Hindi literature

અંજોદીદી (1955)

અંજોદીદી (1955) : હિંદી નાટ્યકાર ઉપેન્દ્રનાથ ‘અશ્ક’નું એક નાટક. અંજો (જેનું નામ અંજલિ છે), સુસંપન્ન-સંસ્કારી વર્ગની મહિલા છે. તેણે પોતાના બધા ગુણો દાદાજી પાસેથી વારસારૂપે મેળવ્યા છે. દાદાનાં કાર્યોની તેના પર સ્પષ્ટ અસર છે. દાદાએ જ તેનું પાલનપોષણ કર્યું હોય છે. તેના દાદા આઈ.સી.એસ. ઑફિસર હતા. અંજોના પતિ ઇન્દ્રનારાયણ વકીલ…

વધુ વાંચો >

અંધા યુગ

અંધા યુગ (1955) : ડૉ. ધર્મવીર ભારતી દ્વારા મુક્તછંદમાં લખાયેલું હિન્દી ગીતિ-નાટ્ય. પૌરાણિક કથા ઉપર આધારિત આ ઉત્તમ હિંદી નાટકમાં મહાભારતના અઢારમા દિવસની સંધ્યાથી પ્રભાસતીર્થમાં કૃષ્ણના મૃત્યુ સુધીની ઘટનાઓનો સમાવેશ છે. તેમાં કેટલાંક ઉત્પાદ્ય તત્વો અને સ્વકલ્પિત પાત્ર-પ્રસંગો પણ ધ્યાન ખેંચે છે. સમગ્ર કથાનકને નાટકકારે આધુનિક યુગ-ચેતનાના સંદર્ભમાં રજૂ કર્યું…

વધુ વાંચો >

અંધેરી નગરી

અંધેરી નગરી : અંધેર શાસનના ઉદાહરણાર્થે રજૂ થતું સ્થળવિશેષને અનુલક્ષતું એક લોકપ્રસિદ્ધ કથાકલ્પન. જ્યાં અવિવેક, અરાજકતા અને અનવસ્થાની કરુણ અને હાસ્યાસ્પદ સ્થિતિ હોય ત્યાં તેને ઓળખાવવા વ્યંગ્યમાં આ અંધેરી નગરીનો અને તેના અભણ મૂર્ખ શાસકનું રાજાનું દૃષ્ટાંત પ્રયોજાય છે. અંધેરીનગરીની કથા આવી છે : એક વણિકને ઘેર ખાતર પાડવા ગયેલા…

વધુ વાંચો >

આચાર્ય, કેશવદાસ

આચાર્ય, કેશવદાસ (જ. 1555 ઓરછા બુંદેલખંડ; અ. 1617) : હિન્દીના પ્રસિદ્ધ કવિ અને કાવ્યજ્ઞ. ઓરછાનરેશ રામસિંહના ભાઈ ઇન્દ્રજિતસિંહની સભાના તેઓ કવિ હતા. તેમના ઘરાનામાં સંસ્કૃતની પરંપરા હતી, પરંતુ કેશવદાસે વ્રજ ભાષામાં કાવ્યરચના કરવાની શરૂઆત કરી. કેશવદાસ રીતિકાલના પ્રવર્તક હતા. તેમની રચનાઓ શાસ્ત્રીય અને રીતિબદ્ધ છે. કાવ્યમાં અલંકારનું સ્થાન પ્રધાન હોવું…

વધુ વાંચો >

આચાર્ય નરેન્દ્રદેવ

આચાર્ય નરેન્દ્રદેવ (જ. 31 ઑક્ટોબર 1889, સીતાપુર, ઉત્તર પ્રદેશ; અ. 19 ફેબ્રુઆરી 1956, ઇરોડ ચેન્નાઇ) : પ્રખર સમાજવાદી સ્વાતંત્ર્યસેનાની, શિક્ષણશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યાવિદ, બૌદ્ધદર્શનવિશારદ અને રાજ્યશાસ્ત્ર તથા હિંદીના અગ્રગણ્ય લેખક. સંસ્કારી પિતા પાસે અનેક સંન્યાસીઓ, પંડિતો અને ધર્માચાર્યો આવતા. એથી નાનપણથી દૃઢ ધાર્મિક સંસ્કારોની ઊંડી અસર પડેલી. બાળપણમાં જ સ્વામી રામતીર્થ તથા…

વધુ વાંચો >

આલોક પર્વ

આલોક પર્વ (1972) : હિંદીના સાહિત્યકાર હજારીપ્રસાદ દ્વિવેદીનો નિબંધસંગ્રહ. તેને 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો છે. પુરસ્કૃત કૃતિમાં 27 નિબંધો છે. કેટલાક નિબંધો હિંદી સાહિત્યમાં ઉત્તમ લેખાય છે. તેમાં શૈલીની કલાત્મક ગરિમા છે અને સાથોસાથ ભાષા અત્યંત સહજ અને સાદગીપૂર્ણ છે. પ્રાચીન ભારતના સાંસ્કૃતિક વારસાનું તેમાં સુંદર નિરૂપણ…

વધુ વાંચો >

આષાઢ કા એક દિન

આષાઢ કા એક દિન (1958) : હિન્દી નાટકકાર મોહન રાકેશનું ત્રિઅંકી નાટક. તેને દિલ્હીની સંગીત નાટક અકાદમીનું પારિતોષિક (1959) મળેલું. પ્રથમ વાર મંચન-1962. નાટકને હિન્દીમાં તથાકથિત ‘સાહિત્યિક’ નાટકની પકડમાંથી મુક્ત કરવામાં આ નાટક અને તેના લેખકનું પ્રદાન નોંધપાત્ર છે. કવિ કાલિદાસના જીવનમાં કાલ્પનિક પ્રણયકથાને ગૂંથતું, આ નાટકનું કથાનક આમ તો…

વધુ વાંચો >

ઉધમપુરી, જિતેન્દ્ર

ઉધમપુરી, જિતેન્દ્ર (જ. 9 નવેમ્બર 1944, ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘ઇક શેહર યાદેં દા’ને 1981ના વર્ષ માટેનો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ઇતિહાસ, હિંદી, ઉર્દૂ અને શિક્ષણના વિષયોમાં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. 1964ના વર્ષમાં તેમણે શિક્ષકની કારકિર્દી શરૂ કરી. તેઓ જમ્મુ ઍન્ડ કાશ્મીર…

વધુ વાંચો >

ઉર્વશી(3) (1961)

ઉર્વશી(3) (1961) : હિન્દી કાવ્યનાટક. લેખક રામધારીસિંહ દિનકર (1908-1974). આ કૃતિને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમાં શૈલીનો નવીન પ્રયોગ છે, તેથી એ કૃતિ બહુચર્ચિત રહી છે. ઋગ્વેદના દશમા મંડળમાં ઉર્વશી-પુરુરવા-સંવાદ નિરૂપાયો છે. કાલિદાસ તથા રવીન્દ્રનાથ ટાગોરે પણ એને આધારે પોતાની લાક્ષણિક શૈલીમાં કૃતિઓ રચી છે. આ કથાનકને દિનકરજીએ નવીન…

વધુ વાંચો >

કબીર

કબીર (મધ્યકાલીન ધાર્મિક આંદોલનના અગ્રણી) (ઈ. સ. 1398–1518) : સ્વામી રામાનંદના શિષ્યોમાં સર્વાધિક મહત્વના સંભવતઃ એ સમયના સૌથી આગળ પડતા સંત હતા. તેઓ માબાપે ત્યજી દીધેલા અનાથ બાળક હતા અને વારાણસીના નિરૂ નામના મુસલમાન વણકરે તેમને ઉછેર્યા હતા. તેમણે ગૃહસ્થ જીવન ગાળ્યું અને વણકરકાર કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. ભણ્યા ન…

વધુ વાંચો >