Hindi literature
દેવકીનંદન
દેવકીનંદન (18મી સદીનો ઉત્તરાર્ધ) : હિંદી સાહિત્યના પંડિત-કવિ. કનોજ પાસેના મકરંદનગર(જિ. ફર્રુખાબાદ)ના નિવાસી અને કવિ શિવનાથના પુત્ર હતા. આ કવિના બે આશ્રયદાતાઓ હતા – ઉમરાવગિરિ મહંતના પુત્ર કુંવર સરફરાજગિરિ અને બીજા રુદ્રામઊ મલાએ(જિ. હરદોઈ)ના રૈકવાર વંશના રાજા અવધૂતસિંહ. આ બંને આશ્રયદાતાઓના નામે કવિએ એક એક રચના કરી છે. દેવકીનંદન બહુશ્રુત…
વધુ વાંચો >દેવલ, ચંદ્રપ્રકાશ
દેવલ, ચંદ્રપ્રકાશ (જ. 14 ઑગસ્ટ 1949, ગોટિયા, રાજસ્થાન) : પ્રખ્યાત રાજસ્થાની તથા હિન્દી કવિ અને વાર્તાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગી’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. ‘માર્ગ’, ‘કાપડ’, ‘ટૉપનામા’, ‘ઉદીક પુરાણ’ એમના રાજસ્થાની ભાષાના કાવ્યસંગ્રહો છે. ‘બોલો માધવી’ એમનો હિન્દી કાવ્યસંગ્રહ છે જેને મીરા ઍવૉર્ડ મળ્યો…
વધુ વાંચો >દો ચટ્ટાનેં
દો ચટ્ટાનેં (1965) : હિંદી કવિ હરિવંશરાય બચ્ચનનો કાવ્યસંગ્રહ. ઉત્તરછાયાવાદી હિંદી ઊર્મિકવિતાના તેઓ લોકપ્રિય કવિ ગણાય છે. આ કાવ્યસંગ્રહમાં 1962થી 64 દરમિયાન રચાયેલાં 53 કાવ્યો છે. આમાં સૌથી મહત્ત્વનું કાવ્ય છે ‘દો ચટ્ટાનેં’ અથવા ‘સિસિફસ વિ. હનુમાન.’ આ લાંબા કાવ્યમાં ગ્રીક પુરાણકથાના પાત્ર સિસિફસ તથા હનુમાનના પાત્રનું પ્રતીક તરીકે કાવ્યપ્રયોજન…
વધુ વાંચો >દ્વિવેદી, મહાવીરપ્રસાદ
દ્વિવેદી, મહાવીરપ્રસાદ (જ. 15 મે 1864, દૌલતપુર, ઉ. પ્ર.; અ. 11 ડિસેમ્બર 1938, રાયબરેલી) : હિંદી સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ વતનમાં લીધું અને ત્યારબાદ પિતાની પાસે મુંબઈ ગયા જ્યાં તેમણે સંસ્કૃત, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો. શરૂઆતમાં રેલવેમાં નોકરી સ્વીકારી, પરંતુ ઉચ્ચ અધિકારીઓ સાથે અણબનાવ થતાં રાજીનામું આપ્યું. 1903માં ‘સરસ્વતી’…
વધુ વાંચો >દ્વિવેદી, હજારીપ્રસાદ
દ્વિવેદી, હજારીપ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1907, દુબે કા છપરા, જિ. બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 19 મે 1979) : હિંદી સાહિત્યકાર. નિબંધ, નવલકથા, સંશોધન, વિવેચન એમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં તેમણે ખેડાણ કરેલું છે. આકર્ષક વ્યક્તિત્વ, ઉદાર ચિત્તવૃત્તિ તથા વ્યાપક ર્દષ્ટિ તેમની લાક્ષણિકતા હતી. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા દ્વિવેદીજીને નાનપણથી સંસ્કૃત અધ્યયનના સંસ્કાર મળ્યા…
વધુ વાંચો >ધૂમિલ
ધૂમિલ (જ. 9 નવેમ્બર 1936, ખેવલી, ઉ. પ્ર.; અ. 10 ફેબ્રુઆરી 1975, લખનૌ) : જાણીતા હિંદી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કલ સુનાના મુઝે’ (1977) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમનું ખરું નામ સુદામા પ્રસાદ પાંડે હતું. એમના પિતાનું નામ શિવનાયક પાંડે અને માતાનું નામ રાજવંતી…
વધુ વાંચો >નગેન્દ્ર
નગેન્દ્ર (જ. 9 માર્ચ 1915, અતરૌલી, અલીગઢ, ઉ.પ્ર.; અ. 27 ઑક્ટોબર 1999, નવી દિલ્હી) : હિંદીના વિખ્યાત વિવેચક. અંગ્રેજી તથા હિંદીમાં એમ.એ.ની ઉપાધિઓ મેળવ્યા પછી તેમણે તેમના હિંદી શોધપ્રબંધ ‘દેવ ઔર ઉનકી કવિતા’ પર ડી. લિટ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે સાહિત્યજીવનની શરૂઆત કવિતાથી કરી. 1937માં તેમનો પ્રથમ કવિતાસંગ્રહ ‘વનબાલા’ પ્રકાશિત…
વધુ વાંચો >નદી કે દ્વીપ
નદી કે દ્વીપ (1951) : હિંદી સાહિત્યકાર અજ્ઞેયની બહુચર્ચિત નવલકથા. તેમાં મધ્યમવર્ગનાં પાત્રોની આસપાસ બનતી ઘટનાઓ દ્વારા સ્ત્રી-પુરુષના સંબંધોને માનસિક પ્રેમની ભૂમિકાએ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં માનવજીવનને સ્પર્શતા મહત્ત્વના પ્રશ્નો જેવા કે વિવાહ, સાધના, જીવનમાં પરિવારનું મહત્ત્વ, પરિવાર અને વ્યક્તિનું પારસ્પરિક મહત્ત્વ પ્રેમ, ઈર્ષા, મિત્રતા, સભ્યતા વગેરેની છણાવટ કરવામાં…
વધુ વાંચો >નાગર, અમૃતલાલ
નાગર, અમૃતલાલ (જ. 17 ઑગસ્ટ 1916, આગ્રા; અ. 23 ફેબ્રુઆરી 1990, લખનૌ ઉત્તરપ્રદેશ) : હિંદી સાહિત્યકાર. 200 વર્ષથી ઉત્તરપ્રદેશમાં વસવાટ કરતા ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેઓ પોતે લખનૌ રહેતા. પિતાનું નામ રાજારામ અને માતાનું નામ વિદ્યાવતી. માત્ર 19 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં અર્થોપાર્જનની જવાબદારી ઉપાડવી પડી. તેમ છતાં સતત…
વધુ વાંચો >નાગાર્જુન
નાગાર્જુન (જ. 30 જૂન 1911, સતલાખા વિલેજ મધુબની, બિહાર; અ. 5 નવેમ્બર 1998, ખ્વાજા સરાઈ દરભંગા, બિહાર) : મૈથિલી અને હિંદીના પ્રગતિવાદી સાહિત્યકાર. મૂળ નામ બૈજનાથ મિશ્ર. મૈથિલી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ક્યારેક સ્વાધ્યાય અર્થે તો ક્યારેક આજીવિકા અર્થે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કાઠિયાવાડ, સિંધ, હિમાચલ પ્રદેશ, બંગાળ, તિબેટ અને છેક લંકા…
વધુ વાંચો >