History of India
‘હિંદ છોડો’ આંદોલન (1942)
‘હિંદ છોડો’ આંદોલન (1942) : સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવા વાસ્તે, ગાંધીજીના નેતૃત્વ હેઠળ, ઑગસ્ટ 1942માં કૉંગ્રેસે શરૂ કરેલું આઝાદી માટેનું આખરી આંદોલન. ક્રિપ્સ મિશનની નિષ્ફળતા બાદ ગાંધીજીના વિચારોમાં પરિવર્તન થયું. ‘હરિજન’ અને ‘હરિજનબંધુ’ સાપ્તાહિકોમાં તેમણે લખ્યું કે ‘હિંદુસ્તાન પર ગમે તે વીતક ભલે વીતો, પણ તેની સાચી સલામતી હિંદમાંથી અંગ્રેજો….. વેળાસર…
વધુ વાંચો >હિંદનું વિભાજન
હિંદનું વિભાજન : સ્વાતંત્ર્યપ્રાપ્તિ વખતે 1947માં કરવામાં આવેલ દેશનું ભારત તથા પાકિસ્તાન રૂપે વિભાજન. ઈ. સ. 1935ના હિંદ સરકારના કાયદાથી હિંદના પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી. 1937માં ચૂંટણીઓ થઈ તેમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાને બહુમતી મળી અને આઠ પ્રાંતોમાં એનાં પ્રધાનમંડળો રચાયાં, જ્યારે મુસ્લિમ લીગના બહુ થોડા સભ્યો ચૂંટાયા અને એક પણ…
વધુ વાંચો >હુમાયૂં
હુમાયૂં (જ. 6 માર્ચ 1508, કાબુલ, અફઘાનિસ્તાન; અ. 26 જાન્યુઆરી 1556, દિલ્હી) : મુઘલ સમ્રાટ બાબરનો પુત્ર, બીજો મુઘલ સમ્રાટ. તે તુર્કી, અરબી અને ફારસી ભાષાઓ શીખ્યો હતો. તેણે ઇતિહાસ, તત્વજ્ઞાન, ગણિત, ખગોળ તથા જ્યોતિષનો અભ્યાસ કર્યો હતો. તે કુરાન ઉપરાંત ‘દીવાને-હાફિઝ’ અને ‘દીવાને-સાલમન’ જેવા પ્રશિષ્ટ ગ્રંથોમાં નિષ્ણાત હતો. તેને…
વધુ વાંચો >હુમાયૂંનામા
હુમાયૂંનામા : મુઘલ શહેનશાહ બાબરની પુત્રી ગુલબદન બેગમે લખેલ હુમાયૂંનું જીવનચરિત્ર. ‘હુમાયૂંનામા’ની રચના ગુલબદન બેગમે અકબરની આજ્ઞાથી ઈ. સ. 1580થી 1590 વચ્ચે કરી. સ્વયં ગુલબદન બેગમ જ જણાવે છે તેમ જ્યારે હજરત ફિરદૌસ મકાની (બાબર) સ્વર્ગવાસી થયા ત્યારે પોતે આઠ વર્ષની હતી. તેથી બાબર વિશે તેને ઘણું જ ઓછું યાદ…
વધુ વાંચો >હુમાયૂંની કબર
હુમાયૂંની કબર : મુઘલકાલીન ભારતની એક ઉલ્લેખનીય ઇમારત. આ ઇમારત દિલ્હીમાં મથુરા રોડ પર આવેલી છે. હુમાયૂંના મૃત્યુ પછી તેની વિધવા બેગા બેગમે (જે હાજી બેગમ તરીકે વધુ જાણીતી હતી) આ ઇમારત 1565માં બંધાવી હતી. શેરશાહથી પરાજિત થતાં હુમાયૂંને ઈરાનમાં આશ્રય લેવો પડ્યો હતો. 1556માં તેણે ફરીથી દિલ્હીની ગાદી હસ્તગત…
વધુ વાંચો >હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ)
હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ) : સ્થાપના : 9 માર્ચ, 1993. જમ્મુ-કાશ્મીર રાજ્યનાં કુલ 26 રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનોથી રચાયેલી સંસ્થા. ભારતની સ્વતંત્રતાના કાળથી જ જમ્મુ-કાશ્મીર રાજ્ય વિવાદાસ્પદ બન્યું. તેને ભારતના બંધારણમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો. ભૌગોલિક રીતે તેના વિસ્તારનો મોટો ભાગ ભારત સાથે જોડાયેલો છે, તેની બહુમતી…
વધુ વાંચો >હુવિષ્ક (હુષ્ક)
હુવિષ્ક (હુષ્ક) (શાસનકાળ ઈ. સ. 106–138) : વિદેશી કુષાણ વંશનો ભારતના કેટલાક પ્રદેશોનો રાજા. કલ્હણના ‘રાજતરંગિણી’ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે કાશ્મીર ઉપર તુરુષ્ક (તુર્કિશ) જાતિના ત્રણ રાજાઓ હુષ્ક (હુવિષ્ક), જુષ્ક અને કનિષ્ક 2જો સંયુક્ત રાજ્ય કરતા હતા. તેમણે પોતાના નામ પરથી હુષ્કપુર (આધુનિક ઉષ્કર), જુષ્કપુર (આધુનિક ઝુકુર) અને કનિષ્કપુર (આધુનિક કનીસપોર)…
વધુ વાંચો >હુષ્કપુર
હુષ્કપુર : પ્રાચીનકાલમાં સિથિયન રાજા હુષ્કે સ્થાપેલ નગર. કલ્હણના જણાવ્યા પ્રમાણે તે અશોક મૌર્યના વંશમાંથી ઊતરી આવેલો અને દામોદર સુદના મરણ પછી કાશ્મીરનો શાસક બન્યો હતો. રાજા હુષ્ક પછી જુષ્ક અને કનિષ્ક તેના ઉત્તરાધિકારીઓ બન્યા. રાજા હુષ્ક નવી નવી ઇમારતો બંધાવવાનો અને નગરો વસાવવાનો શોખીન હતો. તેથી તેણે અત્યારના બારામુલ્લા…
વધુ વાંચો >હૂણ
હૂણ : ઈસવી સન પૂર્વે 2જી સદીમાં મધ્ય એશિયામાં ચીનની સરહદે વસતી જંગલી તથા ઝનૂની જાતિના લોકો. તેઓ બળવાન, હિંસક અને યુદ્ધપ્રિય હતા. ચાલતાં કે દોડતાં તેઓ વિચિત્ર અવાજ કરતા તથા પોતાના ચહેરા રંગીને બિહામણા દેખાતા. તેઓ હિંસા અને વિનાશ કરવામાં તલ્લીન રહેતા. તેમણે યૂએ ચી લોકોને વાયવ્ય ચીનમાંથી હાંકી…
વધુ વાંચો >(ફાધર) હેરાસ
(ફાધર) હેરાસ (જ. 11 સપ્ટેમ્બર 1888, બાર્સિલોના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1955, મુંબઈ, ભારત) : પુરાતત્વવિદ, ઇતિહાસકાર અને સ્પૅનિશ જેસ્યુઇટ પાદરી. તેઓ 1904માં જેસ્યુઇટ બન્યા પછી પાદરી થવા માટેનો અભ્યાસ કર્યો. તેમણે ઓરીહ્યુલામાં 3 વર્ષ ઇતિહાસ ભણાવ્યો. 1920માં તેમને કૅથલિક પાદરીનું પદ આપવામાં આવ્યું. 1922માં તેઓ ભારતમાં આવ્યા અને મુંબઈમાં…
વધુ વાંચો >