Indian culture
કુબેર
કુબેર : ધનાધ્યક્ષ અને યક્ષ-રાક્ષસ ગુહ્યકોના અધિપતિ. ઉત્તર દિશાના લોકપાલ. એનું એક નામ સોમ છે તેથી ઉત્તર દિશા સૌમ્યા કહેવાય છે. વિશ્રવા ઋષિ અને માતા ઇલવિલાના પુત્ર છે, તેથી વૈશ્રવણ અને ઐલવિલ નામોથી ઓળખાય છે. તેની પત્નીનું નામ ભદ્રા. શરીર અત્યંત બેડોળ. ત્રણ ચરણ, આઠ દાંત સાથે જન્મેલ. ડાબી આંખ…
વધુ વાંચો >કુમારજીવ
કુમારજીવ (જ. 344, કુચી; અ. 413) : પાંચમી સદી સુધી ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રવર્તક કુચીના બૌદ્ધ પંડિત અને તત્વવેત્તા. પિતા કુમારાયણ ભારતીય રાજાના અમાત્ય કુળના હતા. પદનો ત્યાગ કરી તે કુચી ગયા. પાંડિત્ય તથા કુશળતાને કારણે કુચીના રાજપુરોહિત બન્યા અને રાજકુમારી જીવાને પરણ્યા. પુત્રજન્મ પછી માતા જીવા બૌદ્ધ ભિક્ષુણી બન્યાં.…
વધુ વાંચો >કુમુદચંદ્ર
કુમુદચંદ્ર (બારમી સદી) : કર્ણાટકના રાજા અને જયસિંહ સિદ્ધરાજના માતામહ જયકેશીના ગુરુ જૈન મુનિ. પ્રભાવકચરિત અનુસાર કુમુદચંદ્ર દાક્ષિણાત્ય હતા. કુમુદચંદ્ર વાદવિદ્યામાં કુશલ હતા અને તેમના વિપક્ષીઓમાં બૌદ્ધો, ભાટ્ટ મીમાંસકો, શંકરાચાર્યના અનુયાયીઓ અને કાપિલો(સાંખ્યો)નો સમાવેશ હતો. યશશ્ચન્દ્રના ‘મુદ્રિતકુમુદચંદ્ર’ રૂપકનું કથાવસ્તુ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં કુમુદચંદ્ર અને વાદિદેવસૂરિ વચ્ચે થયેલી ચર્ચા (પારિભાષિક નામકથા,…
વધુ વાંચો >કુરીતીબા
કુરીતીબા : બ્રાઝિલના પારાના પ્રદેશનું શહેર. તે 25° 25′ દક્ષિણ અક્ષાંશ અને 49° 25′ પશ્ચિમ રેખાંશ પર આવેલું છે. અતિ પ્રાચીન ખડકોની બનેલ બ્રાઝિલિયન ઉચ્ચભૂમિ પર સમુદ્રની સપાટીથી 908 મીટર આશરે ઊંચાઈએ તે વસેલું છે. 1654માં સુવર્ણક્ષેત્રનું ખોદકામ કરવાના મથક તરીકે તેની શરૂઆત થઈ હતી. ઈ. સ. 1668થી 1853 સુધી…
વધુ વાંચો >કુલ, અકુલ
કુલ, અકુલ : કૌલમાર્ગ અનુસાર કુલનો અર્થ છે ‘શક્તિ’ અને અકુલનો અર્થ છે ‘શિવ’. કુલ અને અકુલનો સંબંધ સ્થાપિત કરવાનું નામ ‘કૌલમાર્ગ’ છે. કુલના બીજા પણ અર્થો થાય છે. જેમાં એક અર્થ ‘વંશ’ કે વંશપરંપરા થાય છે. જ્યારે અકુલનો અર્થ વંશ કે વંશ-પરંપરા રહિતપણું થાય છે. આ દૃષ્ટિએ શિવની ‘અકુલ’…
વધુ વાંચો >કુશસ્થલી
કુશસ્થલી : પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે આનર્ત દેશની ઇક્ષ્વાકુ વંશની એક શાખા શાર્યાતોની અરબી સમુદ્રતટે આવેલી રાજનગરી. તે જ યાદવોની દ્વારવતી અને આજની દ્વારકા. રૈવત કકુદ્મી એનો સ્વામી હતો. તે નગરી રૈવતક(ગિરનાર)થી સુશોભિત હતી. પુણ્યજન રાક્ષસોએ તેનો વિનાશ કર્યો. પૌરાણિક વૃત્તાંત મુજબ શાર્યાત કુળના રાજા રૈવત કકુદ્મી, પુત્રી રેવતી માટે સુયોગ્ય…
વધુ વાંચો >કુશિનારા
કુશિનારા : બિહારમાં આવેલા ગોરખપુરથી પૂર્વમાં આશરે 60 કિમી. દૂર આવેલું કસિયા ગામ. મૂળ નામ કુશાવતી અને ત્યાં મલ્લ વંશનું પાટનગર. રાજાશાહી હતી ત્યારે તે એક સમૃદ્ધ અને વસ્તીવાળું નગર હતું. બુદ્ધના સમયમાં રાજાશાહીનું સ્થાન ગણતંત્રે લીધું અને નગરનું નામ કુશિનારા પાડ્યું. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 12 યોજન અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ…
વધુ વાંચો >કુંતી
કુંતી : રાજા પાંડુની પત્ની. પાંડવોની માતા. યાદવ રાજા શૂરની પુત્રી. વસુદેવની બહેન. શ્રીકૃષ્ણની ફોઈ. નામ પૃથા. રાજા કુંતીભોજે દત્તક લીધા પછી કુંતી કહેવાઈ. કુંતીભોજે તેને અતિથિસત્કારમાં નિયુક્ત કરી. અતિથિ દુર્વાસાની સમુચિત સેવા કરી. ઋષિ પ્રસન્ન થયા. વશીકરણ-મંત્ર આપ્યો અને કહ્યું : ‘આ મંત્ર વડે તું જે દેવનું આવાહન કરીશ…
વધુ વાંચો >કુંથુનાથ
કુંથુનાથ : જૈનોના 24 તીર્થંકરો પૈકીના સત્તરમા તીર્થંકર. હસ્તિનાપુરના રાજા શૂરસેન કે સૂર્ય તેમના પિતા અને શ્રીકાન્તા કે શ્રીદેવી તેમનાં માતા. કૃત્તિકા નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. જન્મતાં વાર જ તે ભૂમિ પર સીધા ઊભા રહ્યા તેથી અથવા જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમનાં માતાએ રત્નોનો ઢગલો જોયો તેથી તેમનું…
વધુ વાંચો >