Indian culture
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…
વધુ વાંચો >બૉનર, એલિસ
બૉનર, એલિસ (જ. 22 જુલાઈ 1889, લેગ્નાનો, ઇટાલી; અ. 13 એપ્રિલ 1991, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં પરમ ચાહક, કલાકાર, શિલ્પ-સ્થાપત્યનાં ગવેષક, શિલ્પી અને કાશીનિવાસી સારસ્વતપુત્રી. બ્રિટિશ માતા એલિસ બ્રાઉન અને સ્વિસ પિતા જ્યૉર્જ બૉનરનાં પુત્રી. તેમને તેમનાં માતાપિતા તરફથી સ્વિસ અને અંગ્રેજી સંસ્કારનો વારસો મળ્યો હતો. ઇટાલીમાં તેમના…
વધુ વાંચો >ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન
ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન ભારતીય તત્વજ્ઞાન મુજબ ઈશ્વરપ્રાપ્તિ માટેનો ભક્તિપરક માર્ગ. કાળાંતરે ‘કર્મમાર્ગ’ એટલે વૈદિક કર્મકાંડનો માર્ગ, ‘જ્ઞાનમાર્ગ’ એટલે આત્મા-પરમાત્માના જ્ઞાનને પ્રાધાન્ય આપનાર (આદિશંકરાચાર્ય વગેરેનો) માર્ગ અને ‘ભક્તિમાર્ગ’ એટલે મૂળે વૈદિક છતાં ઉત્તરકાળમાં નારદ, શાંડિલ્ય, પાંચરાત્ર, સાત્વત કે ભાગવત તથા તેને અનુસરતા રામાનુજાચાર્ય વગેરે આચાર્યોએ પ્રવર્તાવેલો માર્ગ. ભક્તિની ભાવનાનો આદિસ્રોત છેક…
વધુ વાંચો >ભગવત રસિક
ભગવત રસિક (જ. ઈ. સ. 1738; અ. –) : વિરક્ત પ્રેમયોગી સાધુ. એમના પૂર્વજીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. નિંબાર્ક સંપ્રદાયના ટટ્ટી સંસ્થાનના ગાદીપતિ સ્વામી લલિતમોહિનીદાસના તેઓ શિષ્ય હતા. નિર્ભીક, નિસ્પૃહ, સત્યવાદી અને ત્યાગી મહાત્મા તરીકે એમની ખ્યાતિ પ્રસરી હતી. ઈ. સ. 1802માં સ્વામી લલિતમોહિનીદાસનું નિધન થતાં તેમના મુખ્ય શિષ્ય…
વધુ વાંચો >ભગિની નિવેદિતા
ભગિની નિવેદિતા : જુઓ નિવેદિતા, ભગિની
વધુ વાંચો >ભટ્ટ, વૈજનાથ મોતીરામ
ભટ્ટ, વૈજનાથ મોતીરામ (યોગી શ્રી જગન્નાથ તીર્થ) (જ. 1858, વિરમગામ; અ. 1916, લીંબડી) : યોગવિદ્યાના સાધક અને ‘યોગપ્રકાશ’ના કર્તા. માતા સંતોકબા અને પિતા મોતીરામ ડોસારામજી ભટ્ટ. બાલ્યાવસ્થાથી જ તંદુરસ્ત, શાંત અને ગંભીર પણ ચપળતા ઘણી. ગુજરાતી અને સંસ્કૃતમાં થોડો અભ્યાસ પૂરો કરી પોતાના ગામ લીંબડીમાં જ શિક્ષકની નોકરી સ્વીકારી. ચિત્તવૃત્તિમાં…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, બિનોયતોષ
ભટ્ટાચાર્ય, બિનોયતોષ (જ. ) : ભારતીય મૂર્તિશાસ્ત્રના અગ્રગણ્ય વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીમાંથી ભારતીય સંસ્કૃતિની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ ઢાકા યુનિવર્સિટીમાં મૂર્તિશાસ્ત્રના રિસર્ચ સ્કૉલર તરીકે નિમાયા. ત્યાં તેમની તેજસ્વી મેધા ઝળકી ઊઠી અને પોતાના કાર્યના ફળ રૂપે એક વિસ્તૃત ગ્રંથ ‘બુદ્ધિસ્ટ આઇકોનૉગ્રાફી ઑવ્ ઇંડિયા’નું તેમણે લેખન-સંપાદન કર્યું; પરંતુ એથી પણ…
વધુ વાંચો >ભારતીય-યવન સિક્કાઓ
ભારતીય-યવન સિક્કાઓ (Indo-Greek Coins) : પશ્ચિમોત્તર ભારતના ભારતીય-યવન (ઇન્ડો-ગ્રીક) રાજાઓના સિક્કાઓ. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં તથા પંજાબમાં યવન (ગ્રીક) રાજાઓના શાસન દરમિયાન તેમણે અહીં નવીન સિક્કા-પદ્ધતિ દાખલ કરી હતી. સિકંદરના અવસાન પછી સીરિયામાં સેલુક નામે યવન સરદારની રાજસત્તા સ્થપાઈ હતી. એના સમયમાં ભારતમાં ચિનાબ-પ્રદેશમાં સૌભૂતિ નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે…
વધુ વાંચો >ભારતીય વિદ્યા
ભારતીય વિદ્યા (indology) : ભારતના બધા સમયખંડનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં બધાં પાસાંઓનું અધ્યયન, સર્વેક્ષણ અને સંશોધન. જ્યારથી પશ્ચિમી પ્રજાઓ, વિશેષ રૂપે યુરોપીય પ્રજાઓ, આપણા દેશના સંપર્કમાં આવી ત્યારથી તે પ્રજાઓમાં પૌરસ્ત્ય ભૂમિ ભારત વિશે જાણવાની વૃત્તિ વિકસતી ગઈ. આ પ્રજાઓને ભારત એક નૂતન વાણિજ્યતીર્થ અને રાજકીય તીર્થભૂમિ તરીકે જ નહિ,…
વધુ વાંચો >ભારતીય સંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિ ભારતીય સમાજમાં પેઢી-દર-પેઢી હસ્તાંતરિત થતી જીવનશૈલી. સંસ્કૃતિ : અંગ્રેજી શબ્દ ‘કલ્ચર’ મૂળમાં ‘કૃષિ’ના અર્થમાં પ્રયોજાયો છે. તે પરથી વિલ ડ્યુરાન્ટે ‘કલ્ચર’ એટલે માનવમનનું ખેડાણ (કલ્ટિવેશન ઑવ્ મૅન્સ માઇન્ડ) એવો અર્થ તારવ્યો છે. ભારતમાં ‘કલ્ચર’ના પર્યાય રૂપે ‘સંસ્કૃતિ’ શબ્દ પ્રયોજવામાં આવે છે. નૃવંશવિદ્યાવિદો અને સંસ્કૃતિવિદ્યાવિદો તેનું તાત્પર્ય સમજાવતાં કહે…
વધુ વાંચો >