Industry Business and Management
જૂથવીમો
જૂથવીમો : સંસ્થાગત કર્મચારીનો સમૂહમાં લેવાયેલો વીમો, જેમાં જૂથના કારણે પ્રીમિયમ દર ઓછો હોય છે. સંસ્થા દ્વારા વીમા-કંપની સાથે ફક્ત એક સામુદાયિક કરાર કરવામાં આવે છે. જૂથવીમામાં દરેક સભ્યનું અંગત સ્વાસ્થ્ય ધ્યાનમાં લીધા વગર અને તેની તબીબી તપાસ કર્યા વગર સર્વ સભ્યોને વીમાનું રક્ષણ સમાન નિયમોથી મળે છે. જૂથવીમા પૉલિસીનું…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉબર
જૉબર : લંડન શૅરબજારનો સભ્ય. તે શૅર અને જામીનગીરીઓમાં વાસ્તવિક લે-વેચ કરે છે; પરંતુ રોકાણકાર સાથે સીધેસીધા સંપર્કમાં આવતો નથી. ફક્ત શૅરદલાલો સાથે જ વહેવાર અને વેપાર કરે છે. દલાલો રોકાણકારો વતી કાર્ય કરે છે. જૉબર અમુક શૅરના લૉટ કે અમુક ગ્રૂપ માટે જ કાર્ય કરે છે; જેમ કે, ગિલ્ટ-એજેડ…
વધુ વાંચો >ઝવેરી, મૂળચંદ આશારામ
ઝવેરી, મૂળચંદ આશારામ (જ. 24 ઑક્ટોબર 1883, ધોળકા; અ. 24 જૂન 1951, અમદાવાદ) : અગ્રણી વ્યાપારી અને સમાજસેવક. માતા : ઇચ્છાબાઈ. પ્રાથમિક શિક્ષણની શરૂઆત ગામઠી શાળામાં કરી. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થવાથી ફોઈબા વીજળીબહેનની છત્રછાયા નીચે વડોદરા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ લીધું. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ અધૂરો છોડી…
વધુ વાંચો >ટપાલસેવા
ટપાલસેવા : વિશ્વને કોઈ પણ ખૂણે વસતા માનવ કે સંસ્થાને અન્ય વ્યક્તિ કે સંસ્થા સાથે સાંકળતી સેવામાંની એક. ટપાલસેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણે નિશ્ચિત દરે ટિકિટ ચોડીને કે ફ્રૅંક કરી-કરાવીને પત્ર, પાર્સલ કે પૅકેટ, ગુપ્તતા અને સલામતીના ભરોસા સાથે મોકલી શકે છે. ટપાલ ખાતું શક્ય તેટલી…
વધુ વાંચો >ટંકશાળ
ટંકશાળ : દેશ માટે કાયદેસરના ચલણી સિક્કા પાડવાનું રાજ્ય હેઠળનું અધિકૃત તંત્ર. ધાતુઓના ગઠ્ઠાઓને પિગાળીને સળિયામાં ઢાળવા, સળિયાના સપાટ સમતલ પટ્ટા બનાવીને પછી પટ્ટીઓ બનાવવી, પટ્ટીઓમાંથી ચપટી ગોળાકાર ચકતીઓ કાપીને તેમનું વજન બંધબેસતું કરવું, ચકતીઓને તેજાબ વડે સાફ કરીને તેમની કિનારીઓ બનાવવી તથા યાંત્રિક પ્રહાર દ્વારા તેમની ઉપર છાપ ઉપસાવવી…
વધુ વાંચો >ટાગોર, દ્વારકાનાથ
ટાગોર, દ્વારકાનાથ (જ. 1794, જોડાસાંકો, કૉલકાતા; અ. 1 ઑગસ્ટ 1845, સરે, ઇંગ્લૅન્ડ) : બંગાળના ઉદ્યોગપતિ, વેપારી અને સમાજસુધારક. તેમના દાદા નીલમણિ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારી હતા. નીલમણિના પુત્ર રાસમણિના બીજા પુત્ર તે દ્વારકાનાથ. દ્વારકાનાથના સૌથી મોટા પુત્ર દેવેન્દ્રનાથ તે બ્રહ્મોસમાજના અગ્રણી અને કવિ રવીન્દ્રનાથના પિતા. દ્વારકાનાથે ઓગણીસમી સદીની પરંપરા મુજબ…
વધુ વાંચો >ટી રિસર્ચ ઍસોસિયેશન (TRA : ચા સંશોધન મંડળ)
ટી રિસર્ચ ઍસોસિયેશન (TRA : ચા સંશોધન મંડળ) : ચા ઉદ્યોગના તાંત્રિક પ્રશ્નો અંગેનાં સંશોધનો સાથે સંકળાયેલી ભારતીય સંસ્થા. તેની સ્થાપના 1964માં થઈ. તે વૈજ્ઞાનિક ને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR –Council of Scientific and Industrial Research) સાથે સંલગ્ન છે. તે નાણાં માટે વાણિજ્ય મંત્રાલય અને ટી બોર્ડ પર અવલંબિત છે.…
વધુ વાંચો >ટેન્ડર
ટેન્ડર : ખરીદનાર તરફથી માલસામગ્રીની ખરીદી અથવા જૉબ-કામને લગતી જાહેરાતના સંદર્ભમાં વેચનાર કે કૉન્ટ્રેક્ટર દ્વારા નિર્દેશિત અંદાજિત કિંમત મુજબ ભરવામાં આવતું ભાવપત્રક. ટેન્ડરની પ્રક્રિયામાં બે પક્ષકારો હોય છે. ખરીદનાર એટલે કે ટેન્ડર બહાર પાડનાર અને વેચનાર એટલે કે ટેન્ડર ભરનાર. ચીજવસ્તુ ખરીદવા અથવા સેવા મેળવવા ઉત્સુકે અખબારોમાં એની અંદાજિત કિંમત…
વધુ વાંચો >ટેલર-પ્રથા
ટેલર-પ્રથા : બેરર–ચેકની ચુકવણી માટેની એક પદ્ધતિ. ગ્રાહકોએ પોતાના ચેક વટાવવા માટે બૅંકના કાઉન્ટર ઉપર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તેના વિકલ્પમાં ટેલરપદ્ધતિ શરૂ થઈ છે. પ્રાયોગિક ધોરણે ભારતની કેટલીક વાણિજ્ય–બૅંકોએ ટેલરપદ્ધતિનો વિકાસ શરૂ કરેલ છે. પરંતુ દરેક બૅંકની પદ્ધતિ અલગ અલગ હોય છે. મુખ્ય પદ્ધતિમાં સતત ચાલુ…
વધુ વાંચો >