History of Gujarat
નસબનામ-એ-જાડેજા
નસબનામ-એ-જાડેજા : આ ફારસી ગ્રંથ કચ્છના જાડેજા વંશના રાજવીઓનો ઈ. સ. 1819 સુધીનો ઇતિહાસ ધરાવે છે. આ ગ્રંથ ઈ. સ. 1878માં ભુજ પરગણાના વેરાગામના વતની કુંવરજી જાદવજી ઉપાધ્યાયે ગુજરાતી ભાષામાં મૌખિક લખાવ્યો હતો. આ મહત્ત્વના ઇતિહાસનો કચ્છના એ વખતના આસિસ્ટંટ રેસિડન્ટ વૉલ્ટેરના આદેશથી ફારસીમાં તરજુમો કરવામાં આવેલો. આ પુસ્તકની એકમાત્ર…
વધુ વાંચો >નહપાન
નહપાન (નહવાહ કે નરવાહન) : ક્ષહરાત વંશનો ક્ષત્રપ રાજા. પશ્ચિમી ક્ષત્રપોથી જાણીતા શક જાતિના શાસકોમાંના ક્ષહરાત રાજવશંનો બીજો અને પ્રાય: છેલ્લો રાજા. તેની પત્નીનું નામ પદ્માવતી. નહપાને આશરે ઈસવી સન 32થી 78 સુધી શાસન કર્યું હતું. ભરૂચ એની રાજધાની હતી. એના રાજ્યની દક્ષિણે આવેલા આંધ્રના સપ્તવાહન રાજ્ય સાથેના સંઘર્ષમાં તેની…
વધુ વાંચો >નાગરવાડિયા, વીરબાળાબહેન
નાગરવાડિયા, વીરબાળાબહેન (જ. 1 ઑગસ્ટ 1913, કરાચી; અ. 15 ઑગસ્ટ 2006, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવિકા અને વૃદ્ધાશ્રમ-પ્રવૃત્તિના પ્રણેતા. તેમના પિતાશ્રી મહિલાઓના સમાન અધિકારોના પુરસ્કર્તા હોવાથી પુત્રીને સમાજસેવાનાં કાર્યોમાં અને સ્વાતંત્ર્ય-લડત માટે પ્રોત્સાહિત કરતા. ભારતની સ્વાતંત્ર્ય-લડતના પ્રભાવ હેઠળ તેમણે વિદેશી કપડાંનો મોહ છોડ્યો અને ખાદી અપનાવી. પૂરી હિંમત અને જુસ્સાથી તેઓ…
વધુ વાંચો >નાનાક
નાનાક : તેરમી સદીનો, વીસલદેવના સમયનો ગુજરાતનો પ્રખર વિદ્વાન કવિ. પ્રશસ્તિઓ મોટે ભાગે રાજાઓ અને અમાત્યોની રચાતી, છતાં નાનાક નામે એક વિદ્વાનની બે સુંદર પ્રશસ્તિઓ રચાઈ એ ખાસ નોંધપાત્ર છે. આ પ્રશસ્તિઓની કોતરેલી શિલા મૂળ પ્રભાસપાટણમાં હશે, ત્યાંથી તે કોડીનારમાં ખસેડાયેલી ને હાલ એ વડોદરાના મ્યુઝિયમમાં જળવાઈ છે. પહેલી પ્રશસ્તિ…
વધુ વાંચો >નાયર, પ્યારેલાલ
નાયર, પ્યારેલાલ (જ. 1899, દિલ્હી; અ. 27 ઑક્ટોબર 1982, દિલ્હી) : સ્વાતંત્ર્યસંગ્રામના સૈનિક. ગાંધીજીના અંતેવાસી અને મંત્રી. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે 1915 માં તેમના પિતાનું અવસાન થતાં કાકાની આજ્ઞાથી લાહોરમાં રહી ત્યાંની સરકારી કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી. એ.(ઑનર્સ)ની ઉપાધિ મેળવી અને એ જ કૉલેજમાં એમ. એ.નાં સત્ર ભરવા…
વધુ વાંચો >નાંદીપુર
નાંદીપુર : મૈત્રકકાલ દરમિયાન ઉત્તર લાટમાં રાજસત્તા ધરાવતા ગુર્જરનૃપતિ વંશની રાજધાની. તેનું નામ નાન્દીપુરી હતું. સમય જતાં એ ‘નાન્દીપુર’ કહેવાયું. કેટલાક આ નાન્દીપુરને ‘રેવામાહાત્મ્ય’માં ભરુકચ્છ (ભરૂચ) પાસે જણાવેલા નન્દિતીર્થ તરીકે ને હાલ ભરૂચની પૂર્વે ઝાડેશ્વર દરવાજાની બહાર આવેલા નંદેવાલ નામે જૂના કિલ્લા તરીકે ઓળખાવે છે. જ્યારે બીજા વિદ્વાનો નાંદીપુરને ભરૂચથી…
વધુ વાંચો >નિચક્ષુ
નિચક્ષુ : નિચક્ષુ એ કુરુવંશ રાજા જનમેજયના વંશજ અને અધિસીમ કૃષ્ણના પુત્ર અને હસ્તિનાપુરના રાજા. નિચક્ષુના સમયમાં હસ્તિનાપુર ઉપર ગંગા નદીનાં પૂર ફરી વળતાં પૌરવ વંશના એ પ્રાચીન નગરને છોડીને નવી રાજધાની વત્સ દેશની કૌશામ્બી નગરીમાં રાખવામાં આવી હતી એવો ઉલ્લેખ છે. નિચક્ષુની વંશાવળી : નિચક્ષુના 8 પુત્રોનાં નામ પુરાણોમાં…
વધુ વાંચો >પટેલ રણછોડભાઈ
પટેલ રણછોડભાઈ (જ. ; અ. 3 જાન્યુઆરી, 1980, મુંબઈ) : ભારતના આઝાદી સંગ્રામના લડવૈયા અને કામદાર નેતા. સત્યાગ્રહ-આંદોલનમાં સૂરત ખાતે દારૂની દુકાન પર પિકેટિંગ કરવા બદલ તેમને જેલની સજા થઈ હતી. જેલવાસી સત્યાગ્રહીઓમાં દિનકર મહેતા, હરિપ્રસાદ દેસાઈ, જયંતિ દલાલ, કરસનદાસ માણેક વગેરેનો સહવાસ તેમને સાંપડ્યો હતો. તેમણે દિનકર મહેતાને સમાજવાદી…
વધુ વાંચો >પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ (સરદાર)
પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ (સરદાર) (જ. 31 ઑક્ટોબર 1875, નડિયાદ, જિ. ખેડા; અ. 15 ડિસેમ્બર 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી. ખેડૂત કુટુંબમાં જન્મેલ વલ્લભભાઈ બાલ્યવયથી જ નીડરતા તથા નેતાગીરીના ગુણ ધરાવતા હતા. માતા લાડબાઈની ધાર્મિકતા તથા પિતા ઝવેરભાઈની સ્વાતંત્ર્યપ્રીતિ અને નીતિમત્તાના સંસ્કાર પણ તેમને મળેલા…
વધુ વાંચો >પટ્ટણી, સર પ્રભાશંકર દલપતરામ
પટ્ટણી, સર પ્રભાશંકર દલપતરામ (જ. 15 એપ્રિલ 1862, મોરબી; અ. 16 ડિસેમ્બર 1938, શિહોર) : ભાવનગર રાજ્યના સમર્થ દીવાન. તેમણે મોરબીમાં પ્રાથમિક શિક્ષણ અને રાજકોટમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કર્યા પછી કાયદાનો અભ્યાસ કર્યો અને સનદ પણ મેળવી; પરંતુ આજીવિકા માટે વકીલાત ન કરવાનો તેમણે…
વધુ વાંચો >