History of Gujarat
ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત
ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત : ગુજરાતના ચૌલુક્યો(સોલંકીઓ)નો રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ નિરૂપતું અંગ્રેજી પુસ્તક (1956). લેખક ભારતીય વિદ્યાભવન, મુંબઈના પ્રાધ્યાપક ડૉ. અશોકકુમાર મજુમદાર. રાજકીય ઇતિહાસમાં લેખકે ચૌલુક્યોની ઉત્પત્તિને લગતા વિવિધ મતોની મીમાંસા કરી, મૂલરાજના વંશના તેમજ વાઘેલા વંશના ચૌલુક્ય રાજાઓની કારકિર્દી 9 પ્રકરણોમાં નિરૂપી છે. એ પછી એ રાજાઓની સાલવારી અલગ…
વધુ વાંચો >ચૌલુક્ય વંશ
ચૌલુક્ય વંશ (942–1304) : ગુજરાતમાં શાસન કરતા ચૌલુક્યોનો વંશ. ગુજરાતીમાં જેને ‘સોલંકી’ કહે છે તેને સંસ્કૃતમાં ‘ચૌલુક્યો’ કહેતા. મૂળમાં આ કુળનું નામ ‘ચુલિક’ (કે ‘શુલિક’) નામે જાતિના નામ પરથી પડ્યું લાગે છે; પરંતુ આગળ જતાં એની વ્યુત્પત્તિ ‘ચુલુક’ (ખોબો) પરથી દર્શાવવામાં આવી છે. અણહિલવાડ પાટણમાં ચૌલુક્ય સત્તા સ્થાપનાર મૂલરાજના પિતા…
વધુ વાંચો >ચૌહાણો
ચૌહાણો : ગુજરાતમાં ચાંપાનેર ખાતે સત્તા સ્થાપનાર શાસકો (1300-1782). મેવાડથી આવેલા ખીચી ચૌહાણોમાંના પાલનદેવે ઈ. સ. 1300માં ચાંપાનેરમાં સત્તા સ્થાપી હતી. મહમૂદ બેગડા સામેની લડાઈમાં ઈ. સ. 1484–85માં જયસિંહ ઉર્ફે પતાઈ રાવળનો પરાજય થયો ત્યારે તેના પુત્ર પૃથ્વીરાજે નર્મદા-કાંઠાના મોહન નામના સ્થળે રાજ્ય સ્થાપ્યું. ભવિષ્યમાં તે છોટા-ઉદેપુરના રાજ્ય તરીકે વિકસ્યું.…
વધુ વાંચો >છપ્પનિયો કાળ
છપ્પનિયો કાળ : વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો. સૌરાષ્ટ્રનાં રાજ્યો, વડોદરા અને ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની ભયંકર અસર પડી. ગુજરાતમાં સરાસરી 940 મિમી.ને બદલે…
વધુ વાંચો >જગડૂશાહ
જગડૂશાહ (આશરે ઈ. સ. 1195થી 1265) : કચ્છનો અતિ શ્રીમંત જૈન વેપારી અને દાનવીર. તે ભદ્રેશ્વરમાં રહેતો હતો. તેનો જન્મ અને અવસાન કઈ સાલમાં થયાં એ જાણવા મળતું નથી. એ લવણપ્રસાદ વાઘેલા, વીરધવલ, વીસલદેવ અને જૈન મંત્રીઓ વસ્તુપાલ-તેજપાલનો સમકાલીન હતો. તેના પૂર્વજો શ્રીમાળના વતની હતા અને કંથકોટમાં થોડો સમય રહીને…
વધુ વાંચો >જગતશેઠ
જગતશેઠ : અઢારમી સદીમાં થઈ ગયેલા ધનકુબેર શરાફ હીરાનંદના વંશજ ફતેહચંદને મુઘલ બાદશાહ મુહમ્મદશાહે આપેલું બિરુદ. મરકત મણિ ઉપર ‘જગતશેઠ’ કોતરાવી તે ભેટ આપેલો. મુઘલકાળ અને તે પૂર્વે મુસ્લિમ બાદશાહો તથા અન્ય રજપૂત, મરાઠા વગેરે રાજવીઓને નાણાભીડના પ્રસંગે આવા શરાફો અંગ ઉધાર કે મહેસૂલ, જકાત વગેરે ઉઘરાવવાનો ઇજારો મેળવી નાણાં…
વધુ વાંચો >જગમલ મેહર
જગમલ મેહર : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટિમ્બાણક (હાલનું ટિમાણા) ગામનો શાસક. એણે ઈ. સ. 1208 (વિ.સં. 1264)માં તળાજા તીર્થમાં બે શિવાલય બંધાવીને એના નિભાવ માટે જમીન આપી હતી એવી વિગત એક તામ્રપત્રમાંથી જાણવા મળે છે. એ તામ્રપત્રમાં એનો ઉલ્લેખ ‘મેહરરાજ’ તરીકે કરવામાં આવ્યો છે. ભીમદેવ 2જાનો મહાઅમાત્ય રાણક ચાચિંગદેવ…
વધુ વાંચો >જયશિખરી
જયશિખરી : (ઈ. સ.ની 8મી સદી) ઉત્તર ગુજરાતમાં પંચાસરનો શૂરવીર રાજવી તથા વનરાજ ચાવડાનો પિતા. કૃષ્ણ કવિએ હિંદી પદ્યમાં રચેલ ‘રત્નમાળ’(સત્તરમી-અઢારમી સદી)માં વનરાજનો પિતા જયશિખરી એના સોળ સામંતો સાથે પંચાસરમાં રાજ્ય કરતો હોવાનું જણાવ્યું છે. આનુશ્રુતિક વૃત્તાંત અનુસાર જયશિખરીએ કનોજના રાજા ભુવડનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. ભુવડે તેની સામે સેના મોકલી;…
વધુ વાંચો >જયસિંહ, સિદ્ધરાજ
જયસિંહ, સિદ્ધરાજ (જ. 1091; અ. 1142) : અણહિલ્લપુર પાટણનો સુપ્રસિદ્ધ 6ઠ્ઠો ચૌલુક્ય (સોલંકી) રાજવી. તે કર્ણદેવની મહારાણી મયણલ્લા(મીનળ)ને પેટે અવતરેલો હતો. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા પ્રમાણે જયસિંહ 3 વર્ષનો હતો ત્યારે રાજસભાના સિંહાસન ઉપર ચડી બેઠો એને સુમુહૂર્ત ગણી કર્ણે જયસિંહનો રાજ્યાભિષેક (1094) કરેલો અને પોતે સાબરમતીને તીરે આવેલા આશાવલમાં આવ્યો ને…
વધુ વાંચો >જાડેજા (કચ્છ અને સૌરાષ્ટ્ર)
જાડેજા (કચ્છ અને સૌરાષ્ટ્ર) : કચ્છ ઉપરાંત ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો(આજના જામનગર અને રાજકોટ જિલ્લા)માં વસેલું રાજ્યકર્તા કુળ. જાડેજા વંશના પૂર્વજો વિશેની અનુશ્રુતિ મુજબ, કૃષ્ણચંદ્ર પછી યાદવ વંશમાં 154મી પેઢીએ સિંધમાં જાડો થયો. એણે પોતાના ભાઈ વેરૈંજીના પુત્ર લાખાને દત્તક લીધો. આ પરથી એ લાખો ‘જાડેજો’ એટલે જાડાનો પુત્ર…
વધુ વાંચો >