History of India
મીર જાફર
મીર જાફર (રાજ્યકાલ : 1757–1765) : બંગાળનો એક સ્વતંત્ર નવાબ. તેણે બ્રિટિશ અધિકારી ક્લાઇવ સાથે કાવતરું કરીને પુરોગામી નવાબ સિરાજુદૌલાને 23 જૂન, 1757ના રોજ પ્લાસીના યુદ્ધમાં હરાવ્યો. તેથી ક્લાઇવે મીર જાફરને નવાબ બનાવ્યો. શાસક તરીકે તે અયોગ્ય, અશક્તિમાન અને દૂરંદેશી વિનાનો સાબિત થયો. મીર જાફર ધર્માન્ધ હોવાથી તેણે હિંદુ કર્મચારીઓના…
વધુ વાંચો >મીરાંબહેન
મીરાંબહેન (જ. 22 નવેમ્બર 1892, ઇંગ્લૅન્ડ; અ. 20 જુલાઈ 1982, વિયેના, ઑસ્ટ્રિયા) : મહાત્મા ગાંધીનાં અંતેવાસી અંગ્રેજ મહિલા. રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમનું નામ મેડેલિન સ્લેડ હતું. તેમના પિતા સર એડમંડ સ્લેડ ઉમરાવ કુટુંબના વિશિષ્ટ અંગ્રેજ સદગૃહસ્થ હતા. મેડેલિને પોતાના ઘરમાં શિક્ષણ લીધું હતું. તેમને ફૂલ, પક્ષીઓ, વૃક્ષો અને પ્રાણીઓ…
વધુ વાંચો >મુખરજી, આશુતોષ, સર
મુખરજી, આશુતોષ, સર (જ. 29 જૂન 1864, કૉલકાતા; અ. 25 મે 1924, કૉલકાતા) : અગ્રણી કેળવણીકાર, કૉલકાતાની વડી અદાલતના ન્યાયમૂર્તિ અને કેન્દ્રની ધારાસમિતિના સભ્ય. આશુતોષનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગંગાપ્રસાદ ડૉક્ટરનો વ્યવસાય કરતા અને વૈદકીય સાહિત્ય વિશે પ્રાદેશિક ભાષામાં લખતા હતા. સાઉથ સબર્બન સ્કૂલમાં અભ્યાસ…
વધુ વાંચો >મુખરજી, રાધાકમલ
મુખરજી, રાધાકમલ (જ. 1888, બરહામપુર, જિ. મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 24 ઑગસ્ટ 1968) : અગ્રણી કેળવણીકાર અને લેખક. તેમણે માધ્યમિક શિક્ષણ બરહામપુરમાં અને ઉચ્ચ શિક્ષણ કોલકાતામાં લીધું હતું. તેઓ 1921થી 1952 સુધી લખનૌ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના પ્રોફેસર હતા. ત્યારબાદ 1955થી 1957 દરમિયાન તેઓ લખનૌ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર હતા. તેમણે 40…
વધુ વાંચો >મુખરજી, રાધાકુમુદ
મુખરજી, રાધાકુમુદ (જ. 1880, બરહામપુર, જિ. મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 9 સપ્ટેમ્બર 1963, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : પ્રસિદ્ધ ભારતીય ઇતિહાસકાર અને રાજનીતિજ્ઞ. માધ્યમિક શિક્ષણ બરહામપુરમાં લીધા બાદ તેઓ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી 1901માં બી. એ. થયા. તે પછી ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા અને એ જ વરસે અર્થશાસ્ત્રમાં કૉબ્ડન મેડલ મેળવ્યો.…
વધુ વાંચો >મુખરજી, શ્યામાપ્રસાદ
મુખરજી, શ્યામાપ્રસાદ (જ. 7 જુલાઈ 1901, કૉલકાતા; અ. 23 જૂન 1953, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર) : ભારતના અગ્રણી હિંદુત્વવાદી રાજકીય નેતા અને આઝાદી પછીના પ્રથમ મંત્રીમંડળના સભ્ય. પિતા આશુતોષની ઉચ્ચ શૈક્ષણિક અને રાજકીય કારકિર્દી તથા માતા યોગમાયાની ધર્મમાં ઊંડી શ્રદ્ધાએ શ્યામાપ્રસાદના વ્યક્તિત્વ- ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1917માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની…
વધુ વાંચો >મુઘલ શાસન
મુઘલ શાસન બાબરથી બહાદુરશાહ ‘ઝફર’ સુધી (1526થી 1857 દરમિયાન) ભારતમાં પ્રવર્તેલું મુઘલ બાદશાહોનું શાસન. સમકાલીન રાજકીય સ્થિતિ : સોળમી સદીના ત્રીજા દાયકામાં બાબરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારત પરસ્પર લડતાં અનેક નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત હતું. કોઈ કેન્દ્રીય સત્તા નહોતી અને સર્વોપરિતા માટે રાજ્યો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. કોઈ…
વધુ વાંચો >મુજવંત
મુજવંત : ઋગ્વેદના સમયનું હિમાલયનું એક શિખર. ઋગ્વેદમાં આ શિખરનો ઉલ્લેખ સોમ મેળવવાના સ્થળ–સ્રોત (source) તરીકે કરવામાં આવ્યો છે. આ શિખર સંભવત: પંજાબની ઉત્તરે કાશ્મીરની ખીણની નૈર્ઋત્યમાં આવેલું હતું. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >મુજવંતો
મુજવંતો : હિમાલયમાં રહેતા પર્વતાળ ટોળીના લોકો. અથર્વવેદમાં મહાવૃષો, ગાંધારો, બાહલિકો સહિત મુજવંતોનો પણ ‘દૂર રહેનારા લોકો’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યજુર્વેદમાં પણ મુજવંતોને ‘દૂરના પ્રદેશમાં રહેતા લોકો’ તરીકે નિર્દેશવામાં આવ્યા છે. હિમાલય પર્વતમાં આવેલ મુજવંત ટેકરીઓ ઉપરથી ત્યાં વસતા લોકો માટે આ નામ આપવામાં આવ્યું હોય એમ માનવામાં…
વધુ વાંચો >મુઝફ્ફરનગર
મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 11´થી 29° 45´ ઉ. અ. અને 77° 03´થી 78° 07´ પૂ, રે. વચ્ચેનો 4,008 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સહરાનપુર, પૂર્વમાં બિજનોર, અગ્નિ તરફ હરદ્વાર, દક્ષિણે મેરઠ…
વધુ વાંચો >