Hindi literature

સારસ્વત ગણેશદત્ત

સારસ્વત, ગણેશદત્ત (જ. 10 ઑક્ટોબર 1936, બિસ્વાન, જિ. સિતાપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.; હિંદીમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ સિતાપુરની પી. જી. કૉલેજમાં આર.એમ.પી. વિભાગના વડા રહ્યા. ‘માનસ ચંદન’ ત્રિમાસિકના તેઓ સંપાદક રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 24 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

સાહુ દોમન સમીર

સાહુ, દોમન સમીર (જ. 30 જૂન 1924, પંડાહા, જિ. ગોડ્ડા, બિહાર) : સંથાલી અને હિંદી લેખક. તેમણે ભાગલપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; બી.એલ. અને વિશારદની પદવી મેળવી. તેઓ 1955થી એસ.પી. હિંદી સાહિત્ય સંમેલન, દેવધરના સેક્રેટરી; 1989થી ભારતીય સંથાલી સાહિત્ય પરિષદ અને ઉદિત અંગિકા સાહિત્ય પરિષદ, દેવધરના પ્રમુખ; બિહાર ટ્રાઇબલ રિસર્ચ ઍન્ડ…

વધુ વાંચો >

સાંકૃત્યાયન કમલા

સાંકૃત્યાયન, કમલા (જ. 15 ઑગસ્ટ 1930; કલિમ્પોંગ, જિ. દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી અને હિંદી લેખિકા. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પ્રયાગમાંથી ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી. તેઓ દાર્જિલિંગમાં લોરેટો કૉલેજના હિંદી વિભાગનાં રીડર રહ્યાં; નવી દિલ્હીમાં લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય કમિશનનાં સભ્ય હતાં. તેમની માતૃભાષા નેપાળી હોવા…

વધુ વાંચો >

સાંકૃત્યાયન રાહુલ

સાંકૃત્યાયન, રાહુલ (જ. 9 એપ્રિલ 1893, પન્દ્રાહા, જિ. આઝમગઢ, ઉત્તર પ્રદેશ; અ. એપ્રિલ 1963) : સર્વતોમુખી સર્જક પ્રતિભા ધરાવનાર નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રલેખક, ચિંતક તથા વિશ્વયાત્રી. મૂળ નામ કેદારનાથ પાંડેય. બાળપણમાં જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને ગૃહત્યાગ કર્યો. મૂળ નામ બદલીને બિહારમાં રામઉદારદાસ નામ ધારણ કરી વૈષ્ણવ સાધુ બની ગયા. પછી હિન્દુ ધર્મનો…

વધુ વાંચો >

સિન્દૂર કી હોલી (1933)

સિન્દૂર કી હોલી (1933) : લક્ષ્મીનારાયણ મિશ્રનું એક યથાર્થવાદી સમસ્યા-નાટક. ભારતીય નારીજીવનની અનેક સમસ્યાઓ રજૂ કરતી કૃતિ. નારીના અંતર્મનમાં ઊઠતા દ્વન્દ્વ, જાતીયતા, પ્રેમ, બાળ-વિવાહ, વિધવા-વિવાહ જેવી અનેક સમસ્યાઓ પરની વૈચારિક રજૂઆત કરતા આ નાટકમાં બૌદ્ધિકતા અને સંવેદનશીલતાનો સંયુક્ત પરિચય આપવામાં આવ્યો છે. સાથે સાથે સામાજિક કુરિવાજો અને અન્યાયપૂર્ણ ન્યાયવિધિ તથા…

વધુ વાંચો >

સિંગ આરસીપ્રસાદ

સિંગ, આરસીપ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1911, અરાઉત, સમસ્તીપુર, બિહાર; અ. 15 નવેમ્બર 1996) : મૈથિલી અને હિંદીના કવિ. તેઓ કોચી ડિગ્રી કૉલેજ, ખગસિયા ખાતે અધ્યાપક રહ્યા, 1948-51; ઑલ ઇન્ડિયા રેડિયો ખાતે હિન્દીના કાર્યક્રમ-નિર્માતા તરીકે કામ કર્યું, 1956-88. તેમને મળેલ સન્માનોમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવૉર્ડ (1984), બિહાર સરકાર તરફથી દિનકર એવૉર્ડ…

વધુ વાંચો >

સિંહ ચંદ્રભાનુ

સિંહ, ચંદ્રભાનુ (જ. 1922, નદિયામી, જિ. દરભંગા, બિહાર) : મૈથિલી કવિ. તેમને તેમના મહાકાવ્ય ‘શકુન્તલા’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે 1940માં મૅટ્રિક થયા બાદ હિંદી સાહિત્ય સંમેલન, પ્રયાગમાંથી ‘હિંદી વિશારદ’ તથા હિંદી વિદ્યાપીઠ, દેવઘર(બિહાર)માંથી ‘સાહિત્યભૂષણ’ અને ‘સાહિત્યાલંકાર’ની ડિગ્રીઓ મેળવી હતી. તેમને મૈથિલી ઉપરાંત હિંદી…

વધુ વાંચો >

સિંહ નામવર

સિંહ, નામવર (જ. 1 મે 1927, જીવણપુર, વારાણસી, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિવેચક અને લેખક. તેમના વિવેચનગ્રંથ ‘કવિતા કે નયે પ્રતિમાન’(1968)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. ખેડૂત કુટુંબમાં જન્મ. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ. (1951) તથા પીએચ.ડી. (1956). બનારસ તથા સાગર યુનિવર્સિટીમાં અધ્યાપન. નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ…

વધુ વાંચો >

સિંહ શિવ પ્રસાદ

સિંહ, શિવ પ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1928, જલાલપુર, જિ. વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 28 સપ્ટેમ્બર 1998) : હિંદી વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને વિવેચક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ., એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. પછી તેઓ તે યુનિવર્સિટીમાં હિંદીના પ્રાધ્યાપક અને પછી વિભાગના વડા બન્યા અને એ પદેથી 1988માં સેવાનિવૃત્ત થયા.…

વધુ વાંચો >

સિંહ શિવમંગલ ‘સુમન’

સિંહ, શિવમંગલ ‘સુમન’ (જ. 5 ઑગસ્ટ 1915, ઝગરપુર, જિ. ઉન્નાવ, ઉ. પ્ર.; અ. ?) : હિંદી કવિ. તેમણે 1940માં એમ.એ. અને 1950માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સની પદવી મેળવી હતી. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મિટ્ટી કી બારાત’ (1972) માટે 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનું તખલ્લુસ…

વધુ વાંચો >