History of Gujarat

દેવળદેવી

દેવળદેવી : ગુજરાતના વાઘેલા રાજવી કર્ણદેવની પુત્રી. કર્ણદેવે ઈ. સ. 1304માં ગુજરાતની ગાદી ગુમાવ્યા બાદ દેવગિરિના યાદવરાજ રામચંદ્રનો આશ્રય સ્વીકાર્યો અને તે ખાનદેશના નંદરબાર જિલ્લાના બાગલાણના કિલ્લામાં રહ્યો. ત્યાં તેણે નાનકડું રાજ્ય જમાવ્યું. તેની બે પુત્રીઓ પૈકી નાની દેવળદેવી તેની સાથે હતી. કમળાદેવી કે કૌલાદેવીથી દેવળદેવી ચાર વરસની વયે છૂટી…

વધુ વાંચો >

દેસાઈ, કાનજીભાઈ

દેસાઈ, કાનજીભાઈ (જ. 1886, સૂરત; અ. 6 ડિસેમ્બર 1961, સૂરત) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. તેમનું નામ ક્ધૌયાલાલ નાનાભાઈ દેસાઈ હતું. એમના પૂર્વજો ઓલપાડના જાગીરદાર હતા. એમના દાદા રતિલાલ સૂરતમાં રહેતા હતા. કાનજીભાઈ 1901માં મૅટ્રિક પાસ થયા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. ત્યાં પ્રીવિયસની પરીક્ષા પસાર કર્યા પછી પિતાની માંદગીને…

વધુ વાંચો >

દેસાઈ, ખંડુભાઈ કસનજી

દેસાઈ, ખંડુભાઈ કસનજી (જ. 23 ઑક્ટોબર 1898, વલસાડ; અ. 17 એપ્રિલ 1975, અમદાવાદ) : ગાંધીવાદી મજૂરનેતા. સ્વાતંત્ર્ય-સૈનિક. ખંડુભાઈનો જન્મ અનાવિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પ્રામાણિક સરકારી અધિકારી હતા. તેમની માતા જમનાબહેને ખંડુભાઈને સાદાઈથી સ્વમાન સહિત જીવતાં શીખવ્યું હતું. ખંડુભાઈનાં લગ્ન માત્ર 13 વર્ષની વયે પાર્વતીબહેન સાથે થયાં. તેમને…

વધુ વાંચો >

દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર

દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર (જ. 19 ડિસેમ્બર 1887, વસો, તા. નડિયાદ; અ. 5 ડિસેમ્બર 1951, રાજકોટ) : ગુજરાતના અગ્રણી સ્વાતંત્ર્ય-સૈનિક તથા પ્રગતિશીલ રાજવી. મોસાળ વસોમાં દત્તક લેવાયા. નાનાના અવસાન પછી તેઓ ઢસા, રાયસાંકળી તથા વસોની જાગીરના માલિક બન્યા. તેમનાં પ્રથમ પત્ની ચંચળબાના અવસાન બાદ લીંબડીના દીવાન ઝવેરભાઈ નાથાભાઈ દેસાઈની પુત્રી…

વધુ વાંચો >

દેસાઈ, ગોવિંદભાઈ હાથીભાઈ

દેસાઈ, ગોવિંદભાઈ હાથીભાઈ (જ. 9 નવેમ્બર 1864; અ.) : ગાયકવાડ સરકારના સંનિષ્ઠ અધિકારી અને ઇતિહાસલેખક. તેઓ ચરોતરના લેઉઆ પાટીદાર હતા. પ્રાથમિક શિક્ષણ નડિયાદ તાલુકાના આંકલાવ ગામે અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધું હતું. ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં મેળવીને 1886માં બી.એ. અને 1888માં એલએલ.બી.ની પદવીઓ સંપાદન કરી. બીજે જ વર્ષે વડોદરા…

વધુ વાંચો >

દેસાઈ, ઠાકોરભાઈ મણિભાઈ

દેસાઈ, ઠાકોરભાઈ મણિભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1903, વેગામ, દક્ષિણ ગુજરાત; અ. 15 જૂન 1971, અમદાવાદ) : ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. ઠાકોરભાઈએ પ્રાથમિક શિક્ષણ વેગામની શાળામાં તથા માધ્યમિક શિક્ષણ ભરૂચ અને થાણાની હાઈસ્કૂલમાં લીધું હતું. 1919માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા. સરકારી કૉલેજો છોડવાની ગાંધીજીની…

વધુ વાંચો >

દેસાઈ, નારાયણ મહાદેવભાઈ

દેસાઈ, નારાયણ મહાદેવભાઈ (જ. 24 ડિસેમ્બર 1924, વલસાડ; અ. 15 માર્ચ 2૦15, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક અને ભૂદાન કાર્યકર, લેખક અને યુવકોના નેતા. તેમના પિતાશ્રી મહાદેવભાઈ મહાત્મા ગાંધીના અંગત મંત્રી અને સ્વાતંત્ર્યસૈનિક હતા. તેમનાં માતા દુર્ગાબહેન પણ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન બે વાર જેલમાં ગયાં હતાં. નારાયણ બાળપણમાં ગાંધીજી સાથે સાબરમતી તથા…

વધુ વાંચો >

દેસાઈ, શંભુપ્રસાદ હરપ્રસાદ

દેસાઈ, શંભુપ્રસાદ હરપ્રસાદ (જ. 6 ઑગસ્ટ 19૦8, ચોરવાડ, જિ. જૂનાગઢ; અ. 3 એપ્રિલ 2૦૦૦, જૂનાગઢ) : ઇતિહાસકાર, જૂનાગઢ રાજ્યના વહીવટદાર અને નિવૃત્ત કલેક્ટર. તેમના પિતાશ્રી પણ જૂનાગઢ રાજ્યના વહીવટદાર હતા. તેઓ નાગર જ્ઞાતિના હતા. શંભુપ્રસાદે માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ અને જૂનાગઢમાં લીધું હતું. તેમણે 1926માં મૅટ્રિકની અને…

વધુ વાંચો >

દ્વારકા

દ્વારકા : જુઓ, દેવભૂમિ દ્વારકા.

વધુ વાંચો >

ધરણીવરાહ

ધરણીવરાહ (ઈ. સ. દસમી સદી) : ગુજરાતના ઇતિહાસમાં ધરણીવરાહ નામના બે રાજાઓની વિગતો મળે છે. એક વઢવાણના ચાપ વંશમાં અને બીજો આબુ-ચંદ્રાવતીના પરમાર વંશમાં. વઢવાણના દાનશાસન(ઈ. સ. 914)માં ધરણીવરાહ ચાપ (ચાવડા) વંશનો રાજા હોવાનું જણાવ્યું છે. નવમી સદીના પૂર્વાર્ધમાં વઢવાણમાં ચાપ કુલનો એક રાજવંશ સત્તારૂઢ થયો. એ વંશની ઉત્પત્તિ શિવના…

વધુ વાંચો >