પડતર-ખર્ચ થયું છે કે કેમ તેની ચકાસણી. નફાનુકસાન અને સરવૈયાનાં પત્રકો કાયદેસરની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરેલાં છે કે કેમ અને તે ધંધાકીય ઉપક્રમનું સાચું અને વાજબી ચિત્ર રજૂ કરે છે કે કેમ તેની ચકાસણી…
વધુ વાંચો >પડતર-કેન્દ્રો (cost-centres)
પડતર–કેન્દ્રો (cost-centres) : કારખાનાના જુદા જુદા ઘટકોમાં થતા ઉત્પાદન-ખર્ચમાંથી જે ઘટકનો ખર્ચ કુલ ઉત્પાદન-ખર્ચમાંથી અલગ તારવી શકાય તેવો ઘટક. ઉત્પાદિત માલ અથવા સેવાનો એકમ નિશ્ચિત કરીને તેની પડતર નક્કી કરાય છે. ઉત્પાદનને ભૌતિક સ્વરૂપે નિરૂપી શકાય તો તેનો એકમ વજન અથવા કદથી નક્કી કરાય છે; દા. ત., એક ટન સિમેન્ટ,…
વધુ વાંચો >પડતર-નિયમન (cost-control)
પડતર–નિયમન (cost-control) : ધંધાકીય એકમનું સુચારુ સંચાલન કરવા માટે વહીવટી અધિકારીઓ દ્વારા કરવામાં આવતું ઉત્પાદનના પડતર-ખર્ચનું નિયમન. સામાન્ય સંજોગોમાં ધંધાકીય એકમનો મૂળભૂત હેતુ મહત્તમ નફો મેળવવાનો હોય છે. નફાની ગણતરીમાં ઉત્પાદનની પડતર કિંમત અગત્યનો ભાગ ભજવે છે. તેથી ધંધાકીય એકમના દરેક વિભાગનું સંકલન કરીને તથા પદ્ધતિસરનાં અસરકારક પગલાં લઈને પડતર-ખર્ચ…
વધુ વાંચો >