Hindi literature
વ્હોરા, આશા રાણી (શ્રીમતી શકુંતલા વ્હોરા)
વ્હોરા, આશા રાણી (શ્રીમતી શકુંતલા વ્હોરા) [જ. 7 એપ્રિલ 1921, ચક્વાલ, જિ. ઝેલમ (હાલ પાકિસ્તાન)] : હિંદી કવયિત્રી અને નિબંધકાર. તેમણે સમાજવિદ્યા સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે સામાજિક કાર્ય અને પત્રકારત્વ દ્વારા તેમની કારકિર્દીની શરૂઆત કરી. સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું. તેમણે અત્યારસુધીમાં 86 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મહિલાયેં ઔર સ્વરાજ્ય’…
વધુ વાંચો >શકીલ બદાયૂની
શકીલ બદાયૂની (જ. 3 ઑગસ્ટ 1916, બદાયૂં, ઉત્તરપ્રદેશ; અ. 20 એપ્રિલ 1970) : શાયર અને ચલચિત્રોના ગીતકાર. ચલચિત્રો માટે અર્થપૂર્ણ ગીતો રચનારા શકીલ બદાયૂનીના પિતા મૌલાના જમીલ એહમદ ઓખ્તા કાદરી એવું ઇચ્છતા હતા કે શકીલ ભણીગણીને કાબેલ બને, એટલે તેમણે તેને ઘેર બેઠાં જ અરબી, ફારસી, ઉર્દૂ અને હિંદીનું શિક્ષણ…
વધુ વાંચો >શમા
શમા (જ. 28 જુલાઈ 1945, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : હિંદી કવયિત્રી. તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમણે ઓસ્કાય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એક પરિચિત આકાશ’ (1971), ‘ચુટકીભર મુસ્કાન’ (1981), ‘ઉદાસિયૉ કે શહર મેં’…
વધુ વાંચો >શરણ, દીનાનાથ
શરણ, દીનાનાથ (જ. 26 જૂન 1938, પટણા, બિહાર) : હિંદી લેખક. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી 1958માં હિંદી સાથે એમ.એ. અને મગધ યુનિવર્સિટીમાંથી 1969માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેઓ 1965-68 દરમિયાન નેપાલની ત્રિભુવન યુનિવર્સિટીમાં કોલંબો યોજના હેઠળ પ્રાધ્યાપક રહ્યા. પટણાની શ્રી ગુરુ ગોવિંદસિંગ કૉલેજમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા; બિહાર હિંદી સાહિત્ય…
વધુ વાંચો >શરણ, હરશરણદાસ
શરણ, હરશરણદાસ (જ. 31 જાન્યુઆરી 1928, ફાલવડા, જિ. મેરઠ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે ‘સાહિત્યઆચાર્ય’: ‘સાહિત્ય-શિરોમણિ’; ‘સાહિત્યરત્ન’ અને ‘પ્રભાકર’ની ડિગ્રીઓ મેળવી. તેમણે ‘બાળગોપાળ’ અને ‘વીર ઇન્ડિયા’ના સંપાદક તરીકે તેમની કારકિર્દી શરૂ કરી. પછી શાળામાં શિક્ષણકાર્ય કરી સેવાનિવૃત્ત થયા અને ત્યારબાદ લેખનપ્રવૃત્તિમાં પરોવાયા. તેમણે સંદર્ભગ્રંથો સહિત 253 ગ્રંથો આપ્યા છે. તેમાં…
વધુ વાંચો >શર્મા, ગોવર્ધન
શર્મા, ગોવર્ધન (જ. 1 જુલાઈ 1927, જોધપુર, રાજસ્થાન) : હિંદી, ગુજરાતી અને રાજસ્થાનીના લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી., અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવી મેળવી. હિંદીના પ્રાધ્યાપક અને ગુજરાતમાં વિવિધ સરકારી કૉલેજોના પ્રાધ્યાપક તથા તેઓ પ્રિન્સિપાલ રહીને સેવાનિવૃત્ત થયા. તેઓ 1950-52 દરમિયાન ઑલ ઇન્ડિયા કુમાર હિંદી સાહિત્ય સંમેલનના જનરલ સેક્રેટરી…
વધુ વાંચો >શર્મા, ગૌતમ ‘વ્યથિત’
શર્મા, ગૌતમ ‘વ્યથિત’ (જ. 15 ઑગસ્ટ 1938, રાજમંદિર નેર્તિ, જિ. કાંગરા, હિમાચલ પ્રદેશ) : પહાડી કવિ અને લોકસાહિત્યકાર. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., બી.એડ. તથા ગુરુનાનક દેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ સરકારી પી. જી. કૉલેજ, ધરમશાલામાંથી સિનિયર પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. પછી બારોહ ખાતે એસ.ડી. કૉલેજના પ્રિન્સિપાલ તરીકે રહ્યા. તેઓ…
વધુ વાંચો >શર્મા, ચંદ્રધર
શર્મા, ચંદ્રધર (જ. 31 જાન્યુઆરી 1920, કોટા, રાજસ્થાન) : હિંદી તથા સંસ્કૃત પંડિત. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી તેમણે 1942માં એમ.એ.; 1944માં એલએલ.બી.; 1947માં ડી.ફિલ.; 1951માં ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ 1960-80 દરમિયાન જબલપુર યુનિવર્સિટીમાંથી ફિલસૂફી વિભાગના પ્રાધ્યાપક તથા વડા; 1963-64 અમેરિકામાં વ્હિટની ખાતે મુલાકાતી પ્રાધ્યાપક; 1980માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી મુલાકાતી પ્રાધ્યાપક…
વધુ વાંચો >શર્મા, ચંદ્રિકાપ્રસાદ
શર્મા, ચંદ્રિકાપ્રસાદ (જ. 5 જાન્યુઆરી 1934, મંગત ખેરા, જિ. ઉન્નાવ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી. મેળવી. તેઓ યુનિવર્સિટી રીડર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ રામકુમાર વર્મા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી; નિખિલ હિંદી પરિષદના જનરલ સેક્રેટરી અને ‘નવ પરિમલ’ના સાહિત્યમંત્રી રહેલા. તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં સંપાદિત ગ્રંથો…
વધુ વાંચો >શર્મા, જીતેશ
શર્મા, જીતેશ (જ. 6 ઑગસ્ટ 1932, લાખીસરાઈ, જિ. મુંઘ્યાર, બિહાર) : હિંદી નિબંધકાર. તેઓ હિંદી અઠવાડિક ‘જનસંસાર’ના સંપાદક રહેલા. તેમણે અત્યાર સુધીમાં હિંદી અને અંગ્રેજીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વિકૃત સમાજ’ (1980); ‘સાંપ્રદાયિક એકતા એવમ્ સાંપ્રદાયિક દંગે’ (1985); ‘ધર્મ કે નામ પર’ (1994) તેમના જાણીતા કટાક્ષાત્મક ગ્રંથો છે. ‘ઈશ્વર,…
વધુ વાંચો >