Greek literature

ટ્રૅજેડી

ટ્રૅજેડી : બહુધા પરાક્રમી પાત્રોના જીવનના શોકપ્રધાન તથા ભયવાહી પ્રસંગો ગંભીર તથા ઉદાત્ત શૈલીમાં આલેખતું ગ્રીક નાટ્યસ્વરૂપ. ગ્રીક શબ્દ tragos (goat) અને acidein (to sing) પરથી બનેલા tragoidia (goat song) પરથી ‘ટ્રૅજેડી’ શબ્દ ઊતરી આવ્યો છે; શાબ્દિક અર્થ થાય અજ-ગીત. ટ્રૅજેડીનો સૌપ્રથમ શબ્દપ્રયોગ ગ્રીકોએ ઈ. સ. પૂ. 5માં કર્યો. આ…

વધુ વાંચો >

ટ્રૉય

ટ્રૉય : એશિયા માઇનોર(આધુનિક તુર્કસ્તાન)નું કાંસ્ય યુગનું અતિ પ્રાચીન નગર. તે ઇલિયમ, ઇલીઓસ, ઇલિયોન જેવાં નામોથી પણ ઓળખાતું હતું. ગ્રીક કવિ હોમરના ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ જેવાં મહાકાવ્યોએ આ નગરને ખ્યાતિ આપી હતી. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં જે નગરનો ઉલ્લેખ છે તેનું વર્ણન આ નગરના અસ્તિત્વને અનુમોદન આપે છે. હોમર દ્વારા વિખ્યાત…

વધુ વાંચો >

ડિથિરૅમ્બ

ડિથિરૅમ્બ : ગ્રીક પરંપરાના સ્તોત્રનું સમૂહગાન. તેનો ઉદભવ ઈ. સ. પૂ. આશરે સાતમી સદીમાં થયો મનાય છે અને પછી તેમાં ત્રણસોએક વર્ષ સુધી ઉત્તરોત્તર ફેરફાર થતા રહ્યા. જનસમાજના શ્રમિક વર્ગો ખાસ કરીને કૃષિકારો લણણીના સમય દરમિયાન ડાયોનિસસનું આરાધન કરતા. દેવ ડાયોનિસસની યજ્ઞવેદીની પ્રદક્ષિણા કરતું નર્તકવૃંદ જનસમાજના હર્ષોલ્લાસ અને રંગરાગના દેવનું…

વધુ વાંચો >

ડેઉસ એક્સ મૅક્નિ

ડેઉસ એક્સ મૅક્નિ : નાટ્યસંદર્ભમાં વપરાતા મૂળ ગ્રીક શબ્દસમૂહનું લૅટિન ભાષાંતર. તેનો શબ્દાર્થ થાય ‘યંત્રમાંથી અવતરતા દેવ’. તાત્વિક રીતે જોતાં નાટ્યવસ્તુનો વિકાસ સાધવા કે સમાપન માટે કોઈ કૃત્રિમ તરકીબ (device) પ્રયોજવામાં આવે અથવા કોઈ નાટ્યબાહ્ય પરિબળ કે તત્વ તરફથી કોઈ અણધાર્યો કે અસંભવિત હસ્તક્ષેપ કરવામાં આવે તેને આ રીતે ઓળખવામાં…

વધુ વાંચો >

થિયોક્રિટસ

થિયોક્રિટસ (જ. આશરે ઈ. સ. પૂ. 308, સાઇરાક્યૂઝ; અ. ઈ. સ. પૂ. 240) : ગ્રીક ગોપકવિ. આરંભમાં તેઓ સિસિલીમાં વસ્યા હતા અને ત્યાં કાવ્યસર્જન કર્યું હતું. પછી તેઓ કોસમાં વસ્યા હતા અને ફિલેટાસની આસપાસ જે કવિવૃન્દ હતું તેના સભ્ય થયા હતા. ઈ. સ. પૂ. 270ની આસપાસ થોડાંક વર્ષ માટે તેઓ…

વધુ વાંચો >

નોમિક પોએટ્રી

નોમિક પોએટ્રી : કાવ્યરચનાનો અત્યંત પ્રાચીન પ્રકાર. ગ્રીક શબ્દ gnome (એટલે કે અભિપ્રાય, કહેવત) પરથી બનાવાયેલું આ વિશેષણ મુખ્યત્વે નીતિવચન કે બોધવચન જેવી કાવ્યપંક્તિઓ તથા સૂત્રાત્મક, સારરૂપ કે કહેવતરૂપ કંડિકાઓ માટે પ્રયોજવામાં આવે છે. આ વિશેષણ સૌપ્રથમ ઈ. સ. પૂ.ની છઠ્ઠી સદીના કેટલાક ગ્રીક કવિઓની રચનાઓને લાગુ પાડવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

પિન્ડાર

પિન્ડાર (જ. આશરે ઈ. સ. પૂ. 522, સાઇનોસિફાલી, ગ્રીસ; અ. આશરે ઈ. સ. પૂ. 433) : પ્રાચીન ગ્રીસના ઊર્મિકવિ. ‘ઓડ’ પ્રકારની કાવ્યરચનાના કવિ તરીકે તેઓ જાણીતા છે. ઓડ ઉદાત્ત શૈલીનું પંક્તિબદ્ધ ગેય કાવ્ય છે. ઓલિમ્પિયા રમતોત્સવ અને અન્ય ઘટનાઓને નવાજતાં કાવ્યો તેમણે રચ્યાં છે. સ્પાર્ટા, થીબ્ઝ અને સાઇરિનનાં ખાનદાન ઉમરાવ…

વધુ વાંચો >

પ્લૂટાર્ક

પ્લૂટાર્ક  (જ. ઈ. સ. 46, ચિરોનિયા, બોએશિયા, ગ્રીસ; અ. ઈ. સ. 120) : ગ્રીક જીવનચરિત્રલેખક અને નિબંધકાર. એણે એથેન્સમાં રહીને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો તથા રોમમાં એ વિશે પ્રવચનો આપ્યાં હતાં. એણે ગ્રીસ, ઇજિપ્ત અને ઇટાલીનો વિસ્તૃત પ્રવાસ કરીને ત્યાંના મહાપુરુષોનાં જીવનચરિત્રોનો અભ્યાસ કર્યો હતો તથા એમના વિશે માહિતી એકઠી…

વધુ વાંચો >

મિનૅન્ડર

મિનૅન્ડર (જ. ઈ. સ. પૂ. આશરે 343, ઍથેન્સ; અ. ઈ. સ. પૂ. 291, ઍથેન્સ) : પ્રાચીન ગ્રીસના કૉમેડી-લેખક. પ્રાચીન કાળમાં ખૂબ ખ્યાતનામ અને પ્રભાવશાળી સર્જક લેખાતા. વિવેચકોએ તેમને ‘નવ્ય (new) ગ્રીક કૉમેડી’ના સર્વોચ્ચ કવિ લેખ્યા હતા. ઍથેન્સની રંગભૂમિના કૉમેડી નાટ્યપ્રકારના આ છેલ્લા શ્રેષ્ઠ સર્જકને તેમના જીવનકાળ દરમિયાન ખૂબ મર્યાદિત સફળતા…

વધુ વાંચો >

રિત્સોસ, યૅનિસ

રિત્સોસ, યૅનિસ (જ. 1 મે 1909; અ. 1990) : આધુનિક ગ્રીક કવિ. તેમનાં ‘ઍપિટાફિયૉસ’ (1936) અને ‘રોમિયોસિની’ કાવ્યો વીસમી સદીમાં ઘેર ઘેર જાણીતાં થયેલાં. સંગીતકાર માઇકિસ થિયૉડૉરેકિસે આ કાવ્યોને સંગીતથી મઢ્યાં છે. ડાબેરી મતવાળી રાજકીય ચળવળો સાથે તેમનું સર્જન ગાઢ સંબંધ ધરાવે છે. તેમનાં રાજકીય મતમતાંતરને લીધે તેમને 1948–52 અને…

વધુ વાંચો >