History of India

આસફખાન

આસફખાન (જ. 1503, ચાંપાનેર; અ. 1554, મહેમદાવાદ) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526-1537)નો નામાંકિત, બાહોશ, વિદ્વાન અમીર અને વજીર. સિંધના રાજા જામ નંદાનો વંશજ. નામ અબ્દુલ-અઝીઝ. પિતાનું નામ હમીદુલ-મુલ્ક જે સુલતાન મુઝફ્ફરશાહ બીજા(ઈ.સ. 1511-1526)ના દરબારનો એક અમીર હતો. પ્રખર શિક્ષકો પાસેથી વિવિધ વિષયોમાં શિક્ષણ લઈ રાજ્યસેવા સ્વીકારી બહાદુરશાહના વિશ્વાસુ મુખ્ય વજીરના પદ…

વધુ વાંચો >

આસફખાન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ)

આસફખાન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ) : શહેનશાહ જહાંગીરના દરબારના એક અગ્રગણ્ય વિદ્વાન અને મનસબદાર. કિવામુદ્દીન મિરઝા જસ્ફર બેગ, શહેનશાહ અકબરના રાજ્યાભિષેકના બાવીસમા વર્ષે તે હિંદુસ્તાન આવ્યા અને પોતાના કાકા મિરઝા ગ્યાસુદ્દીન અલી આસફખાન બખ્શીની ભલામણથી શાહી દરબારમાં એમને પ્રવેશ મળ્યો. ધીમે ધીમે પ્રગતિ સાધીને જહાંગીરના રાજ્યઅમલ દરમિયાન એ પાંચહઝારી મનસબ પર…

વધુ વાંચો >

આસામ

આસામ: જુઓ અસમ

વધુ વાંચો >

આસિફુદ્દૌલા

આસિફુદ્દૌલા (જ. 23 સપ્ટેમ્બર 1748, ફૈઝાબાદ; અ. 21 સપ્ટેમ્બર 1799, લખનૌ) : લખનૌના ખ્યાતનામ નવાબ અને સાહિત્ય તથા કલાના ઉપાસક નવાબ શુજાઉદ્દૌલાના પુત્ર. આસિફુદ્દૌલા ઈ. સ. 1775માં લખનૌના નવાબ થયા. તેમની નવાબીની સાથે જ લખનૌ એક નવવધૂના સાજસિંગારની જેમ ઝળકવા માંડ્યું. કળા, કૌશલ્ય અને સાહિત્યના દરેકેદરેક ક્ષેત્રમાં એક નવી રોનક,…

વધુ વાંચો >

આંગ્રે નૌ સેનાનીઓ

આંગ્રે નૌ સેનાનીઓ : 18મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન મરાઠા નૌકાસૈન્યના મુખ્ય ઘડવૈયા અને સમુદ્ર ઉપર મરાઠા આધિપત્યના પ્રવર્તકો. આંગ્રે ખાનદાનનો આદ્ય પુરુષ સેખોજી અલીબાગની કોળી કોમનો અગ્રણી હતો. તેનું મૂળ ગામ કાળોસે હતું. તેનો એક ભાગ અંગરવાડી કહેવાતો હતો તેથી આંગ્રે અટક પડી જણાય છે. મૂળ અટક સંકપાલ હતી. સેખોજીના…

વધુ વાંચો >

આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશ ભારતમાં દક્ષિણ-મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન આશરે 16 15´ ઉ. અ. અને 80 64´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. આ રાજ્યની વાયવ્યે તેલંગણા, ઉત્તરે છત્તીસગઢ, ઈશાને ઓડિશા, દક્ષિણે તમિળનાડુ, પશ્ચિમે કર્ણાટક અને પૂર્વ બંગાળનો ઉપસાગર આવેલાં છે. ભારતમાં ગુજરાત પછી દરિયાકિનારાની લંબાઈ(974 કિમી.)ની દૃષ્ટિએ આ રાજ્ય દ્વિતીય ક્રમ ધરાવે છે. આ…

વધુ વાંચો >

આંધ્રભૃત્યો

આંધ્રભૃત્યો : અંધ્રભૃત્ય વંશના લોકો. પુરાણોમાં આપેલા રાજવંશ-વૃત્તાંતમાં કાણ્વવંશ પછી અંધ્રને અંધ્રભૃત્ય વંશ સત્તારૂઢ થયો હોવાનું જણાવ્યું છે. તે વંશના લોકો તે આંધ્રભૃત્યો. આ વંશને અભિલેખોમાં સાતવાહન વંશ તરીકે ઓળખાવ્યો છે. આ વંશની મુખ્ય શાખામાં 19 રાજા થયા અને તેમણે એકંદરે 200 વર્ષ રાજ્ય કર્યું. કેટલાક માને છે કે સાતવાહનો…

વધુ વાંચો >

આંબેડકર, બી.આર. (ડૉ.)

આંબેડકર, બી. આર. (ડૉ.) (જ. 14 એપ્રિલ 1891, મઉ, મધ્યપ્રદેશ; અ. 6 ડિસેમ્બર 1956, નાગપુર) : બહુમુખી પ્રતિભા ધરાવતા ભારતીય રાજપુરુષ, દલિત આગેવાન, પ્રખર ધારાશાસ્ત્રી, સમાજસુધારક અને બંધારણીય કાયદાના નિષ્ણાત. આખું નામ ભીમરાવ રામજી આંબેડકર. પિતા રામજી સકપાલ ભારતના લશ્કરમાં સૂબેદાર હતા. 1907માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા…

વધુ વાંચો >

આંભિ

આંભિ (ઈ. સ. પૂ. ચોથી સદી) : તક્ષશિલાનો રાજા. સિકંદર બુખારામાં હતો ત્યારે તેણે તેનું રાજ્ય બચાવી લેવામાં આવે, એવી શરતે તેને મદદ આપવાનું કહેણ મોકલ્યું હતું. તેણે સિકંદરને 65 હાથી, 3,000 કીમતી બળદ તથા અનેક મોટા કદનાં ઘેટાં ભેટ મોકલ્યાં હતાં. ઇતિહાસમાં નોંધાયેલ તે દેશદ્રોહ કરનાર સૌપ્રથમ ભારતીય રાજા…

વધુ વાંચો >

ઇકબાલનામા-એ-જહાંગીરી

ઇકબાલનામા-એ-જહાંગીરી (17મી સદી) : જહાંગીરના શાસનકાળનો ઐતિહાસિક ગ્રંથ. ઈ. સ.ની સત્તરમી સદીની પ્રથમ ત્રીસી દરમિયાન જહાંગીરના આદેશથી, દરબારી લેખક મુતામદખાં દ્વારા ફારસી ભાષામાં લખાયેલો હતો. તેના ત્રણ ભાગ પૈકી પ્રથમ ભાગમાં ખાકાન વંશના ઇતિહાસની તથા બાબર અને હુમાયૂંના શાસનની, બીજા ભાગમાં અકબરના અમલની અને ત્રીજા ભાગમાં જહાંગીરના શાસનની વિશ્વસનીય માહિતી…

વધુ વાંચો >