History of India
અબ્દુલ્લા શેખ મહમ્મદ
અબ્દુલ્લા, શેખ મહમ્મદ (જ. 5 ડિસેમ્બર 1905, શ્રીનગર; અ. 8 સપ્ટેમ્બર 1982, શ્રીનગર) : ‘શેરે કાશ્મીર’ તરીકે પ્રસિદ્ધ, કાશ્મીરના રાજકીય નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી. મૅટ્રિક સુધી શિક્ષણ શ્રીનગર, કૉલેજ-શિક્ષણ જમ્મુ, લાહોર અને અલીગઢ મુકામે પૂરું કરીને એમ. એસસી. થઈને શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. પરંતુ રાજકીય પ્રવૃત્તિઓને લીધે…
વધુ વાંચો >અભયસિંહ
અભયસિંહ (જ. 1702, અ. 1750) : ગુજરાતના મુઘલ સૂબેદાર. ગુજરાત 1573થી 1753 સુધી મુઘલ સામ્રાજ્યનું પ્રાંતિક એકમ હતું. 1720 બાદ ગુજરાત પરના મરાઠાઓના હુમલાઓમાં ભારે વધારો થતાં, મુઘલ પાદશાહ મુહમ્મદશાહ તથા તેના મુખ્ય વજીર ખાન દુરાનને ગુજરાતમાં સબળ સૂબેદારની જરૂર જણાતાં, તેમણે મારવાડના વફાદાર અને બાહોશ સેનાની મહારાજા અભયસિંહની ગુજરાતના…
વધુ વાંચો >અમલી સન
અમલી સન : જુઓ સંવત.
વધુ વાંચો >અમીચંદ
અમીચંદ (જ. ?; અ. 1767) : ધનને ખાતર દેશદ્રોહ કરનાર શરાફ, મૂળ નામ અમીરચંદ. અમૃતસરનો આ શીખ વેપારી કલકત્તામાં વસીને શરાફીનો ધંધો કરતો હતો. બંગાળમાં નવાબ સિરાજુદ્દૌલા સામે જીતવું અશક્ય હોવાથી ક્લાઇવે કાવતરું કરી નવાબના સરસેનાપતિ મીરજાફર, શ્રીમંત શ્રૉફ જગતશેઠ અને રાય દુર્લભને નવાબ વિરુદ્ધ બળવો કરવા લલચાવ્યા. કાવતરાની વિગતો…
વધુ વાંચો >અમૃતસરની સંધિ
અમૃતસરની સંધિ (25 એપ્રિલ 1809) : પંજાબના મહારાજા રણજિતસિંહ તથા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયેલી સંધિ. તે અનુસાર અંગ્રેજોએ સતલજ નદીના ઉત્તરના પ્રદેશો પર મહારાજાનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું, જ્યારે રણજિતસિંહે પંજાબના અંગ્રેજ-આશ્રિત શીખ સરદારોને સ્વાયત્ત રહેવા દેવાનું કબૂલ્યું તથા સતલજની પૂર્વ બાજુ રાજ્ય-વિસ્તાર નહિ કરવાનું સ્વીકાર્યું. અલબત્ત, આથી રણજિતસિંહની રાજ્યવિસ્તાર…
વધુ વાંચો >અમોઘવર્ષ—1-2-3
અમોઘવર્ષ—1-2-3 : કર્ણાટકના રાષ્ટ્રકૂટ વંશમાં થઈ ગયેલા ત્રણ અમોઘવર્ષ. અમોઘવર્ષ પહેલો (ઈ. સ. 814-880), અમોઘવર્ષ બીજો (ઈ. સ. 922-23), અમોઘવર્ષ ત્રીજો (ઈ. સ. 936-939). ગોવિંદરાજ ત્રીજાના પુત્ર-અનુગામી શર્વ અમોઘવર્ષ પ્રથમ સગીરવયે ગાદી પર આવતાં લાટેશ્વર કર્કરાજે વાલી તરીકે તેનો વહીવટ સંભાળેલો. સ્વભાવે શાંતિપ્રિય, ધર્મપ્રેમી અને સાહિત્યરસિક અમોઘવર્ષના દીર્ઘ શાસનકાલ દરમિયાન…
વધુ વાંચો >અય 1-2
અય 1-2 : શક કુલનો વાયવ્ય ભારતનો રાજા. તે સ્પલિરિષનો પુત્ર અને મોઅનો જમાઈ હતો. એ દક્ષિણ અફઘાનિસ્તાન પર સત્તા ધરાવતો હતો. તેણે યવન રાજા એઉથિદિમની રાજસત્તા નષ્ટ કરી, પૂર્વ પંજાબ પર પોતાની સત્તા પ્રવર્તાવી, ઈ. પૂ. 5થી ઈ. સ. 30 સુધી શાસન કર્યું હતું. તે ‘રાજાધિરાજ’ અને ‘મહાન’નું બિરુદ…
વધુ વાંચો >અયિલિષ
અયિલિષ (Ayilises) : ગંધાર પ્રદેશનો શક રાજા. તેણે ઈ. સ. 28થી 40 સુધી શાસન કર્યું હતું. એ વંશના અય પહેલા સાથે તેના સંયુક્ત સિક્કા મળ્યા છે, તે પરથી તે અય પહેલાનો પુત્ર અને ઉત્તરાધિકારી હોવાનું જણાય છે. તેના અને અય બીજાના સંયુક્ત સિક્કા મળ્યા છે, તે પરથી સમજાય છે કે…
વધુ વાંચો >અયોધ્યા
અયોધ્યા : ઉત્તરપ્રદેશ રાજ્યના ફૈઝાબાદ જિલ્લામાં ગોગ્રા (સરયૂ) નદીના કિનારે વસેલું પ્રાચીન શહેર. સ્થાન/આબોહવા : 26° 48´ ઉત્તર અક્ષાંશ અને 82° 19´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. 1980 પછી અયોધ્યા અને ફૈઝાબાદ મળીને સંયુક્ત શહેર ગણાયું છે. આ શહેર મધ્ય ભારતમાં આવેલું હોવાથી તેની આબોહવા ભેજવાળી ઉપઉષ્ણકટિબંધીય પ્રકારની અનુભવાય છે.…
વધુ વાંચો >અર્થશાસ્ત્ર-2 (બાર્હસ્પત્ય)
અર્થશાસ્ત્ર-2 (બાર્હસ્પત્ય) : બૃહસ્પતિરચિત અર્થશાસ્ત્ર. જેમ મનુ ધર્મશાસ્ત્રના તેમ બૃહસ્પતિ અર્થશાસ્ત્રના આદ્ય પ્રણેતા મનાય છે. ભાસ ‘પ્રતિમા’માં ‘બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’નો નિર્દેશ કરે છે. કૌટિલ્ય પોતાના ‘અર્થશાસ્ત્ર’માં છ જગ્યાએ બાર્હસ્પત્યોના મત જણાવે છે. એ અનુસાર તેઓ દંડનીતિ અને વાર્તા એ બે જ વિદ્યા હોવાનું, મંત્રી-પરિષદ 16 સભ્યોની હોવાનું અને નીતિમાં અવિશ્ર્વાસનું પ્રાધાન્ય…
વધુ વાંચો >