Indian culture
ઉદયન
ઉદયન : વત્સ દેશનો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. એ ભરત જાતિના કુરુકુલના રાજા શતાનીકનો પુત્ર હતો. એને અવંતિના રાજા પ્રદ્યોત સાથે શત્રુતા હતી. પરંતુ પ્રદ્યોતે વીણાવાદન દ્વારા ઉન્મત્ત ગજને વશ કરવાના નિમિત્તે કૃત્રિમ ગજનું ષડ્યંત્ર રચી એને કેદ કર્યો ને પોતાની કુંવરી વાસવદત્તાને એની પાસે સંગીત શીખવા મૂકી. વત્સરાજ ઉદયન અને…
વધુ વાંચો >ઉદયન મંત્રી (11મી-12મી સદી)
ઉદયન મંત્રી (11મી-12મી સદી) : સિદ્ધરાજ જયસિંહનો એક મંત્રી. મરુમંડલ(મારવાડ)નો આ શ્રીમાલી વણિક અર્થોપાર્જન માટે કર્ણાવતી આવ્યો ને લાછિ નામે છીપણના સહકારથી ત્યાં વસી સંપત્તિવાન થયો. સમય જતાં એ સિદ્ધરાજ જયસિંહના મંત્રીમંડળમાં પ્રવેશ પામ્યો ને ઉદયન મંત્રી તરીકે ઓળખાયો. એ ખંભાતનો સ્થાનિક અધિકારી લાગે છે. ત્યાં એણે રાજપુત્ર કુમારપાલને આશ્રય…
વધુ વાંચો >ઉદ્ધવ
ઉદ્ધવ (ઈ.સ. 1544ના અરસામાં હયાત) : પાટણ(ઉ.ગુ.)ના આખ્યાનકાર ભાલણનો પુત્ર. તેને નામે બે કાવ્ય (1) રામાયણ (સુંદરકાંડ સુધી) અને (2) બભ્રૂવાહન આખ્યાન જાણવામાં આવેલાં છે. આમાંનું પહેલું કાવ્ય હરગોવિંદદાસ ગો. કાંટાવાળાએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા), અમદાવાદ તરફથી છપાવેલું, જ્યારે બીજું કાવ્ય અપ્રસિદ્ધ છે અને અત્યારે ભો. જે. વિદ્યાભવન(અમદાવાદ)ના હ.…
વધુ વાંચો >ઉદ્યોતનસૂરિ
ઉદ્યોતનસૂરિ (ઈ. સ. આઠમી સદી) : ભારતીય વાઙ્મયના બહુશ્રુત વિદ્વાન. તેમની એકમાત્ર કૃતિ ‘કુવલયમાલાકહા’ તેમના પાંડિત્યનો અને તેમની સર્વતોમુખી પ્રતિભાનો સબળ પુરાવો છે. ઉદ્યોતનસૂરિની નિશ્ચિત જન્મતિથિ અંગે ઉલ્લેખ મળતો નથી. પરંતુ તેમણે કુવલયમાલાકથાની રચના ઈ. સ. 779માં પૂર્ણ કરી હતી. (શક સંવત 700માં એક દિવસ બાકી). તે સમયે જાવાલિપુર(જાલૌર)માં રણહસ્તિન્…
વધુ વાંચો >ઉપગુપ્ત
ઉપગુપ્ત : બૌદ્ધ ધર્મના સિદ્ધ પુરુષ. તેઓ શુદ્ર વર્ણના હતા; પરંતુ 17 વર્ષની વયે દીક્ષા લઈને યોગબળથી કામવિજય પ્રાપ્ત કર્યો. તેમને સમાધિ અવસ્થામાં ભગવાન બુદ્ધનાં દર્શન થયાનું મનાય છે. બુદ્ધનિર્વાણ પછી લગભગ સો વર્ષે થયેલા ઉપગુપ્તના વખતમાં બૌદ્ધોનો પ્રથમ મહાસાંઘિક સંપ્રદાય પ્રવર્ત્યો. તેમણે મથુરામાં એક સ્તૂપ બંધાવેલો. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર…
વધુ વાંચો >ઉપપીઠ
ઉપપીઠ : મંદિરોની દીવાલનો નીચલો ભાગ જે પીઠનો એક ભાગ હોય છે. દીવાલોના થરોની રચનામાં તે સમાયેલો હોય છે. દક્ષિણનાં મંદિરોમાં આ પીઠમાં જુદા જુદા થરો હોય છે. તેને ઉબપીઠમ્ કહેવામાં આવે છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ઉપરકોટનું ગુફાસ્થાપત્ય
ઉપરકોટનું ગુફાસ્થાપત્ય : પ્રાચીન અને મધ્યકાલીન પુરાવશેષો ધરાવતું સ્થળ. જૂનાગઢ રેલવે-સ્ટેશનથી પૂર્વમાં લગભગ પોણો માઈલ દૂર મહમૂદ બેગડાએ જૂનાગઢને ફરતા બંધાવેલા ગઢની પૂર્વની રાંગની લગભગ ઉત્તર બાજુએ ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ‘વિવિધ તીર્થકલ્પ’ આ સ્થળનો ‘ઉગ્ગસેણ ગઢ’ અને ‘પ્રબંધકોશ’માં ‘ખંગારદુર્ગ’ તરીકે ઉલ્લેખ થયો છે. એક માન્યતા પ્રમાણે આ કિલ્લો ઉગ્રસેન…
વધુ વાંચો >ઉલૂક
ઉલૂક : ‘ઘુવડ’ નામનું પક્ષી અને ઉલૂક નામની વ્યક્તિ તેમજ જાતિ. ‘સર્વદર્શન સંગ્રહ’માં કણાદ મુનિના વૈશેષિક દર્શનને ‘ઔલૂક દર્શન’ કહેવામાં આવ્યું છે. ટીકાકારે એનાં બે કારણો બતાવ્યાં છે – (1) કણાદ ઉલૂક ઋષિના વંશજ હતા, (2) શિવે ઉલૂકનું રૂપ ધારણ કરીને કણાદને છ પદાર્થોનું જ્ઞાન આપ્યું હતું. પાણિતિ (4-1-105)માં તેમજ…
વધુ વાંચો >ઉષવદાત
ઉષવદાત (ઈ. પ્રથમ સદીમાં હયાત) : ક્ષત્રપ રાજા નહપાનનો જમાઈ, તેદીનીકનો પુત્ર, દક્ષમિત્રાનો પતિ અને શક જાતિનો ભારતીયકરણ પામેલો ઉષવદાત (ઋષભદત્ત) નાસિક-કાર્લેની ગુફામાંના કોતરલેખોથી ખ્યાતિ પામેલો છે. બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાનાં એનાં લખાણોથી સમકાલીન ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિની સારી માહિતી મળે છે. ઈસુની પ્રથમ સદી દરમિયાન વિદ્યમાન ઉષવદાતે નાસિકથી…
વધુ વાંચો >ઉષ્ણીષ-કમલ
ઉષ્ણીષ-કમલ : બૌદ્ધદર્શન અને યોગપરંપરા પ્રમાણે શરીરમાંનાં ચાર ચક્રો પૈકીનું સર્વોચ્ચ ચક્ર. હિંદુ યોગ પરંપરામાં છ ચક્રોથી ઉપરનું સાતમું ચક્ર કમલાકૃતિનું છે, જેને સહસ્રાર ચક્ર કે સહસ્રદલ-કમલ કહેવામાં આવ્યું છે. બૌદ્ધપરંપરા પ્રમાણે ઉષ્ણીષ-કમલ 64 દલ(પાંખડી)નું હોય છે. મેરુગિરિના શિખર ઉપર જ્યાં મહાસુખનો નિવાસ છે, ત્યાં ચાર મૃણાલો પર આ ઉષ્ણીષ-કમલ…
વધુ વાંચો >