History of India

હઝરા માતંગિની

હઝરા, માતંગિની (જ. 1870, હોગલા, જિ. મિદનાપોર, પશ્ચિમ બંગાળ; અ. 29 સપ્ટેમ્બર 1942, તામલુક, જિ. મિદનાપોર) : દેશભક્ત, મહિલા સ્વાતંત્ર્ય-સૈનિક. માતંગિની ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મી હતી. તે અશિક્ષિત હતી. નાની ઉંમરે, તેનાં લગ્ન, પાસેના ગામના આશરે 60 વર્ષના વિધુર ત્રિલોચન હઝરા સાથે થયાં હતાં. તે માત્ર 18 વર્ષની વયે વિધવા…

વધુ વાંચો >

હઝારીબાગ

હઝારીબાગ : ઝારખંડ રાજ્યમાં ઉત્તર છોટાનાગપુર વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 59´ ઉ. અ. અને 85° 21´ પૂ. રે.ની આજુબાજુનો 5,965 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કોડર્મા, પૂર્વમાં ગિરિદિહ અને બોકારો, દક્ષિણમાં રાંચી તથા પશ્ચિમમાં ચત્રા જિલ્લા આવેલા છે. જિલ્લાના મધ્ય–પશ્ચિમ ભાગમાં આવેલા જિલ્લામથક…

વધુ વાંચો >

હનુમન્તૈયા કે.

હનુમન્તૈયા, કે. (જ. 1908, લક્કાપ્પનહલ્લી, જિ. બેંગલોર; અ. 1 ડિસેમ્બર 1980) : મૈસૂર રાજ્યના મુખ્ય પ્રધાન. પ્રમુખ, મૈસૂર પ્રદેશ કૉંગ્રેસ સમિતિ, ભારતની બંધારણ સભાના સભ્ય. હનુમન્તૈયા સાધારણ ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેઓ 1930માં મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કૉલેજમાંથી સ્નાતક થયા અને 1932માં પુણેની લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમના જીવન પર…

વધુ વાંચો >

હન્ટર કમિશન (1882)

હન્ટર કમિશન (1882) : ભારતની બ્રિટિશ સરકારે 3 ફેબ્રુઆરી, 1882ના રોજ સર ડબ્લ્યૂ. ડબ્લ્યૂ. હન્ટરના પ્રમુખપદે નીમેલ કમિશન. તેનો હેતુ 1854ના ડિસ્પૅચ(શિક્ષણ અંગે)ના સિદ્ધાંતોનો અમલ કઈ રીતે કરવામાં આવ્યો છે, તેની તપાસ કરીને તેમાં દર્શાવેલ નીતિને આગળ વધારવા માટે યોગ્ય ઉપાયો સૂચવવાનો હતો. હન્ટર કમિશનની તપાસનો મુખ્ય હેતુ પ્રાથમિક તથા…

વધુ વાંચો >

હબીબ ઉલ્લાખાન (સરદાર)

હબીબ ઉલ્લાખાન (સરદાર) (જ. 1890; અ. 1940) : પંજાબમાં જમીનદાર પક્ષના સ્થાપક અને તેના પ્રમુખ; હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી. તેઓ લાહોર જિલ્લાના મુસ્લિમ જમીનદાર કુટુંબમાં જન્મ્યા હતા. તેમણે લાહોરમાં અભ્યાસ કર્યો હતો. શિક્ષણને લીધે તેઓ ઉદાર વિચારસરણીમાં માનતા હતા. તેઓ વિધવાપુનર્લગ્ન અને મહિલાઓને સમાન અધિકારો આપવાના હિમાયતી હતા. વીસમી સદીના પૂર્વાર્ધમાં…

વધુ વાંચો >

હબીબ મોહંમદ

હબીબ, મોહંમદ (જ. 6 જાન્યુઆરી 1895, લખનૌ; અ. 22 જાન્યુઆરી 1971) : મધ્યકાલીન ભારતના ઇતિહાસકાર. પિતાનું નામ મોહંમદ નસીમ. મોહંમદ હબીબે 1911માં અલીગઢની હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી 1915માં તેઓ બી.એ. થયા. તે પછી વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા અને ઑક્સફર્ડની ન્યૂ કૉલેજમાં અભ્યાસ કરી 1920માં અનુસ્નાતકની ડિગ્રી ઑનર્સ…

વધુ વાંચો >

હબીબુર્ રહેમાન

હબીબુર્, રહેમાન : જુઓ લુધિયાનવી, હબીબુર રહેમાન (મૌલાના).

વધુ વાંચો >

હમદાની અલ્– બદીઉઝ્ઝમાઁ

હમદાની, અલ્–, બદીઉઝ્ઝમાઁ (જ. 969, હમદાન, ઈરાન; અ. 1008, હિરાત, અફઘાનિસ્તાન) : સુવિખ્યાત કવિ, નામાંકિત વિદ્વાન અને પ્રખર ભાષાશાસ્ત્રી. પૂરું નામ અબુલફઝલ એહમદ બિન અલ્ હુસૈન બિન યાહ્યા બિન સઈદ અલ્ હમ જાની. તેમણે પોતાના વતનમાં પર્શિયન અને અરબી ભાષાનું શિક્ષણ લીધું હતું. પછી અલ-સાહિબ(જ. આબ્બાદ; અ. 995)નો પરિચય થતાં,…

વધુ વાંચો >

હમીરપુર (હિમાચલ પ્રદેશ)

હમીરપુર (હિમાચલ પ્રદેશ) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 31° 41´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 1,118 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિયાસ નદીથી અલગ પડતો કાંગરા જિલ્લો, પૂર્વમાં સરખાદથી અલગ પડતો મંડી જિલ્લો, દક્ષિણે બિલાસપુર જિલ્લો તથા પશ્ચિમે ઊના જિલ્લો…

વધુ વાંચો >

હરદોઈ

હરદોઈ : ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ વિભાગમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 53´થી 27° 47´ ઉ. અ. અને 79° 41´થી 80° 49´ પૂ. રે. વચ્ચેનો 5986 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ શાહજહાનપુર અને લખીમપુર ખેરી જિલ્લા,…

વધુ વાંચો >