History of India
પ્રવરપુર
પ્રવરપુર : દખ્ખણમાં વાકાટક વંશના રાજાઓનું પાટનગર. વાકાટક વંશની જ્યેષ્ઠ શાખાના રાજા દામોદરસેન ઉર્ફે પ્રવરસેન બીજા(ઈ. સ. 420–450)એ પ્રવરપુર નામના નવા નગરની સ્થાપના કરી હતી. પાછળથી આ નગરને તેણે પોતાની રાજધાની બનાવી. વર્ધા જિલ્લામાં વર્ધાથી 6 કિમી. દૂર ધામ નદીના કિનારા પર આવેલ પવનાર નામનું ગામ પ્રાચીન પ્રવરપુર હોવાનું ત્યાંથી…
વધુ વાંચો >પ્રવરસેન પ્રથમ
પ્રવરસેન પ્રથમ (જ. ?; અ. ઈ.સ. 330) : ઈ. સ.ની ત્રીજી-ચોથી સદીમાં થયેલ વાકાટક વંશનો શ્રેષ્ઠ રાજવી. વાકાટક વંશના સ્થાપક પ્રથમ રાજા વિન્ધ્યશક્તિ પછી તેનો પુત્ર પ્રવરસેન પહેલો ગાદીએ આવ્યો. તે વિષ્ણુ વૃદ્ય ગોત્રનો બ્રાહ્મણ હતો. એ વાકાટક વંશનો સર્વશ્રેષ્ઠ રાજા હતો. તેણે ‘સમ્રાટ’નું બિરુદ ધારણ કર્યું હતું. એણે પોતાના…
વધુ વાંચો >પ્રવરસેન બીજો
પ્રવરસેન બીજો : વાકાટક વંશનો રાજવી. આ વંશમાં પ્રવરસેન દ્વિતીય નામના બે રાજા થયા હતા. આ વંશની વત્સગુલ્મ શાખામાં વિન્ધ્યશક્તિ બીજાનો પુત્ર પ્રવરસેન બીજો (ઈ. સ. 400થી 410) રાજા થયો. તેના રાજ્યકાલ વિશે વધુ માહિતી મળતી નથી. અજંતાના લેખમાં જણાવ્યા મુજબ તે ઉત્કૃષ્ટ અને ઉદાર રાજ્યશાસન માટે વિખ્યાત હતો. આ…
વધુ વાંચો >પ્રસેનજિત રાજા
પ્રસેનજિત રાજા : ઉત્તર ભારતની મધ્યમાં ઈ.પૂ. છઠ્ઠી સદીમાં થઈ ગયેલ કોશલનો રાજા. કોશલ પ્રસિદ્ધ અને શક્તિશાળી રાજ્ય હતું. કોશલના રાજા મહાકોશલનો પુત્ર પ્રસેનજિત એક વીર, વિદ્વાન અને યોગ્ય રાજા હતો. પ્રસેનજિતે તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું હતું. તે પિતાની જેમ પ્રતાપી હતો; તેને ‘પાંચરાજાઓના દળનો પ્રધાન’ કહેવામાં આવ્યો છે. એણે…
વધુ વાંચો >પ્રહલાદનદેવ
પ્રહલાદનદેવ (ઈ. સ. 1163થી 1219) : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આબુ પ્રદેશના પરમાર વંશના રાજા યશોધવલનો પુત્ર તથા રાજા ધારાવર્ષનો અનુજ. તેની રાજધાની ચંદ્રાવતી નગરી હતી. તેના વડીલ બંધુ ધારાવર્ષ પિતાના અવસાન બાદ રાજા બન્યા, ત્યારે પ્રહલાદન અનુજ હોવાથી યુવરાજ બન્યો. ધારાવર્ષની હયાતીમાં તેનું નિધન થવાથી તે કદી…
વધુ વાંચો >પ્રાગજ્યોતિષપુર
પ્રાગજ્યોતિષપુર : પૌરાણિક/પ્રાચીન કાળના કામરૂપ (આસામ) રાજ્યનું પાટનગર. જ્યોતિષશાસ્ત્રના અધ્યયન-અધ્યાપનના કેન્દ્ર તરીકે તે વિકાસ પામેલું હોવાથી તેને આ નામ મળ્યું હોય એવી માન્યતા પ્રવર્તે છે. જ્યોતિષશાસ્ત્રના અઠંગ વિદ્વાનો ગણાતા શાકદ્વીપી બ્રાહ્મણોએ કાયમી વસવાટ માટે ભારતના ઈશાન પ્રદેશના જે નગરની પસંદગી કરી હતી તે નગરને તે કારણસર પ્રાગજ્યોતિષપુર નામ અપાયું હોય…
વધુ વાંચો >પ્લાસીની લડાઈ (1757)
પ્લાસીની લડાઈ (1757) : બંગાળના નવાબ અને અંગ્રેજો વચ્ચે થયેલ નિર્ણાયક લડાઈ. 1756માં અલીવર્દીખાનના અવસાન પછી તેનો દૌહિત્ર સિરાજ-ઉદ્-દૌલા (સિરાજુદ્દૌલા) ગાદીએ આવ્યો. અંગ્રેજો બંગાળમાં વેપારી લાભો માટે પ્રયત્ન કરી રહ્યા હતા તેમને જે થોડા વેપારી લાભો આપવામાં આવ્યા હતા તેનો તેઓ દુરુપયોગ કરતા હતા. તેથી અલીવર્દીખાને તેમની વસાહતની આસપાસ કિલ્લેબંધી…
વધુ વાંચો >ફખ્રે મુદબ્બિર
ફખ્રે મુદબ્બિર : દિલ્હી સલતનત યુગના ખ્યાતનામ વિદ્વાન. તેમનું નામ મુહમ્મદ બિન મનસૂર બિન સઈદ બિન અબી ફરાહ હતું. તેમનું બિરુદ મુબારકશાહ હતું, પરંતુ તે ફખ્રે મુદબ્બિરથી વધુ જાણીતા છે. તેમના પિતા મૌલાના અબુલ હસન મનસૂર ગઝનીના પ્રખ્યાત વિદ્વાન હતા. ગઝની અને લાહોરના મોટાભાગના વિદ્વાનો એમના શિષ્ય હતા. પિતાશ્રીની વંશાવલી…
વધુ વાંચો >ફડકે, વાસુદેવ બળવંત
ફડકે, વાસુદેવ બળવંત (જ. 4 નવેમ્બર 1845, શિરધોન, જિ. કોલાબા; અ. 17 ફેબ્રુઆરી 1883, એડન) : અર્વાચીન ભારતના પ્રથમ ક્રાંતિકાર. મહારાષ્ટ્રના ચિતપાવન બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. કોંકણના રત્નાગિરિ જિલ્લાના કેલશી ગામનું તેમનું કુટુંબ સોળમી સદીમાં કોલાબા જિલ્લાના શિરધોન ગામે આવીને વસ્યું હતું. વાસુદેવના દાદા અનંતરાવ પેશવાઓના સમયમાં કર્નાલાના કિલ્લાના કિલ્લેદાર હતા…
વધુ વાંચો >ફતાવા–એ–આલમગીરી
ફતાવા–એ–આલમગીરી : મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાનો સંગ્રહ. મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર(1658–1707)ના રાજ્યકાળ દરમિયાન તૈયાર થયેલો ઇસ્લામ ધર્મ-સંબંધી, મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાઓનો સંગ્રહ. અરબીમાં ‘ફતાવા’ શબ્દ બહુવચનમાં છે. એનું એકવચન ‘ફત્વા’ છે. કોઈ પણ ધાર્મિક પ્રશ્નની બાબતમાં મુસ્લિમ ધર્મગુરુ (મુફતી) કુરાન તથા હદીસને અનુસરીને જે ચુકાદા આપે તે ‘ફત્વા’ કહેવાય છે. આ એક…
વધુ વાંચો >