History of Gujarat
મલિક શાબાન
મલિક શાબાન (જ. ?; અ. 1461, રખિયાલ, અમદાવાદ) : સુલતાન કુત્બુદ્દીનના સમયનો (ઈ. સ. 1451–1459) વજીરની પદવી ઉપર ચડેલો અમીર. એ ડાહ્યો અને રાજદ્વારી કુનેહવાળો હતો. એમ કહેવાય છે કે એના શાંત સ્વભાવને લીધે લોકોને એના અમલથી સંતોષ હતો. કુત્બુદ્દીન પછી મહમૂદ બેગડાના સમયમાં એ વૃદ્ધ હતો. છતાંયે ઊંચી પાયરી…
વધુ વાંચો >મલિક સારંગ
મલિક સારંગ : સુલતાન મહમૂદશાહ બેગડો, મુઝફ્ફરશાહ બીજો અને બહાદુરશાહના સમયનો નામાંકિત વજીર. અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તાર તથા દરવાજાથી આજે એનું નામ ચિરંજીવ છે. આ મલિક અને એનો ભાઈ મૂળ રજપૂત હતા. લડાઈમાં કેદી તરીકે પકડાયેલા અને ઇસ્લામનો અંગીકાર કરવાની એમને ફરજ પડેલી. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં ઘણી લડાઈઓમાં એણે…
વધુ વાંચો >મલેક ગોપી
મલેક ગોપી (જ. ? ; અ. 1515) : ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડા (1459–1511) તથા મુઝફ્ફરશાહ બીજા(1511–1526)ના શાસનકાળ દરમિયાન વજીર અને સૂરતનો પ્રતિષ્ઠિત વેપારી. ગોપી મૂળે વડનગરનો નાગર બ્રાહ્મણ હતો અને વેપારાર્થે પંદરમી સદીની અંતિમ પચીશી દરમિયાન સૂરત જઈને વસ્યો હતો. મહમૂદ બેગડાના શાસનનાં અંતિમ વર્ષો દરમિયાન ગોપી ત્યાંનો આગળપડતો અને…
વધુ વાંચો >મલેક તગી
મલેક તગી (જ. ?; અ. 1351) : દિલ્હીના સુલતાન મુહમ્મદશાહ તુગલુક વિરુદ્ધ ઈ. સ. 1347માં ગુજરાતમાં બળવો કરનાર અમીર. ઝિયાઉદ્દીન બરનીના જણાવ્યા મુજબ શરૂઆતના જીવનમાં તે એક ગુલામ હતો. ત્યારબાદ સુલતાનનો શહનએ બારગાહ એટલે કે દરબારનો પ્રબંધ કરનાર અમીર બન્યો હતો. પાછળથી એ મહાન અમીરોમાંના એક તરીકે લેખાતો થયો હતો.…
વધુ વાંચો >મલ્લવાદી સૂરિ
મલ્લવાદી સૂરિ : ચોથી સદીમાં ગુજરાતમાં થયેલ જૈન સૂરિ. મલ્લવાદી નામના શ્વેતપટ ક્ષમાશ્રમણે શીલાદિત્ય રાજાની સભામાં બૌદ્ધોને ઈ. સ. 357(વિ. સં. 414)માં હરાવી સૌરાષ્ટ્રમાંથી દૂર કર્યાની વિગત ‘પ્રભાવકચરિત’માં નોંધવામાં આવી છે. મલ્લવાદીએ બારખંડનો ‘દ્વાદશાનયચક્ર’ નામે નયગ્રંથ તૈયાર કર્યો હતો. એ જૈન ન્યાયનો ઘણો મહત્વનો પ્રાચીન ગ્રંથ ગણાય છે. મૈત્રકકાલમાં આ…
વધુ વાંચો >મલ્લિકાર્જુન
મલ્લિકાર્જુન : ઉત્તર કોંકણના શિલાહાર વંશનો સત્તરમો રાજા. એ અતિપ્રતાપી હતો ને પોતાને ‘રાજ-પિતામહ’ (રાજાઓનો પિતામહ) કહેવડાવતો હતો. ગુજરાતના સોલંકી વંશની રાજસત્તા દક્ષિણે લાટદેશ પર્યંત પ્રસરતાં, એને લાટની દક્ષિણે આવેલા આ શિલાહાર રાજ્ય સાથે સંઘર્ષ થયો. મલ્લિકાર્જુનના મદને તોડવા સોલંકી રાજવી કુમારપાળે મંત્રી ઉદયન મહેતાના પુત્ર આંબડ(આમ્રભટ)ને સૈન્ય લઈ એના…
વધુ વાંચો >મહમૂદ ગઝ્નવી
મહમૂદ ગઝ્નવી (જ. 971; અ. 1030, ગઝ્ના, અફઘાનિસ્તાન) : ભારત ઉપર સત્તર જેટલી ચડાઈઓ કરનાર ગઝ્નવી વંશનો ગઝ્નાનો સુલતાન. તેણે યુદ્ધની તાલીમ લીધી અને તેના પિતા સબુક્તેગીનની ભારત ઉપરની ચડાઈઓમાં તે ભાગ લેતો હતો. પિતાના અવસાન (998) સમયે તે ખુરાસાનનો હાકેમ હતો. ભાઈ ઇસ્માઈલને લડાઈમાં હરાવી તે ગઝ્નાની ગાદીએ બેઠો.…
વધુ વાંચો >મહમૂદશાહ સુલતાન પહેલો (બેગડો)
મહમૂદશાહ સુલતાન પહેલો (બેગડો) (જ. 1446, અમદાવાદ; અ. 23 નવેમ્બર 1511, અમદાવાદ) : ગુજરાતનો બહાદુર અને મહત્વાકાંક્ષી સુલતાન. તે સુલતાન મુહમ્મદશાહ બીજાનો નાનો પુત્ર ફતેહખાન હતો. તે 13 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો અને તેણે ‘અબુલફત્હ મહમૂદશાહ’ ઇલકાબ ધારણ કર્યો. તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હોવાથી ઇતિહાસમાં ‘બેગડો’…
વધુ વાંચો >મહમૂદશાહ સુલતાન ત્રીજો
મહમૂદશાહ સુલતાન ત્રીજો (જ. 1525; અ. 15 ફેબ્રુઆરી, 1554, મહેમદાવાદ, જિ. ખેડા) : ગુજરાતનો સુલતાન. તે સુલતાન બહાદુરશાહના ભાઈ લતીફખાનનો પુત્ર હતો. ખાનદેશના સુલતાન મુહમ્મદશાહ ત્રીજાની દેખરેખ હેઠળ રાજકેદી તરીકે તેનો ઉછેર થયો હતો. તેને અમદાવાદ લાવીને 8 ઑગસ્ટ, 1537ના રોજ તખ્તનશીન કરવામાં આવ્યો. સુલતાન સગીર વયનો હોવાથી અમીર દરિયાખાનહુસેન…
વધુ વાંચો >મહાગુજરાતનું આંદોલન
મહાગુજરાતનું આંદોલન : ગુજરાતના અલગ રાજ્યની રચના કરાવવા માટે લોકોએ કરેલું આંદોલન. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે 1920માં પ્રથમ વાર ભાષાવાર પ્રાંતરચનાનો ઠરાવ કર્યો હતો. કૉંગ્રેસે નીમેલી મોતીલાલ નહેરુ સમિતિએ 1928માં આપેલા હેવાલમાં પ્રાદેશિક પુનર્રચના કરવાની ભલામણ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે સૌરાષ્ટ્રના એકમની રચના વખતે, 1948માં ગુજરાતના અલગ રાજ્યની રચના કરવાનો…
વધુ વાંચો >