History of Gujarat
સંગમખેટક વિષય
સંગમખેટક વિષય : પ્રાચીન ગુજરાતમાં મૈત્રકકાલ દરમિયાન એક વહીવટી વિભાગ. ગુર્જર નૃપતિ વંશના દદ્દ 2જાનાં ઈ. સ. 642નાં બે દાનશાસનોમાં ‘સંગમખેટક વિષય’માં આવેલાં બે ગામોની જમીન દાનમાં આપી હતી, એમ જાણવા મળે છે. ઊંછ તથા ઓર નદીઓના સંગમ ઉપર આવેલું હોવાથી તે ‘સંગમખેટક’ તરીકે પ્રસિદ્ધ થયું હતું. તે વિષય(વહીવટી વિભાગ)નું…
વધુ વાંચો >સંજાણ સંજ્જાન
સંજાણ – સંજ્જાન : હાલના દક્ષિણ ગુજરાતમાં આવેલ એક પ્રાચીન વહીવટી વિભાગ. રાષ્ટ્રકૂટ વંશના અમોઘવર્ષ 1લાના સંજાણમાંથી મળેલાં પતરાંનાં ઈ. સ. 871ના દાનશાસનનો ‘સંજ્જાન પત્તન’ તરીકેનો તથા તે વહીવટી વિભાગ હોય એવો ‘સંજાણ’ પાસેની ચોવીસી વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રકૂટ વંશના રાજા ઇંદ્રરાજ 3જાના ઈ. સ. 926ના દાનશાસનમાં જણાવ્યા…
વધુ વાંચો >સંતરામપુર
સંતરામપુર : ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 23° 12´ ઉ. અ. અને 73° 54´ પૂ. રે.. તે પંચમહાલના ઉચ્ચપ્રદેશની નીચી ટેકરીઓ વચ્ચે સમુદ્રસપાટીથી આશરે 134 મીટરની ઊંચાઈએ ચિબોત નદીતટે આવેલું છે. આ તાલુકાની ઉત્તરે રાજસ્થાનની સીમા, પૂર્વ અને અગ્નિ તરફ ઝાલોદ…
વધુ વાંચો >સામંતસિંહ
સામંતસિંહ (લગભગ ઈ. સ. 923-942) : અણહિલવાડના ચાવડા વંશનો છેલ્લો રાજા. તે રત્નાદિત્યનો પુત્ર હતો. તે ભૂભટ-ભૂયડ-ભૂયગડ-ભૂવડ-ભૂઅડ નામે પણ ઓળખાતો હતો. એક બાજુ ‘સુકૃત- સંકીર્તન’માં તેની વીરતા તથા યશસ્વિતાની સુંદર પ્રશસ્તિ કરવામાં આવી છે તો ‘ધર્મારણ્યમાહાત્મ્ય’માં એને ખાઉધરો, કામી, અવિવેકી અને ચંચળ વર્ણવવામાં આવ્યો છે. તેણે અણહિલવાડ પાટણમાં પોતાના નામ…
વધુ વાંચો >સારંગદેવ
સારંગદેવ (ઈ. સ. 1275–1296) : અણહિલવાડ પાટણની ગાદીએ આવનાર વાઘેલા-સોલંકી વંશના અર્જુનદેવ(1262-1275)નો પુત્ર. તે પરાક્રમી હતો અને તેણે પોતાના શાસનકાલ દરમિયાન લડાઈઓ કરીને ગુર્જરભૂમિને ભયમુક્ત કરી હતી. ઈ. સ. 1277ના લેખમાં તેને ‘માલવધરા-ધૂમકેતુ’ કહ્યો છે. ઈ. સ. 1287ની ‘ત્રિપુરાંતક પ્રશસ્તિ’માં તેણે માલવ-નરેશને હંફાવ્યાનું જણાવ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે…
વધુ વાંચો >સારંગપુરની મસ્જિદ
સારંગપુરની મસ્જિદ : ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાના સમયની (1459-1511) સ્થાપત્યકીય કૃતિ. અમદાવાદમાં સારંગપુર ચકલામાં આ મસ્જિદ આવેલી છે. મલિક સારંગ મહમૂદ બેગડાનો રાજપૂત અમીર હતો. મહમૂદ બેગડાની અસર નીચે આવીને તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો એમ ‘મિરાત-એ-સિકંદરી’માં જણાવ્યું છે. તે જ્યારે સુલતાન મુઝફ્ફર બીજાના સમયમાં અમદાવાદનો સૂબો હતો…
વધુ વાંચો >સાંપાવાડા
સાંપાવાડા : અત્યારના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું નાનું ગામ. ગુજરાતમાં ચૌલુક્યો(સોલંકી)ના શાસનકાળ દરમિયાન ભીમદેવ બીજાના શાસનકાળની વચ્ચે ઈ. સ. 1218-24 દરમિયાન શાસન કરી જનાર જયંતસિંહના એક દાનપત્ર-તામ્રશાસનમાં તેનો ઉલ્લેખ આવે છે. આ દાનપત્રથી જ જયંતસિંહની ઐતિહાસિકતા સિદ્ધ થાય છે. આ તામ્રશાસન અનુસાર સ્પષ્ટ થાય છે કે એ સમયે સાંપાવાડા ગુજરાતના…
વધુ વાંચો >સિકંદર મંઝૂ
સિકંદર મંઝૂ (જ. 1553, મહેમદાવાદ; અ. 1630) : ગુજરાતના પ્રથમ પંક્તિના ફારસી ઇતિહાસ ‘મિરાતે સિકંદરી’ના ખ્યાતનામ લેખક. તેમનું પૂરું નામ સિકંદર ઇબ્ન મુહમ્મદ ઉર્ફે મંઝૂ ઇબ્ન અકબર. તેમની આ કૃતિ મધ્યકાલીન ગુજરાતના રાજકીય બનાવોનું સંપૂર્ણ વૃત્તાંત આપવાની સાથે તે સમયની સાંસ્કૃતિક, સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનો પણ વિસ્તૃત અહેવાલ ધરાવે છે.…
વધુ વાંચો >સીદી સઈદ
સીદી સઈદ (જ. ? હબ્શા, એબિસિનિયા, આફ્રિકા; અ. 24 ડિસેમ્બર 1576) : ગુજરાતની મુઝફ્ફરી સલ્તનતના અંતકાળનો વિદ્યાઉપાસક અમીર. જેમણે સુલતાન મહમૂદશાહ ત્રીજા (1536-1553) અને સુલતાન અહમદશાહ બીજા(1560-1573)નો સમય જોયો હતો. તેમણે અમદાવાદમાં પ્રખ્યાત જાળીવાળી મસ્જિદ બંધાવી હતી. સીદી સઈદ હબ્શાથી યમન આવીને તુર્કોની ફોજમાં જોડાયા હતા અને મુસ્તફાખાન રૂમી નામના…
વધુ વાંચો >સીયક-2
સીયક-2 : મોડાસા પ્રદેશ પર સત્તા ધરાવતો માળવાના પરમાર કુળનો રાજા. એનું રાજકુલ રાષ્ટ્રકૂટ કુળમાંથી ઉદભવ્યું હોય એવી રજૂઆત એનાં દાનશાસનોમાં કરવામાં આવી છે. પરમારોનો મૂળ પુરુષ અર્બુદાચલ પર વસિષ્ઠ ઋષિના યજ્ઞકુંડના અગ્નિમાંથી ઉત્પન્ન થયો હોવાની પૌરાણિક માન્યતા પ્રચલિત થઈ છે. એમાં વિશ્વામિત્ર પાસેથી વસિષ્ઠની કામધેનુ પાછી મેળવી આપનાર એ…
વધુ વાંચો >