Gujarati literature

માળવી, નટવરલાલ મૂળચંદ

માળવી, નટવરલાલ મૂળચંદ (જ. 30 સપ્ટેમ્બર 1900, સૂરત; અ. 16 એપ્રિલ 1973, સૂરત) : ગાંધીયુગના વિદ્વાન લેખક, સાહસિક પત્રકાર તથા પ્રકાશક અને અનુવાદક. પિતા મૂળચંદ ઘેલાભાઈ મહેતા. પિતાના વીમાના વ્યવસાયને લીધે તેઓ વીમાવાળા કહેવાયા. પાછળથી નટવરલાલે તેમની અટક બદલીને ‘માળવી’ રાખી. તેમના પિતાએ ગુજરાતી-અંગ્રેજી પદ્યરચનાઓ કરેલી. તેમની શાળા-કારકિર્દી પ્રથમ કક્ષાની…

વધુ વાંચો >

માંકડ, ડોલરરાય રંગીલદાસ

માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…

વધુ વાંચો >

માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ

માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના તેઓ પ્રથમ અધ્યક્ષ. તે…

વધુ વાંચો >

માંડણ

માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી

વધુ વાંચો >

મિથ્યાભિમાન

મિથ્યાભિમાન (1870) : કવિ દલપતરામ (1820–1898)રચિત મૌલિક હાસ્યરસિક સામાજિક નાટક. મિથ્યાભિમાન, દંભ તથા આડંબર જેવી સ્વભાવ-મર્યાદાઓને ખુલ્લી પાડવા માટે નાટ્યલેખ મોકલવા માટેની ‘બુદ્ધિપ્રકાશ’ની જાહેરાતના સંદર્ભમાં દલપતરામે આ ‘હાસ્યરસમાં નાટકરૂપી નિબંધ’ લખી મોકલ્યો હતો. આ કૃતિને તેમણે ‘ભૂંગળ વિનાની ભવાઈ’ તરીકે પણ ઓળખાવી છે. તેમાં 8 અંકો અને 14 ર્દશ્યો છે.…

વધુ વાંચો >

મિયાં ફૂસકી

મિયાં ફૂસકી : જીવરામ ભ. જોષીરચિત બાલભોગ્ય કથાશ્રેણી ‘મિયાં ફૂસકી’નું મુખ્ય પાત્ર. જીવરામ જોષીએ બીજું કશું ન રચ્યું હોત અને કેવળ ‘મિયાં ફૂસકી’ની ગ્રંથમાળાના સંદર્ભમાં આ પાત્ર જ આપ્યું હોત તોપણ ગુજરાતી બાલકથાસાહિત્યમાં તેઓ સારી એવી પ્રસિદ્ધિ પામ્યા હોત. તેમણે આપેલાં યાદગાર પાત્રોમાં ‘મિયાં ફૂસકી’ અનેક રીતે અનન્ય છે. ‘ઝગમગ’ના…

વધુ વાંચો >

મીરાં

મીરાં (જ. 1498, કૂડકી; અ. 1563 આશરે) : ભારતની મહાન સંત કવયિત્રી. મીરાંના જીવનચરિત્ર માટે કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી. તેના વિશે માત્ર કેટલીક જનશ્રુતિઓ જ ઉપલબ્ધ છે. આધાર કહો કે પ્રમાણ કહો, જે કંઈ સુલભ છે તે મીરાંનાં પદો. મીરાંનાં પદો અને એમાંથી મીરાંનું જે વ્યક્તિત્વ પ્રગટ થાય છે…

વધુ વાંચો >

મુક્તક

મુક્તક : પ્રબંધ કાવ્યથી ભિન્ન લઘુકાવ્યનો એક પ્રકાર. સંસ્કૃત ‘मुक्त’ શબ્દ ઉપરથી ‘મુક્તક’ શબ્દ આવ્યો છે. મુક્તક એટલે એક સ્વતંત્ર કડી કે શ્લોકનું કાવ્ય. તેમાં કેટલાકના મતે એક જ છંદ હોવો જોઈએ. તેમાં ચમત્કારક્ષમતા—ધ્વન્યાત્મકતા અનિવાર્ય છે. તેમાં જે-તે ભાવ, વિચાર કે કલ્પના શક્ય હોય તો એક જ વાક્યમાં, ઘૂંટાઈને–લાઘવપૂર્વક સચોટતાથી—વેધકતાથી,…

વધુ વાંચો >

મુક્તાનંદ

મુક્તાનંદ (જ. 1758, અમરેલી, સૌરાષ્ટ્ર; અ. 1830, ગઢડા) : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતકવિ. પિતા આનંદરામ. માતા રાધા. સરવરીયા બ્રાહ્મણ. પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ. મહાત્મા મૂળદાસના શિષ્યો પાસેથી સંગીત, વૈદક અને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. માતાપિતાની ઇચ્છાથી લગ્ન કર્યું. પરંતુ નાની ઉંમરથી કેળવાયેલા વૈરાગ્યભાવને લીધે ગૃહત્યાગ કરી ધ્રાંગધ્રાના દ્વારકાદાસના, ત્યાંથી વાંકાનેરના કલ્યાણદાસના અને પછી…

વધુ વાંચો >

મુનશી, કનૈયાલાલ માણેકલાલ

મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર…

વધુ વાંચો >