History of India
મરુસ્થલી
મરુસ્થલી : પ્રાચીન સમયમાં આ નામથી ઓળખાતો મારવાડનો પ્રદેશ. જુદા જુદા સ્થળે તેને માટે ‘મરુ’, ‘મરુમંડલ’, ‘મરુદેશ’ જેવા શબ્દોનો ઉપયોગ પણ થયો છે. કાર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. 150ના જૂનાગઢના શૈલલેખમાં તેના રાજ્યવિસ્તારમાં મરુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મરુમંડલ(મારવાડ)ના પલ્લી ગામનો વણિક કાકૂ વલભીમાં આવ્યાનો ઉલ્લેખ ‘પ્રબંધચિંતામણિ’માં મળે છે.…
વધુ વાંચો >મલ્ફૂઝાતે તીમૂરી
મલ્ફૂઝાતે તીમૂરી : ચૌદમી સદીમાં લખાયેલ સમરકંદના સુલતાન તીમૂરની આત્મકથાનો ગ્રંથ. આ ગ્રંથ મૂળ તુર્કી ભાષામાં છે. તેનો અબૂ તાલિબ હુસેનીએ ફારસી ભાષામાં અનુવાદ કરીને મુઘલ શહેનશાહ શાહજહાંને અર્પણ કર્યો હતો. તેમાંથી તીમૂરના ભારત પરના આક્રમણનું આધારભૂત વર્ણન પ્રાપ્ત થાય છે. તેના ખરાપણા(અસલિયત)ની સર્વ શંકાઓ દૂર થઈ છે અને તેમાંનું…
વધુ વાંચો >મશરીકી, ઇનાયતુલ્લાખાન
મશરીકી, ઇનાયતુલ્લાખાન (જ. 25 ઑગસ્ટ 1888, અમૃતસર; અ. 25 ઑગસ્ટ 1963, પાકિસ્તાન) : ખાકસાર નેતા, હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થક, કેળવણીકાર. મશરીકીનો જન્મ અરજીઓ લખવાનો વ્યવસાય કરનાર અતા મુહમ્મદના પરિવારમાં થયો હતો. તેમને અલ્લામા મશરીકી તરીકે પણ ઓળખવામાં આવે છે. મુસલમાનોમાં ધાર્મિક અને સામાજિક સુધારણાક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જનાબ મશરીકી…
વધુ વાંચો >મશ્કી (માસ્કી)
મશ્કી (માસ્કી) : આંધ્રપ્રદેશના રાયચુર જિલ્લામાં આવેલ લોહયુગની સંસ્કૃતિનું વસાહતી સ્થળ. આ સ્થળે વીસમી સદીમાં કરેલ ખોદકામ દરમિયાન વિવિધ પ્રકારનાં માટીનાં વાસણ, હજારો સિક્કાઓ, ચંદ્રકો વગેરે વસ્તુઓ મળી આવી છે. આ સમયનાં માટીનાં વાસણો કાંઠાવાળાં અને કાળા રંગનાં છે. તે જુદા જુદા ઘાટોમાં જોવા મળે છે. વાસણો બનાવવાની આ રીત…
વધુ વાંચો >મસૂરી
મસૂરી (Mussoorie) : ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન જિલ્લામાં આવેલું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : તે 30° 45´ ઉ.અ. અને 78° 08´ પૂ.રે. પર સ્થિત છે. તે સમુદ્રસપાટીથી આશરે 2005 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીંનું સર્વોચ્ચ શિખર Lal Tibba છે જે 2,275 મીટર ઊંચાઈ ધરાવે છે. દહેરાદૂનથી ઉત્તર તરફ 35 કિમી.ના અંતરે મસૂરી…
વધુ વાંચો >મસ્તાની
મસ્તાની (જ. ?; અ. 1740, પુણે, મહારાષ્ટ્ર) : અઢારમી સદીની અતિ સુંદર મુસ્લિમ નૃત્યાંગના, સંગીતકાર અને પેશવા બાજીરાવની પ્રિયતમા. મરાઠા બખર અને લેખો પરથી જાણવા મળે છે કે મસ્તાની અફઘાન અને ગૂજર જાતિની હતી. તેણે ઘોડેસવારી અને તીરંદાજીની તાલીમ પણ લીધી હતી. ગુજરાતના મુઘલ નાયબ સૂબેદાર શુજાતખાન અને મસ્તાનીની પ્રથમ…
વધુ વાંચો >મહમૂદ ગાવાન
મહમૂદ ગાવાન (જ. 1411, જીલાન, ઈરાન; અ. 14 એપ્રિલ 1481, બિદર, દક્ષિણ ભારત) : બહમની રાજ્યનો મુખ્ય વજીર. (વકીલુસ્ સલ્તનત). આશરે ઈ. સ. 1452માં બહમની રાજ્યના સુલતાન અલાઉદ્દીન અહમદશાહ બીજા(1435–1458)ના શાસન દરમિયાન તે વેપાર કરવા ભારતમાં આવ્યો હતો. પરિસ્થિતિ જોઈને તેણે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માંડ્યો. તેની કુશળતા, મુત્સદ્દીગીરી અને…
વધુ વાંચો >મહમૂદ શર્કી
મહમૂદ શર્કી (ઈ. સ. 1440–1457) : ઉત્તરપ્રદેશમાં વારાણસીથી વાયવ્યમાં 55 કિમી. દૂર આવેલ જૉનપુરનો શર્કી વંશનો સુલતાન. તેનો પિતા ઇબ્રાહીમશાહ શક્તિશાળી, બુદ્ધિશાળી અને બહુમુખી પ્રતિભા ધરાવતો હતો. તેણે જૉનપુરને ઇસ્લામી વિદ્યાનું કેન્દ્ર બનાવ્યું હતું. મહમૂદશાહે પિતાની નીતિનો અમલ કર્યો. તેણે ચુનારમાં થયેલો બળવો કચડી નાખી તે પ્રદેશનો મોટો ભાગ જીતી…
વધુ વાંચો >મહમૂદશાહ
મહમૂદશાહ (ઈ. સ. 1436–1469) : માળવાનો સુલતાન અને માળવામાં ખલજી વંશનો સ્થાપક. માળવાના વિલાસી અને શરાબી સુલતાન મોહમ્મદશાહ(1435–1436)ને તેના વજીર મહમૂદ ખલજીએ ઝેર અપાવી મારી નંખાવ્યો. તે પછી ગાદીએ બેસનાર તેના તેર વરસના પુત્ર મસઊદને હરાવી, મહમૂદ ખલજી સુલતાન બન્યો. તે મહત્વાકાંક્ષી અને બહાદુર સિપાહસાલાર (સેનાપતિ) હતો. તેણે ગુજરાત, રાજસ્થાન…
વધુ વાંચો >મહાકોશલ
મહાકોશલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગૌતમ બુદ્ધના સમકાલીન અને કોશલના રાજા. કાશી અને કોશલ બંને પાડોશી રાજ્યો હતાં. બંને વચ્ચે શ્રેષ્ઠતા માટે વારંવાર હરીફાઈ થતી. કેટલીક વાર આ બંને રાજ્યો વચ્ચે મૈત્રી બંધાતી અને લગ્નસંબંધો બંધાતા હતા. કેટલીક વાર આ બંને રાજ્યો પર એક જ રાજા શાસન કરતો હતો.…
વધુ વાંચો >