History of India
ટીપુ સુલતાન
ટીપુ સુલતાન (જ. 20 નવેમ્બર 1750; અ. 4 મે 1799, શ્રીરંગપટ્ટમ્) : મૈસૂરના રાજવી. મૂળ નામ શાહ બહાદુર ફતેહઅલીખાન. તેમના પરાક્રમને લીધે તે કન્નડ ભાષામાં ‘ટીપુ’ (વાઘ) તરીકે પ્રખ્યાત થયા હતા. પિતા હૈદરઅલીએ નીમેલા ફ્રેન્ચ અધિકારી પાસેથી ટીપુએ લશ્કરી તાલીમ લીધી હતી. ઈ. સ. 1767માં કર્ણાટક પરના આક્રમણ વખતે તેમણે…
વધુ વાંચો >ટૉડ, જેમ્સ
ટૉડ, જેમ્સ (જ. 20 માર્ચ 1782, ઇઝલિંગ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 17 નવેમ્બર 1835, લંડન) : લશ્કરી અધિકારી, કુશળ વહીવટકર્તા અને ઇતિહાસકાર. ટૉડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેક્ધડ યુરોપિયન રૅજિમેન્ટમાં બંગાળમાં 9મી જાન્યુઆરી, 1800ના રોજ જોડાયા હતા. ઑક્ટોબર, 1813માં તેમને કૅપ્ટન તરીકે બઢતી મળી. 1812થી 1817 સુધી તેમની નોકરી સિંધિયાના રાજ્યમાં હતી. તે…
વધુ વાંચો >ઠગપ્રથા
ઠગપ્રથા : સંગઠિત ટોળીના સ્વરૂપમાં કોઈ માલદાર વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરીને પ્રવાસ દરમિયાન માર્ગમાં તેને મારી નાખીને તેની માલમિલકત લૂંટવાની પ્રથા. લાંબા પ્રવાસ દરમિયાન કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ તે વ્યક્તિને ગળે ફાંસો આપીને મારી નાખ્યા પછી તેનો માલ લૂંટી લેવાની આ ઠગપ્રથા ભારતમાં લાંબા સમયથી અસ્તિત્વમાં હતી. તેરમી સદીમાં …
વધુ વાંચો >ઠાકરે, કેશવ સીતારામ
ઠાકરે, કેશવ સીતારામ (જ. 17 સપ્ટેમ્બર 1885, પનવેલ, જિલ્લો કુલાબા; અ. 20 નવેમ્બર 1973, મુંબઈ) : મહારાષ્ટ્રના સમાજસુધારક, ઇતિહાસકાર અને જહાલ પત્રકાર. ‘પ્રબોધનકાર ઠાકરે’ નામથી તે વધુ જાણીતા બન્યા છે. શિક્ષણ પનવેલ અને મધ્યભારતના દેવાસ રિયાસત ખાતે. મૅટ્રિક સુધી જ ભણ્યા; પરંતુ ખાનગી રાહે સ્વયંસ્ફૂર્તિથી અંગ્રેજી અને મરાઠી ભાષાઓ પર…
વધુ વાંચો >ડાયોનિસસ
ડાયોનિસસ (ઈ. સ. પૂ. 430થી 367) : સિરાક્યૂઝનો સરમુખત્યાર. કારકિર્દીની શરૂઆત કારકુન તરીકે કર્યા બાદ તે સૈનિક બન્યો. ઈ. સ. પૂ. 405માં તેના વતનના નગર સિરાક્યૂઝનો તે આપખુદ શાસક બન્યો. ત્યારબાદ આઠ વર્ષ સુધી તેણે સત્તાવિસ્તાર માટે નૅક્સોસ, કૅટેના અને લિયોન્ટોની નગરોના ગ્રીસવાસીઓને હાંકી કાઢીને તેમને ગુલામ બનાવ્યા. કાર્થેજવાસીઓ સાથેના…
વધુ વાંચો >ડાંગે, શ્રીપાદ અમૃત
ડાંગે, શ્રીપાદ અમૃત (જ. 10 ઑક્ટોબર 1899, નાસિક; અ. 22 મે, 1991, મુંબઈ) : ભારતીય સામ્યવાદી પક્ષના વરિષ્ઠ નેતા અને ભારતમાં કામદાર આંદોલનના પ્રણેતા. જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં. પિતા સૉલિસિટરની ઑફિસમાં કારકુન હતા. તેમણે શાળાનો અભ્યાસ નાસિક તેમજ મુંબઈમાં કર્યો. 1918માં તેઓ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. તેમના…
વધુ વાંચો >ડીગ
ડીગ : રાજસ્થાનના ભરતપુર જિલ્લાનું વડું વહીવટી મથક તથા પ્રસિદ્ધ ઐતિહાસિક નગર. તે 27° 28´ ઉ. અ. તથા 77° 22´ પૂ. રે. પર આવેલું છે. તેનું પ્રાચીન નામ દીર્ઘ અથવા દીર્ઘપુર હતું. ‘સ્કંદપુરાણ’ તથા ‘ભાગવતમાહાત્મ્ય’ વગેરે ગ્રંથોમાં તેનો ઉલ્લેખ થયો છે. તે ભરતપુરથી 32 કિમી. ઉત્તરે તથા મથુરાથી 35.2 કિમી.…
વધુ વાંચો >ડુન્ડાસ
ડુન્ડાસ : ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતું મૈત્રકકાલીન ગામ. તે 21° 5´ ઉ. અ. અને 71° – 35´ પૂ. રે. ઉપર ભાવનગર જિલ્લામાં મહુવાથી વાયવ્ય ખૂણે 13 કિમી. અને અમૃતવેલ રેલવે સ્ટેશનથી 2 કિમી. દૂર આવેલું છે. ઇતિહાસ : આ ગામ ઘણું પ્રાચીન છે અને તેની સાથે ધ્રુવસેન 1ની (ઈ. સ.…
વધુ વાંચો >ડુંગરપુર
ડુંગરપુર : રાજસ્થાનનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે દક્ષિણ અરવલ્લી પર્વતશ્રેણીમાં આવેલો છે. વગડાનો પ્રદેશ હોવાથી તે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેમાં ડુંગરપુર ઉપરાંત વાંસવાડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે છે. શિલાલેખોમાં તેનો ઉલ્લેખ ‘વાગ્વર’ તરીકે કરવામાં આવ્યો છે. ભૌગોલિક સ્થાન : 23o 50’ ઉ.…
વધુ વાંચો >ડોગરા
ડોગરા : ડોગરા પર્વતીય વિસ્તારની ખીણના મેદાનમાં રહેતા હિન્દુ રાજપૂતો. જમ્મુ અને કાશ્મીર પ્રદેશમાં જમ્મુથી પૂર્વેના ડોગરા પર્વતનો ખીણનો મેદાની વિસ્તાર જે દક્ષિણે પંજાબની સરહદે રાવી નદી સુધી વિસ્તરેલો છે તે ડોગરા વિસ્તાર તરીકે ઓળખાય છે. ડોગરા રજપૂતો પોતાના મૂળ વતન તરીકે સરાયનસર અને માનસર બે પવિત્ર સરોવરવાળા વિસ્તારને દર્શાવે…
વધુ વાંચો >