Hindi literature
વર્મા, હરિશ્ર્ચંદ્ર (ડૉ.)
વર્મા, હરિશ્ર્ચંદ્ર (ડૉ.) (જ. 5 જાન્યુઆરી 1934, ચાંદનેર, બહાદુરગઢ, જિ. ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી પંડિત. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.એ., ભોપાલ યુનિવર્સિટીમાંથી ડી.લિટ., આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં પીએચ.ડી. અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી હિંદીમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. 1985-88 સુધી તેઓ મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતકમાં માનવવિદ્યા શાખાના ડીન અને હિંદીના પ્રાધ્યાપક;…
વધુ વાંચો >વર્યામ સિંઘ (ડૉ.)
વર્યામ સિંઘ (ડૉ.) (જ. 10 જૂન 1948, બાહુ (બંજાર), કુલ્લુ, હિમાચલ પ્રદેશ) : હિંદી કવિ તથા અનુવાદક. તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી બી.એ. (ઑનર્સ); મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી રશિયન ભાષાનો અભ્યાસક્રમ કર્યો તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સેન્ટર ઑવ્ રશિયન સ્ટડિઝના પ્રાધ્યાપક તરીકે સેવા આપી છે. તેમની માતૃભાષા પહાડી…
વધુ વાંચો >વસિષ્ઠ, સરોજ
વસિષ્ઠ, સરોજ (જ. 17 નવેમ્બર 1932, જલંધર, પંજાબ) : હિંદી લેખિકા અને અનુવાદક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી તથા ફ્રેન્ચ અને જાપાનીમાં ડિપ્લોમા મેળવ્યાં. તેઓ દૂરદર્શનનાં અનુવાદક, ઉદ્ઘોષક તરીકે સેવાનિવૃત્ત થયાં. 1964-89 દરમિયાન તેઓ દૂરદર્શનમાં ઉદ્ઘોષક, નાટ્યકલાકાર અને અનુવાદક; યુનિસેફ, આગાખાન ફાઉન્ડેશન, આઈએનએફએ વગેરેનાં અનુવાદક; 1975-77 સુધી લેખિકા સંઘનાં જનસંપર્ક…
વધુ વાંચો >વસિષ્ઠ, સુદર્શન
વસિષ્ઠ, સુદર્શન (જ. 24 સપ્ટેમ્બર 1949, પાલમપુર, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે એમ.એ. તથા બી.એડ.ની પદવી મેળવી પછી સિમલા ખાતે હિમાચલ અકાદમી ઑવ્ આર્ટ્સ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝના સેક્રેટરી તરીકે સેવા આપી તથા લેખનકાર્ય કર્યું. તેમણે કુલ 23 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અર્ધરાત્રિ કા સૂર્ય’ (1975) અને ‘નદી ઔર રાત’…
વધુ વાંચો >વંશી, બળદેવ (ડૉ.)
વંશી, બળદેવ (ડૉ.) [જ. 1 જૂન 1938, મુલતાન શહેર (હાલ પાકિસ્તાન)] : હિંદી કવિ અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવેલી. તેમણે હિંદીમાં અધ્યાપનકાર્ય કર્યું. તેઓ અખિલ ભારતીય ભાષાસંસ્કરણ સંગઠનના સ્થાપક-પ્રમુખ; દિલ્હી રાઇટર્સ ફોરમના કન્વીનર રહ્યા. તેમની માતૃભાષા પંજાબી છે, છતાં તેમણે અત્યાર…
વધુ વાંચો >વાગ્મી, મહેશ્વર પ્રસાદ
વાગ્મી, મહેશ્વર પ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1941, આગ્રા, ઉત્તરપ્રદેશ) : હિંદી પત્રકાર અને લેખક. તેમણે હિંદીમાં સાહિત્યાલંકાર (દેવગઢ); વિદ્યાવાચસ્પતિ (અજમેર) અને એચ.એમ.બી.એસ.(હોમિયોપથી)ની ડિગ્રીઓ મેળવી છે. 1963થી તેઓ ઇન્દ્રપ્રસ્થ વિદ્યાપીઠ, નવી દિલ્હીના પ્રમુખ અને 1970થી હિંદી વિદ્યાપીઠ, નવી દિલ્હીના અધ્યક્ષ રહ્યા. વળી તેઓ સરસ્વતી સંગમ અને સેન્ટ્રલ એજ્યુકેશન ગૅઝેટના સંપાદક પણ…
વધુ વાંચો >વાજપેયી, અવધ પ્રસાદ
વાજપેયી, અવધ પ્રસાદ (જ. 4 મે 1925, કન્હીપુર, જિ. બારાબંકી, ઉત્તર પ્રદેશ) : હિંદી લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદી સાથે અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને સામાજિક સેવામાં તેઓ પરોવાયા છે. તેમણે અત્યાર સુધીમાં 6 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >વાજપેયી, અશોક
વાજપેયી, અશોક (જ. 16 જાન્યુઆરી 1941, દુર્ગ, મધ્યપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી અને ભારતીય વહીવટી સેવામાં જોડાયા. પછી મહાત્મા ગાંધી ઇન્ટરનૅશનલ હિંદી યુનિવર્સિટીમાં તેઓ કુલપતિપદે રહ્યા. વળી તેઓ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં સંયુક્ત સચિવ; ભારત ભવન ટ્રસ્ટના અધ્યક્ષ; ઇન્દિરા ગાંધી નૅશનલ…
વધુ વાંચો >વાજપેયી, કૈલાસ (ડૉ.)
વાજપેયી, કૈલાસ (ડૉ.) (જ. 11 નવેમ્બર 1935, હમીરપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી અને ભારતીય અંગ્રેજીના કવિ. તેઓ એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી દિલ્હી યુનિવર્સિટી(દક્ષિણ કૅમ્પસ)માં રીડર તરીકે નિમાયા. 1972માં ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, જ્યૉર્જ ટાઉનના નિયામક; 1973-76 દરમિયાન એલ. કૉલેજિયો દ મેક્સિકોમાં ઇન્ડિયન કલ્ચર ઍન્ડ લિટરેચરના મુલાકાતી પ્રાધ્યાપક તથા અમેરિકામાં…
વધુ વાંચો >વાતુક, વેદપ્રકાશ
વાતુક, વેદપ્રકાશ (જ. 13 એપ્રિલ 1932, ફઝલપુર, મેરઠ, ઉત્તર પ્રદેશ) : હિંદી કવિ, અધ્યાપક અને સંશોધક. હાલ અમેરિકામાં કૅલિફૉર્નિયા, બર્કલી ખાતેના ફોકલૉર ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિયામક. અગાઉ લંડન ખાતેની હિંદી પરિષદના સેક્રેટરી (1955-58), ફૉર્ટ કૉલિન્સ ખાતેની કૉલરૅડો સ્ટેટ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક (1961-63), હૅવર્ડ ખાતેની કૅલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ખાતે એસોસિયેટ પ્રાધ્યાપક (1965-69),…
વધુ વાંચો >